close

સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમ્યાન ૧૬ વર્ષની એક તરૃણી પર તેણીના સગા પિતાએ અવાર-નવાર દુસકર્મ ગુજાર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે. આટલા મહિનાઓ સુધી હેવાન બાપના દુષ્કૃત્યનો ભોગ બનતી રહેલી તરૃણીએ આખરી કંટાળીને માતાને વાકેફ કર્યા પછી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનમાં તેની ફરીયાદ નોંધાવાઈ છે. વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ લાલકૃષ્ણ અડવાણી પછી હવે ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષીની ટિકિટ પણ કપાઈ જતાં તેઓ નારાજ થયા છે. આ બન્ને દિગ્ગજ નેતાઓએ ભાજપને શુન્યમાંથી સર્જન કરીને મજબૂત  બનાવવા માટે પાયાના પ્રયાસો કર્યા હતાં. આ દિગ્ગજોને સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ નહીં સમાવાતા અસંતોષનો ચરૃ ઉકળવા લાગયો છે. લોકસભા ચૂંટણી ર૦૧૯ માં જીત મેળવવા માટે બીજેપી મજબૂત ઉમેદવારોને જ ટિકિટ આપી રહી છે, પરંતુ આ કારણથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ નારાજ છે. ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેર કરેલી 'ન્યાય' યોજના અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એવો ખુલાસો કર્યો છે કે, ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોની માત્ર મહિલાઓના ખાતામાં જ વાર્ષિક રૃા. ૭ર,૦૦૦ ની મર્યાદામાં મળવાપાત્ર રકમ જમા થશે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તે વધારે રસપ્રદ થઈ રહી છે. રાજકીય પક્ષો જીત મેળવવા માટે દરેક પ્રકારની રાજકીય રમત રમી રહ્યા છે. આ દરમિયાન બીજેપીને ટક્કર ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ હુર્રિયતના ૧૧ અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરી લેવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નેતાઓ પર હાફિઝ સૈયદે કરેલા ટેરર ફંડીંગમાંથી કરોડોની પ્રોપર્ટી ઊભી કરી હોવાનો આરોપ છે. ટેરર ફંડીંગ મામલે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડીંગ મામલામાં સામેલ ૧૧ અલગતાવાદી નેતાઓ સરકારના નિશાને છે. આ નેતાઓ પર આતંક ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેકટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. આથી અનેક ટ્રેનો પ્રભાવિત થવા પામી છે. પરિણામે પ૭૦૦ થી વધુ ટિકિટો કેન્સલ થતા રૃપિયા ૧૮ લાખથી વધુ રકમનું રેલવે દ્વારા રિફંડ  ચૂકવવામાં આવ્યું છે. હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેક્ટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જે લગભગ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. પરિણામે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ર૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. ૧૬ ટ્રેનોને આંશિક રૃપથી રદ કરવામાં આવી ... વધુ વાંચો »

Mar 26, 2019
અમદાવાદ તા. ર૬ઃ ભારતીય જનતા પક્ષમાં લોકસભા ચૂંટણીની ઉમેદવારીના મુદ્દે વિવિધ સ્થળે ભડકો થતા ગુજરાત પ્રભારી ગુજરાતમાં દોડી આવ્યા છે. ભારતીય જનતા પક્ષે ૧પ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી વિવિધ સ્થળે ભડકો થયો છે અને જ્યાં ઉમેદવારો જાહેર થયા નથી ત્યાં પણ આક્રમક રીતે ટિકિટ વાંચ્છુઓ લોબીંગ કરી રહ્યા છે. આ કારણે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર તત્કાળ ગુજરાત દોડી આવ્યા છે. ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કરીને અમદાવાદના કમલમ્માં ગઈકાલે ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' થિયેટરમાં લગાવવાને આચારસંહિતાનો ભંગ ગણાવીને તેને મોડી રિલિઝ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ફાયદો ઊઠાવવા માટે આ ફિલ્મ પાંચમી એપ્રિલથી થિયેટરમાં બતાવવાની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસના કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, રણદીપ સુરજેવાલા વિગેરે નેતાઓએ આ માટે ચૂંટણી પંચના અધિકારીઓને મળનીે રજૂઆત કરી છે. આ પહેલા ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ પણ આ જ પ્રકારની માંગણી ... વધુ વાંચો »

Mar 26, 2019
લખનૌ  તા. ર૬ઃ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નેતાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાએ ભાજપના નેતૃત્વ પર શાબ્દિક કટાક્ષ કર્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રવક્તા આઈ.પી. સિંહને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, 'દો ગુજરાતી ઠગ હિન્દી હૃદયસ્થલ, હિન્દીભાષીઓ પર કબજાના કે પાંચ વર્ષ સે બેવકૂફ બનતા રહે થે'. વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ સમાજવાદી પાર્ટીના નેતા અને પ્રસિદ્ધ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાઈ ગયા છે. જયાપ્રદા સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હીમાં આજે વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો. વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગેસ પાર્ટીમાં બુઝુર્ગોનું સન્માન થાય છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામનું નામ ટેલિકોમ  ગોટાળામાં આવ્યા પછી તેઓને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતાં. તે પછી તેમણે હિમાચલ વિકાસ કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, અને ચૂંટણીઓ પછી ભાજપા સાથે ગઠબંધન કર્યું હતું, અને સરકારમાં સામેલ પણ થયા હતાં. વર્ષ ર૦૦૪ ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં પૂનઃ પ્રવેશ મેળવ્યો હતો. વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ૨૬ઃ ત્રણ આફ્રિકન દેશો મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને માલાવીમાં ગત શુક્રવારથી ત્રાટકેલાં ઈદાઈ વાવાઝોડાંના કારણે ચારે તરફ મહાવિનાશનો નજારો જોવા મળે છે. વાવાઝોડામાં બચેલા લોકોનું કહેવું છે કે, સ્થિતિ હવે વધુ દયનીય અને ડરામણી બની છે. અમે ચારેતરફ પાણી સિવાય કંઈજ જોઈ નથી શકતા. પાણીમાં ઝેરી સાપ તરતાં જોવા મળે છે. સાઉથ આફ્રિકાની ઓથોરિટીએ કહ્યું કે, આ સદીનું સૌથી ભયાનક વાવાઝોડું છે જેમાં મૃત્યુઆંક ૧૦૦૦ થી વધુ થઈ શકે છે. આ વાવાઝોડામાં બચેલા લોકોને ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા.૨૬ઃ લોકસભાની ચૂંટણીમાં આ વખતે આંદોલનો કે છાત્ર રાજનીતિમાંથી ઉભરેલા કેટલાક યુવા નેતાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપતા કદાવર નેતાઓ સામે પડકાર ઉભો થયો છે. નવાદાના બદલે બેગુસરાયથી ટિકિટ મળતા કેન્દ્રિય મંત્રી ગિરીરાજસિંહ બળાપો કાઢી રહ્યા છે, તેની પાછળનું કારણ તેની સામે કન્હૈયાકુમાર ઉમેદવારી કરી રહ્યા હોવાથી પરાજયનો ભય પણ હોઈ શકે છે. લોકસભાની ચૂંટણી હવે વધુને વધુ રોમાંચક બની રહી છે, તો વિચિત્ર પ્રકારના શબ્દ પ્રયોગો અને કટાક્ષો સાથે થતા નિવેદનો ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્વાઈન ફ્લૂના રોગચાળાએ ખતરનાક ભરડો લીધો છે, અને નિયમિત રીતે એક-બે દર્દીઓ સ્વાઈન ફ્લૂના કારણે મરણ પામી રહ્યા છે. સ્વાઈન ફ્લૂ રોગચાળો આટલો વ્યાપક રીતે ફેલાઈ કઈ રીતે રહ્યો છે, તે અંગે સરકારે ક્યારેય ચિંતા કે દરકાર કરી હોય તેમ જણાતું  જ નહીં. એટલું જ નહીં સ્વાઈ ફલૂના પરીક્ષણ અને તેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સારવારમાં પણ કોઈને કોઈ કચાશ રહેતી હોય તેમ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગરમાં ગઈકાલની સરખામણીે આજે સ્વાઈન ફ્લૂનો કહેર ઘટયો હતો. બે દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે નવા બે શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમનાં જરૃરી પરીક્ષણ કરાવવામાં આવ્યા છે. છેલ્લા લગભગ ત્રણેક માસથી સ્વાઈન ફ્લૂનાં રોગચાળાએ જામનગરમાં હાહાકાર મચાવતા લોકો ગભરાઈ ગયા છે. દરમ્યાન ગઈકાલની સ્થિતિએ દસ દર્દીઓ સારવાર હેઠળ હતાં તેમાંથી બે દર્દીઓને રજા આપવામાં આવતા હાલ આઠ દર્દીઓ સારવાર હેઠ છે.  વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ૨૬ઃ કોંગ્રેસે આજે એક પ્રેસકોન્ફરન્સ યોજીને નોટબંધીથી ભાજપને ફાયદો થયો હોવાનો અને 'ચોકીદારોએ' મોટાપાયે ગરબડ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગી નેતા કપિલ સિબ્બલે એક ૩૧ મિનિટનો વીડિયો લોકોને બતાવાશે, તેવી જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં નોટબંધી પછી કેવી કેવી ગરબડો થઈ હતી. તે દર્શાવાયું હોવાનો દાવો કરાયો છે. નોટબંધી જાહેર થયા પછી ડિસેમ્બર-૨૦૧૬ અને તેના પછી મોટાપાયે ગરબડ થઈ હોવાનો આક્ષેપ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામજોધપુર પોલીસના ગઈકાલે પોરબંદરની કુતીયાણા પોલીસે તેમના વિસ્તારમાં બાઈક સાથે મોટર અથડાયા પછી મોટરમાંથી ઉતરેલા બે શખ્સોએ બાઈકચાલકની હત્યા નિપજાવી મોટરને જામજોધપુર તરફ મારી મૂકી હોવાનો મેસેજ આપતા જામજોધપુર પોલીસે વોચ ગોઠવી તે મોટર સાથે બંને શખ્સોને અટકાયતમાં લઈ કુતીયાણા પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ તથા એએસપી સંદીપ ચૌધરીની સૂચનાના પગલે આગામી લોકસભાની ચૂંટણીઓના અનુસંધાને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર સતર્ક નજર રાખવા માટે ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામજોધપુરના બગધરા ગામની યુવતીના લગ્ન રાજકોટના સુપેડી ગામમાં થયા પછી પતિ સહિત સાત સાસરીયાએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા તેણીએ પોલીસનું શરણ લીધું છે. જામજોધપુર તાલુકાના બગધરા ગામના સવીતાબેન ભીખાભાઈ બાબરીયા નામના ૨૮ વર્ષીય દલીત યુવતીના લગ્ન રાજકોટ જિલ્લાના સુપેડી ગામના કિશન રમણીકભાઈ કટારીયા સાથે થયા પછી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ પરિણીતાએ પતિ કિશન, સસરા રમણીકભાઈ નાથાભાઈ કટારીયા, સાસુ જયાબેન, મનિષાબેન કેતનભાઈ મકવાણા, મલીબેન ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક પરપ્રાંતિય મહિલા સત્તર દિવસ પહેલાં પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા જતા પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગર તાલુકાના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના ચોડેશીયા ગામના વતની મુનીરભાઈ ધોકલજી બેલીમ (ઉ.વ. ૫૦)ના પત્ની શરીફાબેન (ઉ.વ. ૪૭) ગઈ તા. ૮ના દિને પોતાના ઘેરથી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે. મજુરીકામે જવાનું કહી આ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના મયુરનગરમાં ગઈકાલે સાંજે દરોડો પાડી ચાર મહિલા તથા ત્રણ શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે જામજોધપુરમાંથી દસ શખ્સો તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે. જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલા મયુરનગરની શેરી નં. ૨માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ તેમજ વ્યક્તિઓ એકઠા થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના ખીમભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, નિર્મળસિંહ બી. જાડેજાને મળતા એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. શંકરટેકરીના સુભાષપરાની શેરી ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ કાલાવડના હરીપર મેવાસામાં રહેતા એક પટેલ પરિવારના મહિલાએ ઘરના રોજગારમાં પતિને મદદરૃપ થવાના આશયથી ખેતમજુરીએ કહેતા અને પતિએ ના પાડતા માઠું લાગી આવવાથી આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લેતા અરેરાટી પ્રસરી છે. કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અશ્વિનભાઈ સવદાસભાઈ અકબરી નામના પટેલ યુવાન પોતાના પરિવારના ગુજરાન માટે મજુરી કામ કરતા હતાં તેમ છતાં બે છેડા ભેગા થઈ શકતા ન હોય તેમના પત્ની લલીતાબેન (ઉ.વ. ૪૨)એ અવારનવાર પતિને પોતે ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના વામ્બેઆવાસ પાસે આવેલી એક વૃદ્ધની લાકડાની કેબીન મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ સળગાવી રૃા. અડધા લાખનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જુની માથાકુટનો ખાર રાખી આ કૃત્ય કરાયાનું જણાવાયું છે. જામનગરના વામ્બેઆવાસ પાછળ આવેલા રેલવે ફાટક નજીકના દેવનગરમાં રહેતા બાબુભાઈ વસતાભાઈ પડાયા નામના વૃદ્ધને થોડા દિવસ પહેલાં સાજણ વિરસીભાઈ પરમાર સાથે કોઈ બાબતે માથાકુટ થઈ હતી. આ બાબતનો ખાર રાખી ગઈ તા. ૧૬ની રાત્રે સાજણ તેમજ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલી ક્રિકેટ બંગલા શેરી નં. ૨માં રહેતા મીનાબેન દિલીપભાઈ સોલંકી (ઉ.વ. ૪૯) નામના પ્રૌઢાને છએક મહિનાથી હૃદયની બીમારી લાગુ પડી હતી. જેના કારણે ધબકારા ઓછા થઈ ગયા હતાં. આ મહિલાને ગઈકાલે બપોરે તકલીફ વધી જતા તેઓ બેશુદ્ધ બની ગયા હતાં. પુત્ર મેહુલભાઈએ માતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. વધુ વાંચો »

Mar 26, 2019
વાડીનાર તા. ૨૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા તાજેતરમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં લીકેજ થયેલી પાઈપલાઈનમાં આગ ફાટી નીકળે તો કરવાની થતી કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ગણતરીની મિનિટોમાં આટોપી તંત્રએ સર્તકતા દર્શાવી હતી. વાડીનારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા ગઈ તા. ૧૮-૩ના દિને યોજાયેલી મોકડ્રીલ પહેલાં જાહેર કરાયું હતું કે વાડીનારથી સલાયા વચ્ચેની પાથરવામાં આવેલી ઓઈલની પાઈપલાઈનમાં લીકેજ થઈ ગયું છે અને ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના વાડીનારના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી સાંઈઠ લીટર ડિઝલ કાઢી જતા પોલીસને ફરિયાદ કરાઈ છે. ખંભાળીયા તાલુકાના વાડીનારમાં દરબારપાડામાં વસવાટ કરતા અને ત્યાં આવેલી આઈઓસી કોલોની સામેના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી ગઈ તા. ૯ની રાત્રે કોઈ શખ્સો ૬૦ લીટર ડિઝલ કાઢી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ગુન્હો બન્યો તે રાત્રીએ કોઈ શખ્સો મકાનની કમ્પાઉન્ડ વોલ ટપી અંદર પ્રવેશ્યા પછી ડિઝલ ભરેલા કેરબામાંથી ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના સામોર ગામ પાસે ગઈકાલે બોલેરો જીપે પલટી મારતા કેટલાક મુસાફરો ઘવાયા હતાં. ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા સામોર ગામના પાટીયા પાસેથી ગઈકાલે પસાર થતી જીજે-૧૦-ટીટી-૫૫૧૦ નંબરની બોલેરોના ચાલક જામનગરવાળા રમેશ કરશનભાઈ ઓડીચના બેફીકરાઈ ભર્યા ડ્રાઈવીંગના કારણે જીપે પલટી મારી હતી. આ અકસ્માતમાં જામનગરના બાબુભાઈ નારણભાઈ અસ્વાર તથા અન્ય મુસાફરોને ઈજા થઈ છે. પોલીસે જીપચાલક રમેશભાઈ સામે ગુન્હો નોંધ્યો છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ-ર૦૧૯-ર૧ ના સત્ર માટે પ્રમુખ પદ તેમજ કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તા. ર૬-૩ ના ચૂંટણીની જાહેરાત, તા. ર-૪-૧૯ થી તા. ૩-૪-૧૯ સુધી સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ અને બપોરે ૩.૩૦ થી સાંજે પાંચ સુધી ફોર્મ મેળવી અને ભરીને સુપરત કરવાના રહેશે. ઉમેદવારોપત્રની ચકાસણી તા. ૩-૪-ર૦૧૯ ના સાંજે પ.૩૦ વાગ્યે થશે. ફોર્મ તા. ૬-૪-૧૯ ના પરત ખેંચી ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૪.પ ડીગ્રીએ પહોંચી ગયું છે. તેમજ મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીએ પહોંચી જતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હવે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલાર પંથકમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જામનગરમાં ગત્ તા. રપ-૩-૧૯ ના રોજ લઘુત્તમ તાપમાન ર૦.પ ડીગ્રી હતું જેમાં છેલ્લા ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૭ઃ મહાનગરપાલિકાને મિલકત વેરા અને પાણી વેરાની રકમ ભરપાઈ નહીં કરનારા ર૭ આસામીઓના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાઉસ ટેક્સ તથા વોટર ચાર્જની બાકી રહેતી રકમ માટે હાઉસ ટેક્સ શાખા દ્વારા અગાઉ વોરંટ અને અનુસૂચિ બજાવવામાં આવી હતી, છતાં રકમ ભરપાઈ નહીં કરનારા મિલકત ધારકોના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. જેમાં મુક્તાબેન જેરામભાઈ (રૃા. ૩૬,૭૭૧), ડાયાશંકર મોહનલાલ ભોગાયતા (રૃા. ૮૭,૧૬૩), ધનાભાઈ, ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક ક્રોસ કરતા એક યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયા હતાં. તેઓના બંને પગ કપાઈ ગયા છે. ઈજાગ્રસ્તને ૧૦૮એ સારવારમાં ખસેડ્યા હતાં. જામનગરના રેલવે સ્ટેશન રોડ પર નવા બનાવવામાં આવેલા ઓવરબ્રીજ નીચેના રેલવે ફાટક પરથી ગઈરાત્રે સાડા નવેક વાગ્યે બેડી નજીકના જોડીયાભુંગામાં રહેતા રફીકભાઈ બારીયા નામના યુવાન રેલવે ટ્રેક ક્રોસ કરતા હતાં ત્યારે અચાનક જ ટ્રેન આવી જતા રફીકભાઈ ટ્રેનના એન્જિનની હડફેટે આવી ગયા હતાં. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ આજે વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી પ્રાયોજીત, જામનગર મહાનગરપાલિકા તથા થિયેટર પીપલના સંયુક્ત ઉપક્રમે આજે તા. ર૬-૩-૧૯ ના રાત્રે ૯.૧પ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં બે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે. "અસતો મા સદ્ગમય" અને "પડી પટોળે ભાત" નામના નાટકો જામનગરની નાટ્ય અને કલાપ્રેમીને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજનો કાર્યક્રમ જાહેર જનતા માટે નિઃશુલ્ક કાર્યક્રમ છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના ગોવિદ તળાવ પાસે આવેલા ધરાનગરમાં ગઈકાલે બપોરે પૂર્વબાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જાહેરમાં વર્લીમટકાના આંકડા લેતા નાથાભાઈ જીણાભાઈ ડનેચા, જેસાભા નાંઢાભા માણેક તથા રામભાઈ કારૃભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોને પકડી પાડી રૃા. ૧૦,૫૪૫ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૃા. ૪૧,૫૪૫નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ ઓખા-હાવડા-ઓખા લીંક ટ્રેન ૩૧ માર્ચ સુધી રદ કરવામાં આવી છે.હાપા-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન કામ ચાલતું હોવાથી રેલ સેવાને અસર થવા પામી છે. અનેક ટ્રેનો પૂર્ણ રદ તથા આંશિક રદ કરવામાં આવી છે. તો અનેક ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે. તા. ર૭, ર૮ તથા ૩૧ ઓખા-હાવડા અને તા. ર૬, ર૯ ના હાવડા-ઓખા લીંક ટ્રેન રદ કરવામાં આવી છે. પોરબંદર-હાવડા એક્સપ્રેસ તથા હાવડા-પોરબંદર નિર્ધારીત સમયમાં ચાલશે. ફક્ત આ ટ્રેનમાં ઓખા-હાવડા-ઓખા લીંક એક્સપ્રેસમાં ઓખા તથા હાવડાથી જોડાનાર, બી-ર, એસ-૮ ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ નેશનલ કોન્ફરન્સના વડા ફારૃખ અબ્દુલ્લાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પર સવાલો ઊઠાવનારને રાષ્ટ્રદોહી ગણાવવા અયોગ્ય છે. તેમણે અયોધ્યા મુદ્દો પણ ઉછાળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા પછી નેશનલ કોન્ફરન્સ દ્વારા હવે ભાજપ પર શાબ્દિક પ્રહારો તેજ થઈ ગયા છે. પાર્ટીના વડા ફારૃખ અબ્દુલ્લાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૩૦૦ આતંકીઓ માર્યા ગયા હોય તો તે 'આંતરરાષ્ટ્રીય દૂર્ઘટના' ન ગણાય! તેમણે કહ્યું કે આ અંગે ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ મિલકત વેરાના કાયદા અને કોર્ટના ચૂકાદા વિરૃદ્ધની વેરા વસૂલાત સામે રજૂઆત કરવામાં આવી હતી જેના સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા નથી. જામનગરના પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ જોષીએ મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, શહેરના નવા વિસ્તારોમાં વેરાના બીલો નિયમ વિરૃદ્ધના આપવામાં આવ્યા છે. આ બાબતે નિમયમાં સુધારો જેની અમલવારી અમદાવાદ મહાનગરપાલિકામાં થાય છે. છ માસના બદલે આખા વર્ષમાં વેરાના બીલની એડવાન્સ ઉઘરાણી હવે ફરજ બેદરકારી દર્શાવે ... વધુ વાંચો »

Mar 26, 2019
ભાણવડ તા. ર૬ઃ ભાણવડના એક સમયના સૌરાષ્ટ્રના નં. નં. ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરકારની ઉદાસિનતાને કારણે આજે એ હદે દયનિય હાલત છે કે, ત્રણ ડોક્ટરની જગ્યાએ માંડ એક ડોક્ટરની સુવિધા આપવામાં આવી છે તે પણ ફરતાં ફરતાં! તેમાં પણ સોમવારના તો હદ જ થઈ ગઈ! ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી દર્દીઓની ભીડ લાગી હતી ત્યારે આ સામૂહિક કેન્દ્રના એકમાત્ર ડો. અનુપ જયસ્વાલને કોઈ અગત્યની મિટિંગ હોઈ, ઉચ્ચ સ્તરેથી તેડું આવતા મિટિંગ એટેન્ડ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા. ર૩ એપ્રિલ ર૦૧૯ ના થનાર છે. આ ચૂંટણીમાં મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય અને સમગ્ર જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા કલમ ૧૪૪ હેઠળ ૪ કરતા વધારે વ્યક્તિઓને એકઠા થવા પર, ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા કે બોલાવવા પર, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ સરકારી નોકરીમાં ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ સમગ્ર ભારતમાં વસતા બારાઈ પરિવાર માટે સ્નેહમિલન સહિતના કાર્યક્રમ બારાઈ પરિવારના કુળદેવતાની જગ્યાએ ઓખામાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૭.૪.ર૦૧૯ ને રવિવારે સવારે ૮ વાગ્યે ગાયત્રી હવન, ૧૦.૩૦ વાગ્યે સ્નેહમિલન, ૧ર વાગ્યે બિડુ હોમાશે. બપોરે ૧ર.૩૦ વાગ્યે મહાપ્રસાદ ખારવા સમાજની વાડી, નવી બજાર, ઓખામાં રાખવામાં આવ્યો છે. આ તકે બારાઈ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સર્વે બારાઈ પરિવારજનોને આ કાર્યક્રમમાં જોડાવા સમસ્ત બારાઈ કુટુંબના વૈશ્વિક પ્રમુખ મનસુખભાઈ બારાઈનીએ જણાવ્યું છે. વધુ વિગત ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમ્યાન ૧૬ વર્ષની એક તરૃણી પર તેણીના સગા પિતાએ અવાર-નવાર દુસકર્મ ગુજાર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે. આટલા મહિનાઓ સુધી હેવાન બાપના દુષ્કૃત્યનો ભોગ બનતી રહેલી તરૃણીએ આખરી કંટાળીને માતાને વાકેફ કર્યા પછી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનમાં તેની ફરીયાદ નોંધાવાઈ છે. વધુ વાંચો »

Mar 26, 2019
અમદાવાદ તા. ર૬ઃ ભારતીય જનતા પક્ષમાં લોકસભા ચૂંટણીની ઉમેદવારીના મુદ્દે વિવિધ સ્થળે ભડકો થતા ગુજરાત પ્રભારી ગુજરાતમાં દોડી આવ્યા છે. ભારતીય જનતા પક્ષે ૧પ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી વિવિધ સ્થળે ભડકો થયો છે અને જ્યાં ઉમેદવારો જાહેર થયા નથી ત્યાં પણ આક્રમક રીતે ટિકિટ વાંચ્છુઓ લોબીંગ કરી રહ્યા છે. આ કારણે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર તત્કાળ ગુજરાત દોડી આવ્યા છે. ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કરીને અમદાવાદના કમલમ્માં ગઈકાલે મોડી રાત્રિ સુધી બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. પાટણ, આણંદ, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદર બેઠકો માટે હજુ પણ મડાગાંઠ યથાવત્ રહી ... વધુ વાંચો »

Mar 26, 2019
લખનૌ  તા. ર૬ઃ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નેતાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાએ ભાજપના નેતૃત્વ પર શાબ્દિક કટાક્ષ કર્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રવક્તા આઈ.પી. સિંહને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, 'દો ગુજરાતી ઠગ હિન્દી હૃદયસ્થલ, હિન્દીભાષીઓ પર કબજાના કે પાંચ વર્ષ સે બેવકૂફ બનતા રહે થે'. આઈ.પી. સિંહે એમ પણ ઉમેર્યું હતું કે 'હમને 'પ્રધાનમંત્રી' ચૂને હૈ યા પ્રચારમંત્રી' અપને આધિકારિક ટ્વિટર એકાઉન્ટ સે દેશ કા ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેકટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. આથી અનેક ટ્રેનો પ્રભાવિત થવા પામી છે. પરિણામે પ૭૦૦ થી વધુ ટિકિટો કેન્સલ થતા રૃપિયા ૧૮ લાખથી વધુ રકમનું રેલવે દ્વારા રિફંડ  ચૂકવવામાં આવ્યું છે. હાપા-રાજકોટ રેલવે લાઈન ઉપર ઈલેક્ટ્રીફિકેશનનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જે લગભગ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. પરિણામે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ર૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. ૧૬ ટ્રેનોને આંશિક રૃપથી રદ કરવામાં આવી છે તો ર૭ ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે. આમ અનેક ટ્રેનોની અવર-જવર ઉપર વિપરીત અસર થવા પામતા ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ લાલકૃષ્ણ અડવાણી પછી હવે ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષીની ટિકિટ પણ કપાઈ જતાં તેઓ નારાજ થયા છે. આ બન્ને દિગ્ગજ નેતાઓએ ભાજપને શુન્યમાંથી સર્જન કરીને મજબૂત  બનાવવા માટે પાયાના પ્રયાસો કર્યા હતાં. આ દિગ્ગજોને સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ નહીં સમાવાતા અસંતોષનો ચરૃ ઉકળવા લાગયો છે. લોકસભા ચૂંટણી ર૦૧૯ માં જીત મેળવવા માટે બીજેપી મજબૂત ઉમેદવારોને જ ટિકિટ આપી રહી છે, પરંતુ આ કારણથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ નારાજ છે. માનવામાં આવે છે કે, પાર્ટીએ આ વખતે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. આ ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ હુર્રિયતના ૧૧ અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરી લેવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નેતાઓ પર હાફિઝ સૈયદે કરેલા ટેરર ફંડીંગમાંથી કરોડોની પ્રોપર્ટી ઊભી કરી હોવાનો આરોપ છે. ટેરર ફંડીંગ મામલે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડીંગ મામલામાં સામેલ ૧૧ અલગતાવાદી નેતાઓ સરકારના નિશાને છે. આ નેતાઓ પર આતંક ફંડીંગ દ્વારા કરોડો રૃપિયાની પ્રોપર્ટી બનાવવાનો આરોપ છે. જેમાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ પણ સામેલ છે. પાકિસ્તાન ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' થિયેટરમાં લગાવવાને આચારસંહિતાનો ભંગ ગણાવીને તેને મોડી રિલિઝ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ફાયદો ઊઠાવવા માટે આ ફિલ્મ પાંચમી એપ્રિલથી થિયેટરમાં બતાવવાની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસના કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, રણદીપ સુરજેવાલા વિગેરે નેતાઓએ આ માટે ચૂંટણી પંચના અધિકારીઓને મળનીે રજૂઆત કરી છે. આ પહેલા ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ પણ આ જ પ્રકારની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે. વિપક્ષોએ અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થતા સુધી આ ફિલ્મ અટકાવવાની માંગણી કરી છે. આ ફિલ્મમાં ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેર કરેલી 'ન્યાય' યોજના અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એવો ખુલાસો કર્યો છે કે, ગરીબીની રેખા હેઠળ જીવતા પરિવારોની માત્ર મહિલાઓના ખાતામાં જ વાર્ષિક રૃા. ૭ર,૦૦૦ ની મર્યાદામાં મળવાપાત્ર રકમ જમા થશે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તે વધારે રસપ્રદ થઈ રહી છે. રાજકીય પક્ષો જીત મેળવવા માટે દરેક પ્રકારની રાજકીય રમત રમી રહ્યા છે. આ દરમિયાન બીજેપીને ટક્કર આપવા કોંગ્રેસે પણ વાયદો કર્યો છે કે, જો તેમની કોંગ્રેસ સરકાર બનશે તો દેશની ર૦ ટકા ગરીબ જનતાને મહત્તમ વાર્ષિક ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામજોધપુર પોલીસના ગઈકાલે પોરબંદરની કુતીયાણા પોલીસે તેમના વિસ્તારમાં બાઈક સાથે મોટર અથડાયા પછી મોટરમાંથી ઉતરેલા બે શખ્સોએ બાઈકચાલકની હત્યા નિપજાવી મોટરને જામજોધપુર તરફ મારી મૂકી હોવાનો મેસેજ આપતા જામજોધપુર પોલીસે વોચ ગોઠવી તે મોટર સાથે બંને શખ્સોને અટકાયતમાં લઈ કુતીયાણા પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ તથા એએસપી સંદીપ ચૌધરીની સૂચનાના પગલે આગામી લોકસભાની ચૂંટણીઓના અનુસંધાને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર સતર્ક નજર રાખવા માટે પેટ્રોલીંગ શરૃ કરવામાં આવ્યું છે. તે દરમ્યાન ગઈકાલે પોરબંદર જિલ્લાના કુતીયાણા પોલીસ સ્ટેશન દ્વારા મેસેજ પાઠવવામાં આવ્યો હતો કે કુતીયાણા ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગેસ પાર્ટીમાં બુઝુર્ગોનું સન્માન થાય છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી સુખરામનું નામ ટેલિકોમ  ગોટાળામાં આવ્યા પછી તેઓને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતાં. તે પછી તેમણે હિમાચલ વિકાસ કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, અને ચૂંટણીઓ પછી ભાજપા સાથે ગઠબંધન કર્યું હતું, અને સરકારમાં સામેલ પણ થયા હતાં. વર્ષ ર૦૦૪ ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાં પૂનઃ પ્રવેશ મેળવ્યો હતો. તે પછી વર્ષ ર૦૧૭ માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતાં. હિમાચલ પ્રદેશના મંડીથી વર્ષ ૧૯૬ર થી ૧૯૮૪ ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ સમાજવાદી પાર્ટીના નેતા અને પ્રસિદ્ધ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાઈ ગયા છે. જયાપ્રદા સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હીમાં આજે વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો. વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ૨૬ઃ ત્રણ આફ્રિકન દેશો મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને માલાવીમાં ગત શુક્રવારથી ત્રાટકેલાં ઈદાઈ વાવાઝોડાંના કારણે ચારે તરફ મહાવિનાશનો નજારો જોવા મળે છે. વાવાઝોડામાં બચેલા લોકોનું કહેવું છે કે, સ્થિતિ હવે વધુ દયનીય અને ડરામણી બની છે. અમે ચારેતરફ પાણી સિવાય કંઈજ જોઈ નથી શકતા. પાણીમાં ઝેરી સાપ તરતાં જોવા મળે છે. સાઉથ આફ્રિકાની ઓથોરિટીએ કહ્યું કે, આ સદીનું સૌથી ભયાનક વાવાઝોડું છે જેમાં મૃત્યુઆંક ૧૦૦૦ થી વધુ થઈ શકે છે. આ વાવાઝોડામાં બચેલા લોકોને તાત્કાલિક મદદની સાથે ખોરાક, મકાન અને હેલ્થકેરની જરૃર છે. મોઝામ્બિકમાં રાહત અભિયાન હેઠળ ભારતીય નૌકાદળે ૧૯૨ થી વધુ લોકોને સુરક્ષિત ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૭ઃ મહાનગરપાલિકાને મિલકત વેરા અને પાણી વેરાની રકમ ભરપાઈ નહીં કરનારા ર૭ આસામીઓના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાઉસ ટેક્સ તથા વોટર ચાર્જની બાકી રહેતી રકમ માટે હાઉસ ટેક્સ શાખા દ્વારા અગાઉ વોરંટ અને અનુસૂચિ બજાવવામાં આવી હતી, છતાં રકમ ભરપાઈ નહીં કરનારા મિલકત ધારકોના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. જેમાં મુક્તાબેન જેરામભાઈ (રૃા. ૩૬,૭૭૧), ડાયાશંકર મોહનલાલ ભોગાયતા (રૃા. ૮૭,૧૬૩), ધનાભાઈ, કારાભાઈ મારૃ (રૃા. ૩૭,૧૬૬), ભોલાભાઈ પીઠાભાઈ વારોતરિયા (રૃા. ૩૦,૬૬૯), કાળુભા ભૂપતસિંહ ચાવડા (રૃા. રર,૮રર), સુરેશભાઈ કોઠારી (રૃા. ર૦,૭૮૮), માનસીભાઈ ડી. ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા. ર૩ એપ્રિલ ર૦૧૯ ના થનાર છે. આ ચૂંટણીમાં મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય અને સમગ્ર જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા કલમ ૧૪૪ હેઠળ ૪ કરતા વધારે વ્યક્તિઓને એકઠા થવા પર, ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા કે બોલાવવા પર, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૃએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દોળ જેવા કે, ગૃહ રક્ષા દળ, ગ્રામ ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા.૨૬ઃ લોકસભાની ચૂંટણીમાં આ વખતે આંદોલનો કે છાત્ર રાજનીતિમાંથી ઉભરેલા કેટલાક યુવા નેતાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપતા કદાવર નેતાઓ સામે પડકાર ઉભો થયો છે. નવાદાના બદલે બેગુસરાયથી ટિકિટ મળતા કેન્દ્રિય મંત્રી ગિરીરાજસિંહ બળાપો કાઢી રહ્યા છે, તેની પાછળનું કારણ તેની સામે કન્હૈયાકુમાર ઉમેદવારી કરી રહ્યા હોવાથી પરાજયનો ભય પણ હોઈ શકે છે. લોકસભાની ચૂંટણી હવે વધુને વધુ રોમાંચક બની રહી છે, તો વિચિત્ર પ્રકારના શબ્દ પ્રયોગો અને કટાક્ષો સાથે થતા નિવેદનો અને ભાષણોના કારણે ચૂંટણી રોચક પણ બની રહી છે. હવે અપશબ્દ કે અસભ્ય ભાષા કોને ગણવી તેવો સવાલ પણ ઉઠી ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ૨૬ઃ કોંગ્રેસે આજે એક પ્રેસકોન્ફરન્સ યોજીને નોટબંધીથી ભાજપને ફાયદો થયો હોવાનો અને 'ચોકીદારોએ' મોટાપાયે ગરબડ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગી નેતા કપિલ સિબ્બલે એક ૩૧ મિનિટનો વીડિયો લોકોને બતાવાશે, તેવી જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં નોટબંધી પછી કેવી કેવી ગરબડો થઈ હતી. તે દર્શાવાયું હોવાનો દાવો કરાયો છે. નોટબંધી જાહેર થયા પછી ડિસેમ્બર-૨૦૧૬ અને તેના પછી મોટાપાયે ગરબડ થઈ હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસએ કહ્યું છે કે ચોકીદારોએ દેશ સાથે ગદારી કરી છે. આ અંગે વિશેષ વિગતોની રાહ જોવાઈ રહી છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક પરપ્રાંતિય મહિલા સત્તર દિવસ પહેલાં પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા જતા પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગર તાલુકાના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મૂળ રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના ચોડેશીયા ગામના વતની મુનીરભાઈ ધોકલજી બેલીમ (ઉ.વ. ૫૦)ના પત્ની શરીફાબેન (ઉ.વ. ૪૭) ગઈ તા. ૮ના દિને પોતાના ઘેરથી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે. મજુરીકામે જવાનું કહી આ મહિલા પોતાના મકાનની ચાવી પાડોશીને આપી નીકળી ગયા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા ઉપરોક્ત તસ્વીરવાળા મહિલાના પતિએ પોલીસમાં ગુમ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના મયુરનગરમાં ગઈકાલે સાંજે દરોડો પાડી ચાર મહિલા તથા ત્રણ શખ્સોને જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે જામજોધપુરમાંથી દસ શખ્સો તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે. જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલા મયુરનગરની શેરી નં. ૨માં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ તેમજ વ્યક્તિઓ એકઠા થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના ખીમભાઈ ભોચીયા, લાભુભાઈ ગઢવી, નિર્મળસિંહ બી. જાડેજાને મળતા એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. શંકરટેકરીના સુભાષપરાની શેરી નં. ૨માં રહેતા મંજુબેન મનસુખભાઈ કોળી ઉર્ફે પુગીબેન, નલીનીબેન ઉર્ફે નર્મદાબેન બાબુભાઈ પટેલ, મયુરનગર ૬માં રહેતા રસીલાબેન કિશોરભાઈ કોળી, ગણેશ ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ-ર૦૧૯-ર૧ ના સત્ર માટે પ્રમુખ પદ તેમજ કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તા. ર૬-૩ ના ચૂંટણીની જાહેરાત, તા. ર-૪-૧૯ થી તા. ૩-૪-૧૯ સુધી સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ અને બપોરે ૩.૩૦ થી સાંજે પાંચ સુધી ફોર્મ મેળવી અને ભરીને સુપરત કરવાના રહેશે. ઉમેદવારોપત્રની ચકાસણી તા. ૩-૪-ર૦૧૯ ના સાંજે પ.૩૦ વાગ્યે થશે. ફોર્મ તા. ૬-૪-૧૯ ના પરત ખેંચી શકાશે. ઉમેદવારોની યાદીની જાહેરાત તા. ૯-૪-૧૯ ના થશે. તા. ૧પ-૪-૧૯ ના સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ધીરૃભાઈ અંબાણી, ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ આજે વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી પ્રાયોજીત, જામનગર મહાનગરપાલિકા તથા થિયેટર પીપલના સંયુક્ત ઉપક્રમે આજે તા. ર૬-૩-૧૯ ના રાત્રે ૯.૧પ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં બે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે. "અસતો મા સદ્ગમય" અને "પડી પટોળે ભાત" નામના નાટકો જામનગરની નાટ્ય અને કલાપ્રેમીને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજનો કાર્યક્રમ જાહેર જનતા માટે નિઃશુલ્ક કાર્યક્રમ છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના વામ્બેઆવાસ પાસે આવેલી એક વૃદ્ધની લાકડાની કેબીન મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ સળગાવી રૃા. અડધા લાખનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જુની માથાકુટનો ખાર રાખી આ કૃત્ય કરાયાનું જણાવાયું છે. જામનગરના વામ્બેઆવાસ પાછળ આવેલા રેલવે ફાટક નજીકના દેવનગરમાં રહેતા બાબુભાઈ વસતાભાઈ પડાયા નામના વૃદ્ધને થોડા દિવસ પહેલાં સાજણ વિરસીભાઈ પરમાર સાથે કોઈ બાબતે માથાકુટ થઈ હતી. આ બાબતનો ખાર રાખી ગઈ તા. ૧૬ની રાત્રે સાજણ તેમજ તેના માસીના દીકરા બીરજુ અને ગુડીબેન વિરજીભાઈ પરમારે દેવનગર પાસે આવેલી બાબુભાઈની લાકડાની કેબીનમાં આગ લગાડી દીધી હતી. જેના કારણે ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના વાડીનારના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી સાંઈઠ લીટર ડિઝલ કાઢી જતા પોલીસને ફરિયાદ કરાઈ છે. ખંભાળીયા તાલુકાના વાડીનારમાં દરબારપાડામાં વસવાટ કરતા અને ત્યાં આવેલી આઈઓસી કોલોની સામેના એક મકાનમાં રાખવામાં આવેલા ડિઝલના જથ્થામાંથી ગઈ તા. ૯ની રાત્રે કોઈ શખ્સો ૬૦ લીટર ડિઝલ કાઢી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ગુન્હો બન્યો તે રાત્રીએ કોઈ શખ્સો મકાનની કમ્પાઉન્ડ વોલ ટપી અંદર પ્રવેશ્યા પછી ડિઝલ ભરેલા કેરબામાંથી રૃા. ૪૦૮૦ની કિંમતનો ડિઝલ કાઢી ગયા હતાં. વાડીનાર મરીન પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૭૯, ૧૧૪, ૪૪૭ હેઠળ ગુન્હો નોંધ્યો ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના સામોર ગામ પાસે ગઈકાલે બોલેરો જીપે પલટી મારતા કેટલાક મુસાફરો ઘવાયા હતાં. ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા સામોર ગામના પાટીયા પાસેથી ગઈકાલે પસાર થતી જીજે-૧૦-ટીટી-૫૫૧૦ નંબરની બોલેરોના ચાલક જામનગરવાળા રમેશ કરશનભાઈ ઓડીચના બેફીકરાઈ ભર્યા ડ્રાઈવીંગના કારણે જીપે પલટી મારી હતી. આ અકસ્માતમાં જામનગરના બાબુભાઈ નારણભાઈ અસ્વાર તથા અન્ય મુસાફરોને ઈજા થઈ છે. પોલીસે જીપચાલક રમેશભાઈ સામે ગુન્હો નોંધ્યો છે. વધુ વાંચો »

Mar 26, 2019
ભાણવડ તા. ર૬ઃ ભાણવડના એક સમયના સૌરાષ્ટ્રના નં. નં. ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરકારની ઉદાસિનતાને કારણે આજે એ હદે દયનિય હાલત છે કે, ત્રણ ડોક્ટરની જગ્યાએ માંડ એક ડોક્ટરની સુવિધા આપવામાં આવી છે તે પણ ફરતાં ફરતાં! તેમાં પણ સોમવારના તો હદ જ થઈ ગઈ! ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી દર્દીઓની ભીડ લાગી હતી ત્યારે આ સામૂહિક કેન્દ્રના એકમાત્ર ડો. અનુપ જયસ્વાલને કોઈ અગત્યની મિટિંગ હોઈ, ઉચ્ચ સ્તરેથી તેડું આવતા મિટિંગ એટેન્ડ કરવા ચાલ્યા ગયા હતાં. ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જામનગરથી એમબીબીએસ ડો. ધરતીબેન કાનાણી આવ્યા હતાં. એક તરફ દર્દીઓની સતત વધતી ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામજોધપુરના બગધરા ગામની યુવતીના લગ્ન રાજકોટના સુપેડી ગામમાં થયા પછી પતિ સહિત સાત સાસરીયાએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા તેણીએ પોલીસનું શરણ લીધું છે. જામજોધપુર તાલુકાના બગધરા ગામના સવીતાબેન ભીખાભાઈ બાબરીયા નામના ૨૮ વર્ષીય દલીત યુવતીના લગ્ન રાજકોટ જિલ્લાના સુપેડી ગામના કિશન રમણીકભાઈ કટારીયા સાથે થયા પછી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ પરિણીતાએ પતિ કિશન, સસરા રમણીકભાઈ નાથાભાઈ કટારીયા, સાસુ જયાબેન, મનિષાબેન કેતનભાઈ મકવાણા, મલીબેન નાથાભાઈ કટારીયા, સુનિતાબેન જયેશભાઈ વિંઝુડા તથા પાર્વતીબેન પંકજભાઈ ડાભીએ નાનીનાની બાબતોમાં મેણાટોણા મારી એકબીજાને ચડામણી કરી પતિ પાસે માર ખવડાવ્યો ... વધુ વાંચો »

Mar 26, 2019
નવી દિલ્હી તા. ર૬ઃ નેશનલ કોન્ફરન્સના વડા ફારૃખ અબ્દુલ્લાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પર સવાલો ઊઠાવનારને રાષ્ટ્રદોહી ગણાવવા અયોગ્ય છે. તેમણે અયોધ્યા મુદ્દો પણ ઉછાળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા પછી નેશનલ કોન્ફરન્સ દ્વારા હવે ભાજપ પર શાબ્દિક પ્રહારો તેજ થઈ ગયા છે. પાર્ટીના વડા ફારૃખ અબ્દુલ્લાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૩૦૦ આતંકીઓ માર્યા ગયા હોય તો તે 'આંતરરાષ્ટ્રીય દૂર્ઘટના' ન ગણાય! તેમણે કહ્યું કે આ અંગે સવાલો ઊઠાવનારને રાષ્ટ્રદ્રોહી ગણાવવા યોગ્ય નથી. ગઈકાલે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક કાર્યક્રમ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્વાઈન ફ્લૂના રોગચાળાએ ખતરનાક ભરડો લીધો છે, અને નિયમિત રીતે એક-બે દર્દીઓ સ્વાઈન ફ્લૂના કારણે મરણ પામી રહ્યા છે. સ્વાઈન ફ્લૂ રોગચાળો આટલો વ્યાપક રીતે ફેલાઈ કઈ રીતે રહ્યો છે, તે અંગે સરકારે ક્યારેય ચિંતા કે દરકાર કરી હોય તેમ જણાતું  જ નહીં. એટલું જ નહીં સ્વાઈ ફલૂના પરીક્ષણ અને તેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સારવારમાં પણ કોઈને કોઈ કચાશ રહેતી હોય તેમ સારવાર લઈ રહેલા દર્દીના પણ મરણ થઈ રહ્યા છે. દેશના સીમાડાઓ પરના આતંકવાદને ખતમ કરવા ભારતીય સેના ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના ગોવિદ તળાવ પાસે આવેલા ધરાનગરમાં ગઈકાલે બપોરે પૂર્વબાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જાહેરમાં વર્લીમટકાના આંકડા લેતા નાથાભાઈ જીણાભાઈ ડનેચા, જેસાભા નાંઢાભા માણેક તથા રામભાઈ કારૃભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોને પકડી પાડી રૃા. ૧૦,૫૪૫ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૃા. ૪૧,૫૪૫નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ ઓખા-હાવડા-ઓખા લીંક ટ્રેન ૩૧ માર્ચ સુધી રદ કરવામાં આવી છે.હાપા-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન કામ ચાલતું હોવાથી રેલ સેવાને અસર થવા પામી છે. અનેક ટ્રેનો પૂર્ણ રદ તથા આંશિક રદ કરવામાં આવી છે. તો અનેક ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે. તા. ર૭, ર૮ તથા ૩૧ ઓખા-હાવડા અને તા. ર૬, ર૯ ના હાવડા-ઓખા લીંક ટ્રેન રદ કરવામાં આવી છે. પોરબંદર-હાવડા એક્સપ્રેસ તથા હાવડા-પોરબંદર નિર્ધારીત સમયમાં ચાલશે. ફક્ત આ ટ્રેનમાં ઓખા-હાવડા-ઓખા લીંક એક્સપ્રેસમાં ઓખા તથા હાવડાથી જોડાનાર, બી-ર, એસ-૮ તથા એસ-૯ કોચ જોડાશે નહીં. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ મિલકત વેરાના કાયદા અને કોર્ટના ચૂકાદા વિરૃદ્ધની વેરા વસૂલાત સામે રજૂઆત કરવામાં આવી હતી જેના સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા નથી. જામનગરના પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ જોષીએ મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, શહેરના નવા વિસ્તારોમાં વેરાના બીલો નિયમ વિરૃદ્ધના આપવામાં આવ્યા છે. આ બાબતે નિમયમાં સુધારો જેની અમલવારી અમદાવાદ મહાનગરપાલિકામાં થાય છે. છ માસના બદલે આખા વર્ષમાં વેરાના બીલની એડવાન્સ ઉઘરાણી હવે ફરજ બેદરકારી દર્શાવે છે. નાણાકીય વર્ષ પૂરૃં થયા પછી ખાસ નોટીસથી વેરો ઉઘરાવી શકાય નહીં. વેરા વસૂલાત વોરંટ બજાવતા પહેલા નિયમની અગગણના થાય ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ કાલાવડના હરીપર મેવાસામાં રહેતા એક પટેલ પરિવારના મહિલાએ ઘરના રોજગારમાં પતિને મદદરૃપ થવાના આશયથી ખેતમજુરીએ કહેતા અને પતિએ ના પાડતા માઠું લાગી આવવાથી આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લેતા અરેરાટી પ્રસરી છે. કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અશ્વિનભાઈ સવદાસભાઈ અકબરી નામના પટેલ યુવાન પોતાના પરિવારના ગુજરાન માટે મજુરી કામ કરતા હતાં તેમ છતાં બે છેડા ભેગા થઈ શકતા ન હોય તેમના પત્ની લલીતાબેન (ઉ.વ. ૪૨)એ અવારનવાર પતિને પોતે પણ કંઈક કામ કરે તો? તેમ કહ્યું હતું. જેમતેમ કહી વ્યવસ્થિત રીતે પેટીયું રળી શકાય તે માટે ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક ક્રોસ કરતા એક યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયા હતાં. તેઓના બંને પગ કપાઈ ગયા છે. ઈજાગ્રસ્તને ૧૦૮એ સારવારમાં ખસેડ્યા હતાં. જામનગરના રેલવે સ્ટેશન રોડ પર નવા બનાવવામાં આવેલા ઓવરબ્રીજ નીચેના રેલવે ફાટક પરથી ગઈરાત્રે સાડા નવેક વાગ્યે બેડી નજીકના જોડીયાભુંગામાં રહેતા રફીકભાઈ બારીયા નામના યુવાન રેલવે ટ્રેક ક્રોસ કરતા હતાં ત્યારે અચાનક જ ટ્રેન આવી જતા રફીકભાઈ ટ્રેનના એન્જિનની હડફેટે આવી ગયા હતાં. તોતીંગ ટક્કર વાગતા ફંગોળાયેલા રફીકભાઈના બંને પગ ટ્રેનના પૈડા હેઠળ કચડાઈ જવા પામ્યા હતાં. આ અકસ્માતની કોઈએ ૧૦૮ને ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગરમાં ગઈકાલની સરખામણીે આજે સ્વાઈન ફ્લૂનો કહેર ઘટયો હતો. બે દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે નવા બે શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમનાં જરૃરી પરીક્ષણ કરાવવામાં આવ્યા છે. છેલ્લા લગભગ ત્રણેક માસથી સ્વાઈન ફ્લૂનાં રોગચાળાએ જામનગરમાં હાહાકાર મચાવતા લોકો ગભરાઈ ગયા છે. દરમ્યાન ગઈકાલની સ્થિતિએ દસ દર્દીઓ સારવાર હેઠળ હતાં તેમાંથી બે દર્દીઓને રજા આપવામાં આવતા હાલ આઠ દર્દીઓ સારવાર હેઠ છે.  વધુ વાંચો »

Mar 26, 2019
વાડીનાર તા. ૨૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા તાજેતરમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં લીકેજ થયેલી પાઈપલાઈનમાં આગ ફાટી નીકળે તો કરવાની થતી કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ગણતરીની મિનિટોમાં આટોપી તંત્રએ સર્તકતા દર્શાવી હતી. વાડીનારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા ગઈ તા. ૧૮-૩ના દિને યોજાયેલી મોકડ્રીલ પહેલાં જાહેર કરાયું હતું કે વાડીનારથી સલાયા વચ્ચેની પાથરવામાં આવેલી ઓઈલની પાઈપલાઈનમાં લીકેજ થઈ ગયું છે અને તેમાં આગ લાગી છે. ઉપરોક્ત અહેવાલ અપાતા જ ખંભાળીયાના ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, જિલ્લાના અધિકારીઓ, સીઆઈએસએફના જવાનો, સ્થાનિક પોલીસનો કાફલો, ખંભાળીયાથી સ્વાસ્થ્ય ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૪.પ ડીગ્રીએ પહોંચી ગયું છે. તેમજ મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીએ પહોંચી જતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હવે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલાર પંથકમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જામનગરમાં ગત્ તા. રપ-૩-૧૯ ના રોજ લઘુત્તમ તાપમાન ર૦.પ ડીગ્રી હતું જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩.પ ડીગ્રીનો વધારો થયો છે. તથા ગત્ તા. ર૧-૩-૧૯ ના રોજ મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી હતું. જેમાં અત્યાર ... વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ર૬ઃ સમગ્ર ભારતમાં વસતા બારાઈ પરિવાર માટે સ્નેહમિલન સહિતના કાર્યક્રમ બારાઈ પરિવારના કુળદેવતાની જગ્યાએ ઓખામાં યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૭.૪.ર૦૧૯ ને રવિવારે સવારે ૮ વાગ્યે ગાયત્રી હવન, ૧૦.૩૦ વાગ્યે સ્નેહમિલન, ૧ર વાગ્યે બિડુ હોમાશે. બપોરે ૧ર.૩૦ વાગ્યે મહાપ્રસાદ ખારવા સમાજની વાડી, નવી બજાર, ઓખામાં રાખવામાં આવ્યો છે. આ તકે બારાઈ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સર્વે બારાઈ પરિવારજનોને આ કાર્યક્રમમાં જોડાવા સમસ્ત બારાઈ કુટુંબના વૈશ્વિક પ્રમુખ મનસુખભાઈ બારાઈનીએ જણાવ્યું છે. વધુ વિગત માટે મનસુખભાઈ બારાઈ મો. ૯૮ર૪ર ૧૮ર૪૧ અથવા અનુપમભાઈ બારાઈ મો. ૯૮ર૪ર રર૦૬ર નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૬ઃ જામનગરના ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલી ક્રિકેટ બંગલા શેરી નં. ૨માં રહેતા મીનાબેન દિલીપભાઈ સોલંકી (ઉ.વ. ૪૯) નામના પ્રૌઢાને છએક મહિનાથી હૃદયની બીમારી લાગુ પડી હતી. જેના કારણે ધબકારા ઓછા થઈ ગયા હતાં. આ મહિલાને ગઈકાલે બપોરે તકલીફ વધી જતા તેઓ બેશુદ્ધ બની ગયા હતાં. પુત્ર મેહુલભાઈએ માતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. વધુ વાંચો »

Mar 26, 2019
જામનગર તા. ૨૨ઃ જામનગરની લોકસભાની બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે જેમનું નામ લગભગ નક્કી જણાય છે. તેવા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર હું લોકસભાની ચૂંટણી ન લડી શકું તે માટે કાનૂની કાવાદાવા કરી રહી છે. એક યુવાન રાજકારણમાં આગળ વધી રહ્યો છે ત્યારે તેને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ સરકારની નીતિરીતિ યુવા વર્ગ વિરોધી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગર ... વધુ વાંચો »

અર્ક

  • ચિંતા કરવાથી અને બીજાને દોષિત ઠેરવવાથી કશું મળતું નથી. ફરિયાદ કરનારા લોકો જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતા નથી.

કાર્ટૂન કોર્નર

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ધાર્યા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

જાહેર-સંસ્થાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપની ગણતરી મુજબનું કામ કરી શકો. શુભ રંગઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપે તન-મન-ધન અને વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. નાણાકીય કામમાં સાવધાની રાખવી. શુભ રંગઃ દુધિયા ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાનુકૂળતા-પ્રગતિ જણાય. અગત્યના કાર્ય અંગે મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે. શુભ રંગઃ મરૃન - શુભ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કામને પૂરૃં કરવા દોડધામ કરવી પડે. શુભ રંગઃ બ્રાઉન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. કામકાજમાં આકસ્મિક સરળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. શુભ રંગઃ કેસરી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

કોર્ટ-કચેરીના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ-વ્યય થતો જણાય. શુભ રંગઃ ગ્રે - શુભ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપ આપના કામમાં વ્યસ્ત રહી શકો. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા-પ્રગતિ થતી જણાય. શુભ રંગઃ સફેદ - શુભ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાની સાથે સામાજીક-વ્યવહારિક કામમાં આપે સતત વ્યસ્ત રહેવાનું બને. શ્રમ-થાક અનુભવાય. શુભ રંગઃ લાલ - શુભ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. ઉપરી વર્ગ-સહ કાર્યકર વર્ગના સાથ-સહકારથી કાર્યનો ઉકેલ આવે. શુભ રંગઃ પીળો - ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધામાં વિલંબમાં-રૃકાવટમાં અટવાઈ પડેલા કામનો આપની આવડત-અનુભવના આધારે ઉકેલાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮ વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સીઝનલ ધંધામાં હરિફ વર્ગનો, ઈર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ-શ્રમ રહે. શુભ રંગઃ ગુલાબી ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે શુભ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે પ્રગતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે વ્યાવસાયિક ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે પરિશ્રમ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે નસીબનો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરાવતું સપ્તાહ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે નફા-નુક્સાનનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત