બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વિશેષ મુલાકાત

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાના તંત્રની ભલે કોઈને કોઈ મુદ્દે વગોવણી થતી હોય, પણ કેટલાંક વિકાસ કામો ખૂબ જ સરસ રીતે અને દીર્ઘદૃષ્ટિ સાથે થાય છે ત્યારે નગરજનોને રાહત અને સંતોષ પણ થાય જ છે.

તાજેતરમાં જામનગરમાં પંચવટીના ખૂણા પાસેથી છેક જી.જી. હોસ્પિટલ સુધીના માર્ગ પરના ડિવાઈડરોમાં બે થી અઢી ફૂટ ઉંચા સ્ટોન બ્લોક નાંખી ડિવાઈડરને સુંદર અને સુરક્ષિત બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામમાં હજી તો આ સ્ટોન બ્લોક ફીટ જ થયા છે. તેના પર નિયમોનુસારના કાળા-પીળા-ધોળા પટ્ટાથી રંગરોગાન કરવામાં આવશે ત્યારે આખો માર્ગ પણ સુંદર લાગશે. આ કામમાં ડિવાઈડર પર વાવેલા વૃક્ષોને પણ સાચવી લેવામાં આવ્યા હોવાથી આખા માર્ગની રોનક ફરી જશે તે નક્કી છે.

ડિવાઈડરમાં કોઈ આડશ કે ગ્રીલ ન હોય તેવા સંજોગોમાં રાહદારીઓ, ડિવાઈડરો પરથી ગામે ત્યાં રસ્તો ઓળંગતા હોય છે, પણ આ બે અઢી ફૂટના સ્ટોનની દિવાલ બની જવાથી હવે જ્યાં ક્રોસીંગ માટેની જગ્યા હશે ત્યાંથી જ રસ્તો ક્રોસ કરવો પડશે. તેથી રાહદારીઓને હડફેટે લેવાના અકસ્માતની શક્યતા હવે નામશેષ થઈ છે.

આ ઉપરાંત કેટલાક લુખ્ખા અને છેલબટાઉ શખ્સો પોતાના બાઈક ડિવાઈડર પરથી લઈને રસ્તો ક્રોસ કરતાં હતાં તેને પણ રોક લાગી જશે. ડિવાઈડર પર આ રીતની કામગીરી ખરેખર બિરદાવવા લાયક અને આવકારદાયક છે.

જામનગરના ટાઉનહોલથી સાત રસ્તા માર્ગ સુધીના ગૌરવ પથ તેમજ વિકટોરીયા પુલથી અંબર ચોકડી, ગુરૃદ્વારા ચોકડી અને સાત રસ્તા સુધીના માર્ગ પરના ડિવાઈડરો પર પણ આ પ્રકારે બે-અઢી ફૂટના સ્ટોન મુકાવાની તાતી જરૃર છે.

ગૌરવ પથ પરના ડિવાઈડર અને ઈંદિરા માર્ગો પરના ડિવાઈડર પરથી ગ્રીલો રીતસર ગેસકટ્ટરથી કાપીને ચોરી કરવામાં આવે છે, અને હાલમાં ખાસ કરીને ઈંદિરા માર્ગ પર લાખ્ખો રૃપિયાના ખર્ચે ડિવાઈડર પર નાંખવામાં આવેલી લોખંડના પાઈપની ગ્રીલો ચોરાઈ ગઈ છે અને માર્ગ કદરૃપો થઈ ગયો છે. એટલું જ નહીં પણ ડિવાઈડરો પરથી ક્રોસીંગ કરવાના કિસ્સાઓમાં આ માર્ગ પર ઘણાં અકસ્માતો થયા છે.

ઈંદિરા માર્ગ પર ગુરૃદ્વારા ચોકડીથી સાતરસ્તા સુધીના માર્ગ પરના ડિવાઈડર પરથી તો લગભગ ગ્રીલો અદૃશ્ય થઈ ગઈ છે. જાણવા મળતી વિગતો પ્રમાણે જલારામનગરના ઢોર આ માર્ગ પર સહેલાઈથી અવરજવર કરી શકે. રસ્તો ક્રોસ કરી શકે તે માટે કોઈ મોટા માથાની સૂચના પ્રમાણે અને કોઈ રાજકીય માથાની ઓથ હેઠળ આ ગ્રીલો કાઢી નાંખવામાં આવી છે અને પરિણામે સતત વ્યસ્ત એવા આ માર્ગ પર ઢોર-રાહદારીઓ અને વાહનો પણ ડિવાઈડર પરથી રસ્તા ક્રોસ કરે છે અને ટ્રાફિકને ભારે અવરોધરૃપ બની રહ્યાં છે.

મહાનગરપાલિકા તંત્ર ગૌરવપથ અને ઈંદિરા માર્ગને પણ સ્ટોન-બ્લોક મૂકીને ડિવાઈડરોને સુંદર અને સુરક્ષિત બનાવે તે જરૃરી છે.

ગ્રીલો ક્યાં ગઈ...?? !

મહાનગરપાલિકાએ લાખો રૃપિયાનો ખર્ચ કરી નાંખેલી ગ્રીલો ક્યાંક એક-એક કરીને તો ક્યાંક જથ્થાબંધ રીતે રાતોરાત કપાઈને ચોરાય જાય અથવા ગાયબ થઈ જાય... છતાં મહાનગરપાલિકાના જવાબદાર વિભાગ કે સત્તાવાળાઓના પેટનું પાણી હલતું નથી તે બાબત જ શંકા પ્રેરક છે...! આ ચોરાયેલી ગ્રીલો ક્યાંકને ક્યાંક ઝુંપડા ઉભા કરવામાં પણ વપરાયેલી જોવા મળતી હોવાનું અને મોટાપાયે ચોરી કરીને ભંગારમાં વેંચીને ઓગાળી નાંખવાનું મોટું કારસ્તાન ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જે હોય તે... હવે ગ્રીલોના બદલે ડિવાઈડરોને સ્ટોન બ્લોકથી સુરક્ષિત કરવાના અભિગમને કમસેકમ અહીં નિર્દેશ કરેલ બે મહત્ત્વના માર્ગો પરના ડિવાઈડરો પર પણ અમલમાં મૂકવામાં આવે તેવી આશા પ્રજાજનો રાખી રહ્યાં છે.

(તસ્વીરઃ પરેશ ફલિયા)

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સામાજિક-કામ-પ્રસંગો અંગે સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં અવરોધ લાગે. નાણાભીડ વધતી જોવા મળે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

Capricorn (મકર: ખ-જ)

નાણાકીય કામકાજ અંગે સાનુકૂળતા રહેતી જણાય. ધંધા-નોકરીના પ્રશ્નો હલ થતા જોવા મળે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે. વિઘ્નનો અનુભવ થતો જણાય. પ્રવાસમાં વિલંબ થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

પ્રયત્નોનું ફળ વિલંબિત જણાય. ટેન્શન હળવું થતું જણાય. દિવસ આનંદદાયી રહે. યાત્રા-પ્રવાસ મજાનો જણાય શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮

Aries (મેષ: અ-લ-ઈ)

સ્વાસ્થ્ય બાબતે સાચવવું નાણાભીડનો ઉકેલ મળતો જણાય. વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૬

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નસીબ હજુ સાનુકૂળ જણાય છે. પુરૃષાર્થ વધારવો પડે. કૌટુંબિક કામમાં પ્રગતિ થતી જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૨

Gemini (મિથુન: ક-છ-ધ)

અગત્યની વ્યક્તિની મદદથી કામકાજ સફળ બને. તબિયત સુધરે. ખર્ચ-ખરીદી વધે. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૮

Cancer (કર્ક: ડ-હ)

આપની ધીરજની કસોટી થતી લાગે. ગૃહવિવાદ ટાળજો. તબિયત બાબતે ચિંતા રહ્યા કરે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭

Leo (સિંહ: મ-ટ)

કાર્ય સફળતા મેળવવા માટે આપે પ્રયત્નો વધારવા પડશે. ચિંતા હળવી બને. પ્રવાસની તક મળે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

અગત્યના કામકાજમાં વિલંબ વધતો લાગે. માનસિક ક્ષેત્રે અકળામણનો અનુભવ થાય. વ્યય વધતો લાગે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૬-૫

Libra (તુલા: ર-ત)

આરામની કાળજી લેજો. ધંધા-નોકરીના કામકાજોમાં ટેન્શન વર્તાય. આર્થિક ભીંસનો હલ મળે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

કામકાજો ગુંચવાળા હોય તો ઉકેલી શકશો. મુશ્કેલી દૂર થાય. ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસોમાં આપની આર્થિક સ્થિતિ લથડતી જણાય. મર્યાદિત આવકના સાધનોની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું જોવા મળે. ઉછીના નાણા લઈ વ્યવહાર ચલાવવો પડી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. કાર્યો-પ્રવાસો સફળ થતા ઉત્સાહમાં વધારો થાય. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. પ્રવાસ આનંદદાયી અને ખર્ચાળ પૂરવાર થઈ શકે છે. તા. ર૪ થી ર૭ ખર્ચાળ. તા. ર૮ થી ૩૦ સ્વાસ્થ્ય સુધરે.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે યાત્રા-પ્રવાસના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નાની-મોટી યાત્રા-પ્રવાસના આયોજનમાં સફળતા મળતી જણાય. પરિવારજનો સાથેના સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે બેદરકારી ન રાખવા અંગત સલાહ છે. તા. ર૪ થી ર૭ માન-સન્માન મળે. તા. ર૮ થી ૩૦ પ્રવાસ-પર્યટન.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસોમાં આપની અંદર એક નવિન પ્રકારની ઊર્જાશક્તિનો અનુભવ થાય. ઉમંગ-ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાહિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે, જો કે આરોગ્ય અંગેની બેદરકારી આપને નુક્સાન પહોંચાડી શકે છે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ર૪ થી ર૭ શુભ ફળદાયી. તા. ર૮ થી ૩૦ મધ્યમ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે નસિબનો સહારો લેવા કરતા મહેનત ઉપર વધારે ધ્યાન આપજો. આપ જેટલો પરિશ્રમ કરશો તેટલું પરિણામ પ્રાપ્ત કરી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે, જો કે સંતાન બાબતે ચિંતા રહ્યા કરે, તેના સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલું રહે. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. શાંતિપૂર્ણ વ્યવહારથી કામ લેવું. તા. ર૪ થી ર૭ આનંદદાયી. તા. ર૮ થી ૩૦ કાર્યશીલ.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો. નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપનો પરિશ્રમ ફળતો જણાય. નાણાકીય સ્ત્રોત વધતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થાય, જો કે જાહેર જીવનમાં આપના હિત શત્રુઓ સક્રિય બનતા જણાય. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નુક્સાનકારક સાબિત થાય. પારિવારિક સંબંધોમાં કડવાશ ઊભી થઈ શકે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. તા. ર૪ થી ર૭ લાભ. તા. ર૮ થી ૩૧ બોલાચાલી ટાળવી.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આરોગ્ય બાબતે જાગૃત રહેવું જરૃરી જણાય છે અન્યથા બીમાર પડવાની પૂર્ણ શક્યતા જણાય છે. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અનિવાર્ય બને. વ્યાપાર-ધંધામાં એકંદરે સમય ઉન્નતિકારક બને. નવી દિશામાં આગળ વધવાની તક પ્રાપ્ત થાય. નાણાકીય સ્થિતિ સુધરતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનતા જણાવ. કૌટુંબિક ક્ષેત્રે સગા-સ્નેહીજનો સાથે સ્નેહભર્યો વ્યોહાર જાળવી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ર૪ થી ર૭ નવું કાર્ય થાય. તા. ર૮ થી ૩૧ તબિયત સાચવવી.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન અચાનક જ આપના ઉપર જવાબદારીઓનો બોજ વધતો જણાય. ધંધા-વ્યવસાયની જવાબદારી ઉપરાંત પારિવારિક જવાબદારીઓમાં પણ વધારો થતો જોવા મળે, જેના કારણે આપ માનસિક બેચેનીનો અનુભવ કરી શકશો. સામાજિક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. ગુમાવેલી નામના-પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય અંગે સાનુકૂળતા રહેવા પામે. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયક પૂરવાર થાય. તા. ર૪ થી ર૭ વ્યસ્તતા રહે. તા. ર૮ થી ૩૦ સાનુકૂળ.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આકસ્મિક નાણાકીય લાભના યોગ પ્રબળ બનતા જણાય. વ્યાપાર-વ્યવસાયમાં તેજીનું વલણ જોવા મળે. મહત્ત્વના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. ઘર-પરિવારની બાબતે સમય નબળો જણાય છે. દાંપત્યજીવનમાં નાની-નાની વાતો મોટું સ્વરૃપ ધારણ ન કરે તે જો જો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદ ટાળવો. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ આપના ઉપર હાવી થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા રહે. આહાર-વિહારમાં ધ્યાન રાખવું. તા. ર૪ થી ર૭ ધનલાભ. તા. ર૮ થી ૩૦ વાદ-વિવાદ ટાળવા.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે યશ-કીર્તિ અપાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસોમાં સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે આપની માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયી પૂરવાર થાય. તા. ર૪ થી ર૭ સ્વાસ્થ્ય બગડે. તા. ર૮ થી ૩૦ માન-સન્માન.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ખર્ચનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જોવા મળે. સુખ-સગવડના સાધનો, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જોવા મળે. જેને પરિણામે મહદ્અંશે નાણાભીડનો અનુભવ થાય. ગૃહસ્જીવનમાં વાદ-વિવાદનો અંત આવે. કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે. ભાઈ-ભાંડુ, સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સવિદ્યાર્થજી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ર૪ થી ર૭ શુભ કાર્ય થાય. તા. ર૮ થી ૩૦ નાણાભીડ.

Libra (તુલા: ર-ત)

આપના માટે ભાવનાત્મક સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથેના સંબંધો વધું ગાઢ બનતા જણાય. તેમની સાથે સુખરૃપ સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય. સાંસારિક જીવનની વીટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો, જો કે સામાજિક જીવનમાં સંકળાયેલ જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ર૪ થી ર૭ નાણાભીડ. તા. ર૮ થી ૩૦ સાનુકૂળ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા રહે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. મિત્રો સાથે મનમોટાવ-ગેરસમજ હશે તો દૂર થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. કાર્યબોજમાં વધારો થાય. તા. ર૪ થી ર૭ શુભ. તા. ર૮ થી ૩૦ સંભાળ રાખવી.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી