બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ચિરવિદાય

જામનગરના ભૂ૫તભાઈ હિરાભાઈ રૃડકીયા (ઉ.વ. ૬પ), તે ચંદુભાઈ, હેમરાજભાઈ, બટુકભાઈ તથા બાબુભાઈના નાનાભાઈનું તા. ૧૬-૧-ર૦૧૯ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮-૧-ર૦૧૯, ના સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસસ્થાન, નાગરપરા શેરી નં. ર, કિસાનચોક, ભાનુ પેટ્રોલપંપવાળા મકાનમાં, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ હાલ લંડન નિવાસી (મૂળ જામનગરના) બ્રહ્મક્ષત્રિય સ્વ. કાંતિલાલ શામજી કકૈયાના ધર્મપત્ની ગં.સ્વ. ગુણવંતીબેન કાંતિલાલ કકૈયા તે સ્વ. ગીરધરલાલ ચત્રભૂજ કાકુના પુત્રી તેમજ સ્વ. અરવિંદભાઈ ગીરધરલાલ કાકુ અને નગીનભાઈ ગીરધરલાલ કાકુના બહેનનું તા. ર૭-૧ર-ર૦૧૮ ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા (બેસણું) તા. ૧૭-૧-ર૦૧૯, ગુરૃવારના સાંજે ૪.૩૦ થી પ.૦૦ દરમિયાન શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી (જુની વાડી), લીંડીબજાર, બર્ધનચોક, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી રામાનંદી સાધુ જ્ઞાતિના સ્વ. બાલકૃષ્ણ વલ્લભદાસ દેવમૂરારીના પુત્ર જસ્મીનભાઈ દેવમુરારીના ધર્મપત્ની પૂર્ણિમા (પૂજા) (ઉ.વ. ૩૯) નું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૧-ર૦૧૯, શુક્રવારના સાંજે ૪ થી પ દરમિયાન હરસિદ્ધિ માતાજીના મંદિર, જુનો હુડકો, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી ગોસ્વામી બાવનપુરી અમરપુરીના ધર્મપત્ની શારદાબેન (ઉ.વ. ૪૮) નું તા. ૧૬-૧-૧૯, ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭-૧-ર૦૧૯, ગુરૃવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ દરમિયાન શ્રી રાંદલ માતાજી મંદિર, રાંદલનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. શંખઢોળ વિધિ તા. ર૮-૧-ર૦૧૯, સોમવારના સદ્ગતના નિવાસસ્થાને રાખવામાં આવી છે.

જામનગરઃ ઈન્દુબેન મોતીલાલ વ્યાસ (ઉ.વ. ૮પ), તે ચંદ્રકાન્ત વ્યાસ (જી.જી. હોસ્પિટલ), સ્વ. હસમુખભાઈ વ્યાસ, મુકેશ વ્યાસ, જાગુબેનના માતાનું તા. ૧૭-૧-ર૦૧૯ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૧-ર૦૧૯ ના સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસસ્થાને નિલકંઠ મહાદેવ મંદિર, વિભાજી સરકારી હાઈસ્કૂલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી દશા સોરઠીયા વણિક સ્વ. હરીલાલ પી. ધ્રુવના પુત્ર હર્ષદરાય હરીલાલ ધ્રુવ (ઉ.વ. ૮૩), પુષ્પાબેન ધ્રુવના પતિ તથા રમેશભાઈ ધ્રુવ, રાજુભાઈ ધ્રુવના મોટાભાઈ તથા તરૃણભાઈ, જીતેશભાઈ, સુધાબેન ગોરસીયાના પિતા, ચંદ્રેશ ગોરસીયાના સસરાનું તા. ૧૬-૧-૧૯, ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૧-ર૦૧૯, શુક્રવારે સાંજે પ થી પ.૩૦ દરમિયાન સૂરજબાગ મંદિર, દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વાડી, કનખરા સમાજની વાડી સામે, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સદ્ગતની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી.

સલાયાના સ્વ. લાલજીભાઈ હરીદાસ પોપટના જયેષ્ઠ પુત્ર દિનેશભાઈના મોટાભાઈ, હીરજીભાઈના ભત્રીજા, સ્વ. ભનુભાઈ મૂળજીભાઈ દત્તાણી (ખંભાળીયા) ના જમાઈનું તા. ૧૭-૧-૧૯ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી સલાયામાં તા. ૧૮-૧-૧૯ ના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે લાલજી મંદિરના માતુશ્રી પ્રેમબાઈ પ્રાર્થના હોલમાં રાખેલ છે.

જામનગરઃ દોઢિયા નિવાસી સ્વ. દિનેશભાઈ દુર્લભજીભાઈ મેતા (ઉ.વ. ૬૪), તે વિજયભાઈ, જશુબેન, મંજુબેનના મોટાભાઈ તથા ચિંતન અને પૂજા જીતાન્સુ સોલાણીના પિતાનું તા. ૧૬ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૧-ર૦૧૯, શુક્રવારે સવારે ૧૦.૦૦ વાગ્યે તથા ૧૧.૦૦ વાગ્યે પ્રાર્થનાસભા દોઢિયામાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક ચિંતા દૂર થવા પામે. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. સંપત્તિના કામમાં સાનુકૂળતા રહેવા પામે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

Capricorn (મકર: ખ-જ)

અગત્યના કામમાં સફળતા મળે. મિત્રોનો સહકાર ઉપયોગી થવા પામે. સંતાનથ લાભ મળતો જણાય. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૪-૧

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસ સાનુકૂળતાભર્યો અને સફળદાયક બની રહે. ધીરજ ફળે. સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

લાભની તક સરી ન પડે તે અંગે સતર્ક રહેવું. તબિયત સાચવવી. યાત્રા-પ્રવાસ બાબતે મુશ્કેલી ઉભી થતી જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૪

Aries (મેષ: અ-લ-ઈ)

આરોગ્યની કાળજી લેવી. આર્થિક બાબતને બગડતી અટકાવી શકશો. સ્નેહીથી મુલાકાત થવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૩

Taurus (વૃષભ: બ-વ-ઉ)

વ્યવસાયિક ક્ષેત્રે કોઈ સારી તક સર્જાતી જોવા મળે. કામકાજને આગળ ધપાવી શકશો. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

સંજોગો કઠીન હશે તો નરમ બનાવી શકશો. હકારાત્મક બનવાથી સુખદ અનુભવ થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યના પ્રશ્નોને હલ કરી શકશો. મિત્ર કે સંબંધી સહયોગી બને. પ્રવાસમાં વિલંબ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૫

Leo (સિંહ: મ-ટ)

અંગત ચિંતાનું નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થવા પામે. ગૃહજીવનના કામકાજમાં સાનુકૂળતા રહેવા પામે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪

Virgo (કન્યા: પ-ઠ-ણ)

કુટુંબી કે સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા રાખ્યા વિના કેવળ હિત જોવાથી લાભદાયક તકો સર્જાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

નવી આશા ઉભી થવા પામે. તમારા પ્રયત્નો ફળદાયી બનવા પામે. ઘર-પરિવાર બાબતે ગૃહવિવાદ ટાળજો. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળી રહે. કાર્યસિદ્ધિ મળવા પામે. આપનો દિવસ સફળતાસભર બની રહેવા પામે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના વ્યાપાર-ધંધા ક્ષેત્રે પ્રગતિકારક માર્ગ મોકળો થતો જણાય. સફળતાની સીડી સરળતાપૂર્વક ચઢી શકશો. ધંધાકીય ખરીદી કે આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે, જો કે કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા રહ્યા કરે. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૦ વ્યાવસાયિક લાભ થાય.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં ઉથલ-પાથલ આવતી જણાય. બિનજરૃરી આકસ્મિક ખર્ચાઓના કારણે ખર્ચનું પ્રમાણ સતત વધતું જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થાય. આપના કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે તેમ જણાય છે. તા. ૧૪ થી ૧૭ નાણાભીડ. તા. ૧૮ થી ર૦ સારી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય અને પરિસ્થિતિ આપના પક્ષમાં રહેતા જણાય. વિષાદના વાદળો વિખેરાતા જોવા મળે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ સુધારો જોવા મળે, જો કે ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. જીવનસાથી સાથેની નાની-નાની બાબતમાં બોલાચાલી, વિવાદ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. તા. ૧૪ થી ૧૭ તણાવ રહે. તા. ૧૮ થી ર૦ સારી.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસનું આયોજન આનંદદાયી અને ખર્ચાળ પૂરવાર થાય. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. કાર્યો-પ્રયાસો સફળ થતા ઉત્સાહમાં વધારો થાય. આર્થિક સ્થિતિ લથડતી જણાય. માર્યદિત આવકના સાધનોની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું જોવા મળે. મિત્રોનો સાથ-સહકાર મળે. તા. ૧૪ થી ૧૭ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૮ થી ર૦ ખર્ચાળ.

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન મહત્ત્વના નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી આવશ્યક બની રહે. વધારે પડતી જવાબદારીને કારણે માનસિક થાકનો અનુભવ થાય. નાણાકીય બાબતે ધીમી ગતિએ પણ મક્કમ પ્રગતિ જોઈ શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ થઈ શકે. મહત્ત્વની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાચવવું. કોર્ટ-કચેરીની બાબતોમાં વચગાળાનો રસ્તો અપનાવવો હિતવાહ રહેશે. તા. ૧૪ થી ૧૭ સંયમ રાખવો. તા. ૧૮ થી ર૦ કાર્યબોજ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે યશ-કીર્તિ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના માન-મરતબામાં વધારો થતો જોવા મળે. આપ આપના કાર્ય ક્ષેત્રે વધારે ખંત તથા મહેનતથી કાર્ય કરતા જણાવ. આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ફળીભૂત થતી જણાય. ઘર-પરિવારના સગા-સ્નેહીજનો તરફથી પ્રેમ તથા સહકાર પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય બાબતે પડવા-વાગવથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગ માટે સમય કસોટીરૃપ બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૧૪ થી ૧૭ લાભ. તા. ૧૮ થી ર૦ માન-સન્માન મળે.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને નાણાકીય આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીની અસરમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા માનસિક રાહતનો અનુભવ થતો જણાય. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગ સાથે અણબનાવ થઈ શકે છે. પરસ્પર અહ્મનો ટકરાવ થતો જોવા મળે. સંબંધોની ગરિમા જાળવશો તો માન-સન્માનમાં વધારો થાય. નોકરિયાતને કાર્ય પ્રશંસા સાંભળવા મળે. તા. ૧૩ થી ૧૭ લાભદાયી. તા. ૧૮ થી ર૦ મિશ્ર.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યોમાં સક્રિય બનતા જણાવ. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર સરાહનિય બની રહે. આપ આપના કાર્ય ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધતા જણાવ. પરિશ્રમનું મીઠું ફળ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સજાગ બનશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે નબળું રહેવા પામે. ગૃહસ્થ જીવનમાં નાની-મોટી તકરાર-મતભેદ સંભવ છે. સંતાન બાબતે ચિંતા રહે. તા. ૧૪ થી ૧૭ બોલાચાલી ટાળવી. તા. ૧૮ થી ર૦ કૌટુંબિક કાર્ય થાય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પ્રગતિકારક અને સફળતાદાયક નવી નવી તકો પ્રાપ્ત થાય તે ઝડપી લેજો. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેજો, તબિયત સુખાકારી સારી રહેવા પામે. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે ઘર્ષણ ટાળવું. તા. ૧૪ થી ૧૭ સામાન્ય. તા. ૧૮ થી ર૦ સફળતાદાયક.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આકસ્મિક ખર્ચ-વ્યયના યોગ બનતા જણાય, પરંતુ વ્યર્થ ખરીદી ઉપર નિયંત્રણ રાખવું, અન્યથા નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી દાખવવી. ગૃહસ્થ જીવનમાં બગડેલા સંબંધો રહે. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. વડીલોપાર્જિત મિલકતો અંગવેના વિવાદનો ઉકેલ લાવી શકશો. નોકરિયાત વર્ગને સફળતા પ્રાપ્ત થતી જણાય. તા. ૧૪ થી ૧૭ સંભાળવું. તા. ૧૮ થી ર૦ ખર્ચ-ખરીદી.

Libra (તુલા: ર-ત)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારૃં સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના-નવા મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાત થાય. મન-હૃદય પ્રસન્ન રહેતા જણાય. માન-સન્માનમાં વધારો થતો જણાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે એકંદરે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવા જેવું ખરૃ. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૦ મિલન-મુલાકાત.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જણાય. જુની બીમારીમાંથી મુક્તિ મળતી જણાય. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલો લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. એક-બીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળે. તા. ૧૪ થી ૧૭ આરોગ્ય સુધરે. તા. ૧૮ થી ર૦ મિશ્ર.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી