બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

તંત્રી લેખ

મોદી સરકાર નાણાકીય તંગી અનુભવી રહી હોવાથી એક તરફ તો સરકારી મિલકતો તેમજ એર ઈન્ડિયા જેવા સરકાર હસ્તકના એકમોના લિલામ થઈ રહ્યાં છે, તો બીજી તરફ આવક વધારવા માટે ટેક્સના પઠાણી ઉઘરાણાં શરૃ થયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટર ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા વેપારીઓ પર જીએસટીને લઈને સકંજો કસવામાં આવ્યો છે, અને બે હજાર જેટલા વેપારીઓનું જીએસટીનું રૃા. ૪૦ હજાર કરોડનું રીફંડ અટકાવી દેવાતા દેકારો મચી ગયો છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ બચાવવા રાતોરાત નવી કંપનીઓ ખોલીને કૌભાંડો થયા હોવાનું બહાર આવતા જીએસટી સિસ્ટમમાં જ ભ્રષ્ટાચારી રીત-રસમો આચારાઈ રહી હોવાની આશંકા જાગી છે.

વર્ષ-ર૦ર૦-ર૧ માટે નાણાકીય તંગીની વચ્ચે મોદી સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે એક તરફ તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી તેમજ આગામી એક વર્ષ દરમિયાન થનારી અન્ય રાજ્યોની ચૂંટણીઓને ધ્યાને લઈને સામાન્ય પ્રજાને મોટી રાહતો આપવાની કોઈ જોગવાઈઓ થશે તેવી અટકળો થઈ રહી છે, તો બીજી તરફ ખાડે ગયેલા અર્થતંત્રને પાટે ચડાવવા કડક નિર્ણયો લેવાનો પડકાર પણ છે. આ સંજોગોમાં મોદી સરકાર માટે આ વર્ષે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવો ઘાટ સર્જાયો છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જયપુરની જનસમર્થન રેલીમાં મોદી સરકાર પર બેરોજગારી, મોંઘવારી અને જીડીપીને લઈને કરેલા શાબ્દિક પ્રહારોનું ટાઈમીંગ બજેટ પહેલાનું છે, જે ઘણું જ સૂચક છે. કોંગ્રેસે પ્રજાની નાડ પારખીને સીએએ અને એનઆરસી જેવા મુદ્દાઓની સરખામણીમાં બેરોજગારી, અર્થતંત્ર અને મોંઘવારી જેવા મુદ્દાઓને અગ્રતા આપવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે. આ કારણે મોદી સરકાર સામે વધુ પડકારો ઉભા થઈ શકે છે. સીએએ અને એનઆરસીના મુદ્દાઓની સરખામણીમાં બેરોજગારી, અર્થતંત્રની બદહાલી અને મોંઘવારી જેવા મુદ્દાઓને સમગ્ર જનસમુદાયનું સમર્થન મળી શકે છે, તેવી ધારણાથી વિપક્ષો હવે જનતાના સર્વગ્રાહી અને જન-જનને અસર કરે તેવા બુનિયાદી મુદ્દાઓ ઉઠાવશે તેમ જણાય છે. કોંગ્રેસની સાથે જોડાઈને અન્ય રાજકીય પક્ષો પણ હવે લોકોના બુનિયાદી મુદ્દાઓ, ખેડૂતોની સમસ્યાઓ અને કર્મચારી-કામદારોના અસંતોષને વાચા આપવા આગળ આવશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

આ કારણે હવે મોદી સરકાર આગામી નાણાકીય વર્ષના બજેટને આ પ્રકારના મુદ્દાઓને કાઉન્ટર કરવાનું હથિયાર બનાવશે, તેવી અટકળો થઈ રહી છે.

ભારતીય અર્થતંત્રમાં રીયલ એસ્ટેટની કડીરૃપ ભૂમિકા છે, અને વધતી જતી વસ્તીની જરૃરિયાતોને અનુરૃપ રીયલ એસ્ટેટ હવે ગ્રામ્યક્ષેત્રો સુધી વિસ્તરવા લાગ્યું છે, ત્યારે સરકાર રીયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપશે, તેવી મજબૂત અટકળો થઈ રહી છે. રીયલ એસ્ટેટ અને કૃષિને પરસ્પર સાંકળીને કોઈ નવી નીતિની જાહેરાત થવાની સંભાવનાઓ પણ છે. કૃષિક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપીને ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે તેવી જોગવાઈઓ પણ બજેટમાં થઈ શકે છે. આ ઉપરાંત લોજીસ્ટીક સર્વિસ સેક્ટરને વેગ આપવા બજેટમાં નવી જાહેરાતો થઈ શકે છે. કૃષિક્ષેત્ર અને રીયલ એસ્ટેટને વેગ આપીને લોકોની ખરીદ શક્તિ વધારવાના પુરક કદમ પણ સરકાર ઉઠાવી શકે છે. રીયલ એસ્ટેટ માટે ૧૦૦ ટકા એફડીઆઈની જાહેરાત પણ બજેટમાં થઈ શકે છે.

સરકાર માળખાકીય સુવિધાઓ વધારવા અને તેની સાથે રોજગારીની વિપૂલ તકો ઉભી કરવાની નીતિ અપનાવી શકે છે. સાગરમાલા પ્રોજેક્ટ, ગ્રીન કોરિડોર, એક્સપ્રેસ-વે, રેલવે નેટવર્કનું આધુનિકરણ, બંદરોનો વિકાસ કરવા માટે સરકાર બજેટમાં જંગી ફાળવણી કરશે તેવો અંદાજ છે. વિવિધક્ષેત્ર ૧૦૦ ટકા એફડીઆઈના સંકેતો વડાપ્રધાન મોદીએ ગુજરાતના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન આપ્યા હોવાથી હવે વિદેશી મૂડીરોકાણ વધારવાની દિશામાં સરકાર ઝડપભેર આગળ વધશે તેમ જણાય છે. સરકાર ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીઓ તથા સંલગ્ન હોસ્ટેલને લઈને પણ નવી જાહેરાતો કરી શકે છે. નેશનલ લોજીસ્ટીક પોલિસી જાહેર કરીને બજેટમાં તે માટે નોંધપાત્ર ફાળવણી પણ નાણામંત્રી કરશે, તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. ટૂંકમાં સરકાર અને વિપક્ષો બજેટ આવતા જ હવે આર્થિક મુદ્દાઓ તરફ વધુ લક્ષ્ય આપશે, તેમ જણાય છે. સરકાર ઘેરાયેલી હોવાથી નવા મુદ્દાઓ શોધી રહી છે, જ્યારે વિપક્ષો ખાડે ગયેલા અર્થતંત્ર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓમાં સાર્વત્રિક જનસમર્થનની આશા સેવી રહ્યા છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

વિચારોની દ્વિધા છતા કાર્યના ઉકેલના પ્રયાસો - મહેનત સાર્થક થવાથી રાહત મળે. સ્વાસ્થ્ય નરમ રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૨

Capricorn (મકર: ખ-જ)

આરોગ્ય સુખાકારી સારી રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વડીલવર્ગથી લાભ થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

મિલન-મુલાકાતના પ્રસંગો બને. વ્યસ્તતા હોવા છતાં માનસિક ચિંતાઓ દૂર થાય. આકસ્મિક લાભ થઈ શકે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૫-૧

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધૈર્ય તથા સમજદારીપૂર્વક આગળ વધવું યોગ્ય રહેશે. લોભ-લાલચથી દૂર રહેવું. સમય કસોટીભર્યો રહી શકે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

Aries (મેષ: અ-લ-ઈ)

સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. આવકના સ્ત્રોતોમાં વધારો થાય. જાહેર જીવનમાં વ્યસ્તતાને કારણે અકળામણ રહે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આનંદ-ઉત્સાહની લાગણી અનુભવો - ચિંતા - પરેશાનીમાંથી મહદ્અંશે મુક્તિ મેળવી શકશો. વડીલવર્ગથી લાભ થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૧

Gemini (મિથુન: ક-છ-ધ)

નવી કામગીરીમાં સહભાગી થઈ શકો. સમય પરિવર્તનશીલ બની રહે. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૪-૮

Cancer (કર્ક: ડ-હ)

પ્રવાસ-મુસાફરી અંગે સાનુકૂળતા રહે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. નવી મુલાકાત ફળદાયી પુરવાર થાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૯

Leo (સિંહ: મ-ટ)

કાર્યક્ષેત્રે શ્રમના સથવારે સફળતા પ્રાપ્ત થાય. માર્ગ આડેના અવરોધો દૂર થતાં ઊત્સાહમાં વધારો થાય. શુભ રંગઃ મેેંદી - શુભ અંકઃ ૬-૧

Virgo (કન્યા: પ-ઠ-ણ)

વાણી-વર્તનને નિયંત્રણમાં રાખવા જરૃરી બને. વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા હોય, સંયમ રાખવો આવશ્યક રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

Libra (તુલા: ર-ત)

કૌટુંબિક ક્ષેત્રે વ્યસ્તતા રહે. જીવનસાથી તરફથી લાભ થઈ શકે. આરોગ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૧

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વ્યવસાય ક્ષેત્રે સમય લાભદાયી પુરવાર થાય. આપના કાર્યો/પ્રવાસો વખાણવામાં આવે. નાણાભીડ દૂર થાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૯-૩

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા મો સકારાત્મક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની વિચારસરણીમાં ઉદારતા અને હકારાત્મક જોવા મળે. આપની કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વના પ્રશ્નો બાબતે જરૃરી પગલાં લઈ શકશો. આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતાં રાહત અનુભવાય. ઘર-પરિવાર બાબતે કાર્યબોજમાં અનુભવ થાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. તા. ર૭ થી ૩૦ સકારાત્મક. તા. ૩૧ થી ૧ વ્યસ્તતા રહે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. ઋતુગત રોગોથી સાવધાની રાખવી. ગૃહસ્થ જીવનમાં બગડેલા સંબંધો સુધરતા જણાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી રાખવી. વડીલોપાર્જીત મિલકતો અંગેના વાદ-વિવાદનો સુખદ ઉકેલ લાવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. નોકરિયાત વર્ગને સફળતા મળે. તા. ર૭ થી ૩૦ મધ્યમ. તા. ૩૧ થી ર સાનુકૂળ.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આકસ્મિક અથવા અણધાર્યો ખર્ચાઓના કારણે આપનું આર્થિક બજેટ ખોરવાતું જણાય. વધારાના ખર્ચ ઉપર કાબૂ રાખવા અંગત સલાહ છે. કૌટુંબિક-પારિવારિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન શક્ય બનતું જણાય. શારીરિક -માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. તા. ર૭ થી ૩૦ નાણાભીડ. તા. ૩૧ થી ર મિશ્ર.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે વ્યાવસાયિક પરિસ્થિતિ સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના માટે આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતા અને પ્રગતિના દ્વાર ખૂલતા જણાય. જેટલી મહેનત કરશો તેટલું ફળ પ્રાપ્ત કરી શકશો. કોઈ નવિન કાર્ય કે યોજના અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્િંટએ ચિંતા-ઉદ્વેગ રહે. શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૭ થી ૩૦ સફળતાદાયક. તા. ૩૧ થી ર સારી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નફો-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના મહત્ત્વના કાર્યો પાર પાડવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરવા પડે. આર્થિક સ્થિતિ સરભર બની રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી શકશો. આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થતા જણાય, જો કે પારિવારિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ, સ્વજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેર જીવન ક્ષેત્રે કાર્ય પ્રગતિ થાય. તા. ર૭ થી ૩૦ મધ્યમ. તા. ૩૧ થી ર ખર્ચ-વ્યય.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યો પ્રત્યે સજાગ બનતા જણાવ. ભાઈ-ભાંડુ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવી શકશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩૧ થી ર પારિવારિક કાર્ય થાય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે કાર્યો અને જવાબદારીઓનું પ્રમાણ સતત વધતું જોવા મળે. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોનું સાનુકૂળ પરિણામ આવી શકે છે. સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવતો જણાય. રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે તેજીના દર્શન થાય. તા. ર૭ થી ૩૦ કાર્યબોજ રહે. તા. ૩૧ થી ર સ્વાસ્થ્ય સુધરે.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ નબળી પૂરવાર થાય. અણધાર્યા તથા આકસ્મિક ખર્ચાઓ આપને ઘેરી વડશે. તબિયત સુખાકારી સારી રહે. દાંપત્યજીવનમાં એક-એકનો સાથ-સહકાર મેળવી શકશો. ધાર્મિક કે માંગલિક કાર્યો થકી મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ આર્થિક વ્યય થાય. તા. ર૭ થી ૩૦ અનુકૂળ. તા. ૩૧ થી ર ખર્ચ-વ્યય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપની નાણાકીય સ્થિતિમાં સુખદ ફેરફાર જોવા મળી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં ઓચિંતા લાભ થઈ શકે છે. મહેનતનું મીઠું ફળ મળતા આપના ઉત્સાહમાં વધારો થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હળવા થાય, જો કે ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ. પરસ્પર સમજુતિનો અભાવ જોવા મળે. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો થકી માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. તા. ર૭ થી ૩૦ લાભદાયી. તા. ૩૧ થી ર ઠીકઠાક.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શર થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નાણાભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવુંં સલાહભર્યું છે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે કલેશભર્યું વાતાવરણ બની શકે છે. ધીરજ તથા સંયમથી કામ લેશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. મિત્રો-સ્વજનો તરફથી અપેક્ષા અનુસાર સહાય પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ ઉન્નતિકારક. તા. ૩૧ થી ર વિવાદ ટાળવા

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૃં સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની મુલાકાત સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વના કે વગદાર વ્યક્તિ સાથે થાય જે આપના માટે ભવિષ્યમાં લાભદાયી સાબિત થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાશો. જમીન-મકાન અંગેના કાર્યો ગૂંચવાતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૭ થી ૩૦ મિલન-મુલાકાત. તા. ૩૧ થી ર મધ્યમ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના ધારેલા કાર્યો પાર પાડવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરવા પડી શકે તેમ જણાય છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અપેક્ષાઓ થોડી ઓછી રાખશો તો ફાયદામાં રહેશો. આર્થિક સ્થિતિ મધ્યમથી નબળી બનતી જણાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ કોઈ ચિંતા જણાતી નથી. માતા-પિતા, વડીલ વર્ગથી લાભ થઈ શકે છે. કોઈ વિવાદ હશે, તો તેનો નિકાલ લાવી શકશો. તા. ર૭ થી ૩૦ પરિશ્રમદાયક. તા. ૩૧ થી ર સામાન્ય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી