બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

કંપની સમાચાર

ભારતની અગ્રણી વિશાળ ઓટોમોબાઈલ કંપની બજાજ ઓટોએ બજાજ મોટર સાયકલ ખરીદવા માટેની નવી રોમાંચક તક રજૂ કરી છે. આ રોમાંચક '૫-૫-૫' ઓફરનો પ્રારંભ ૫ ઓક્ટોબર, ૨૦૧૮ થી થઈ રહ્યો છે, જેમાં ગ્રાહકોને પાંચ વર્ષનો ફ્રી ડેમેજ ઓન ઈન્સ્યોરન્સ, પાંચ વર્ષની ફ્રી સર્વિસ અને પાંચ વર્ષ માટે ફ્રી વોરંટી પસંદગીના બજાજ મોટર સાયકલ્સ પર ભારતનાં તેની તમામ ડિલરશીપ પર મળશે, જેનો કોઈ વધારાનો ખર્ચ આપવાનો રહેતો નથી. આવી અગાઉ ક્યારેય નહીં આવેલી ઓફર બજાજ ઓટો દ્વારા તેના માનવંતા ગ્રાહકોને હાલમાં જ ઈન્સ્યોરન્સના ખર્ચ અને ઈંધણની કિંમતોમાં તહેવારોની મોસમ વખતે જ થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

આ ઓફરના લાભોમાં સૌથી અગત્યનો લાભ પાંચ વર્ષનો ફ્રી ઓન ડેમેજ ઈન્સ્યોરન્સ કવરનો છે જે પ્લેટિના, ડિસ્કવર, પલ્સર કે વી રેન્જના બાઈક્સ ખરીદનારા ગ્રાહકોને આપવામાં આવે છે, જેની સાથે અન્ય લાભો ઓફર દ્વારા પ્રાપ્ત થશે તેમાં વધારાની બે ફ્રી સર્વિસીસ સીટી૧૦૦, પ્લેટિના, ડિસ્કવર, વી, પલ્સર માટે આપવામાં આવશે. વધુમાં, બજાજ મોટરસાયકલના કોઈ પણ ગ્રાહકો આ ગાળા દરમિયાન પાંચ વર્ષનું વોરંટી પેકેજ પણ મફત મેળવી શકશે. ગ્રાહકો આ બાઈક્સ ૫ ઓક્ટોબર, ૨૦૧૮ થી ખરીદશે તેમને આ ઓફરના લીધે પલ્સર પર રૃા.૯૮૦૦, બજાજ વી પર રૃા.૫૨૦૦, ડિસ્કવર માટે રૃા.૪૮૦૦ અને પ્લેટિના માટે રૃા.૪૧૦૦ જેવી મોટી બચત થશે.

આ અંગે બજાજ ઓટોના મોટરસાયકલ બિઝનેસના પ્રેસિડન્ટ એરીક વાસે કહ્યું હતું, 'મોટરસાઈકલની ઓનરોડ કિંમતો ઈન્સયોરન્સની કિંમત વધવાના કારણે ઓછામાં ઓછી રૃા. ૬૦૦૦ જેટલી વધી છે. અમે આ ભાવ વધારાનો માર અમારા ગ્રાહકોને ઓછો લાગે એ માટે ઓન ડેમેજ ઈન્સ્યોરન્સનો ખર્ચ પાંચ વર્ષ માટે અમે વહન કરીશું અને આ લાભ અમે આગામી ૪ વર્ષ સુધી લંબાવીશું. બજાજ ઓટો ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ એવી કંપની છે કે જેણે આ પ્રકારની '૫-૫-૫' જેવી યોજના રજુ કરી હોય. આ ઓફરથી અમારા ગ્રાહકોને બજાજ મોટરસાયકલ ખરીદવાનું આસાન બનાવશે અને આ  તહેવારોની મોસમમાં ઉજવણીનું વધુ એક કારણ પ્રાપ્ત કરી શકશે.'

બીએએસએફએ સેફિન જંતુનાશક દવા લોન્ચ કરવાની સાથે ભારતમાં ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરવા અને ઉત્પાદકતા વધારવા સક્ષમ બનશે. આ પથપ્રદર્શક સોલ્યુશન બીએએસએફના નવા સક્રિય ઘટક ઈન્સ્કેલિસ દ્વારા સંચાલિત છે. જે નવા રસાયણ વર્ગ પાયરોપેનેસનો પ્રથમ પ્રકાર છે. મુખ્ય જંતુ અને જીવાતના નિયંત્રણ માટે કામગીરીની નવી પદ્ધતિ ઓફર કરતી સેફિન જંતુનાશક દવા સંપૂર્ણ પેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમના ભાગરૃપે જીવજંતુઓનો સામનો કરવા ખેડૂતોને નવું શક્તિશાળી માધ્યમ આપે છે. સેફિન, જેસિફ અને વ્હાઈટ ફલાઈ (બન્ને પુખ્ત અને નાની ઈનસ્ટાર નીસ્ક) જેવા ચૂસ્ક જીવજંતુઓનું નિયંત્રણ કરવા કપાસ અને અન્ય શાકભાજી પર ઉપયોગ કરવા માટે રજિસ્ટર્ડ છે.

ચંદીગઢમાં લોન્ચ ઈવેન્ટમાં શેપ પ્રોટેકશન એશિયા પેસિફિકના સિનિયર લાઈમ પ્રેસિડન્ટ ગુસ્તાવો પાલેરોસી કાનેઈરોએ કહ્યું હતું કે, ભારતમાં ખેડૂતો ખેતીવાડીમાં અમારી લેટેસ્ટ નવીનતામાંથી લાભ લેનાર દુનિયામાં પ્રથમ લોકોમાં સામેલ છે. પૃથ્વી પર રોજગારી ૫ૂરૃં પાડતું સૌથી મોટું ક્ષેત્ર કૃષિ છે.

જંતુનાશક માટે ગ્લોબલ માર્કેટીંગ મેનેજર જોએલ ડી. જોહન્સને કહ્યું હતું કે, 'સેફિનાની કામ કરવાની વિશિષ્ટ પદ્ધતિ ચૂસક જીવજંતુઓના નિયંત્રણ માટે સચોટ સોલ્યુશન બનાવવાની નવીન અને સહયોગાત્મક પદ્ધતિનું પરિણામ છે.

બીએએસએફ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રામન રામચંદ્રને કહ્યું હતું કે, 'બીએએસએફ ભારતીય ઉદ્યોગને મદદ કરવા અને કૃષિને તેની મહત્તમ સંભવિતતાએ પહોંચાડવા કટિબદ્ધ છે. ભારતીય ખેડૂતો વધારે ઉપજ મેળવવા અત્યાધુનિક સોલ્યુશન મેળવવાની લાયકાત ધરાવે છે.

ભારતમાં બીએએસએફએ બજારની નિકટતા સુનિશ્ચિત કરવા આશરે ર૦૦ ક્રોપ પ્રોટેકશન નિષ્ણાતોની કટિબદ્ધ ટીમ કામે લગાવી છે અને કંપની ભારતમાં પાક સરંક્ષણ સોલ્યુશન બનાવતા અગ્રણી કંપનીઓમાંની એક છે. જે કપાસ સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, ફળફળાદી અને શાકભાજી સહિત તમામ મુખ્ય પાકોને આવરી લે છે. બીએએસએફએ પૂણેમાં ર૦૧પ માં પોતાનું કૃષિ સંશોધન મથક સ્થાપિત કર્યુ હતું. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ભારતમાં નવી મુંબઈમાં થાણેની સાઈટમાં કંપનીનું વૈશ્વિક સંશોધન અને વિકાસ કેન્દ્ર પણ કાર્યરત છે. જે ઓર્ગેનિક સીન્થેસિસ, આધુનિક પ્રક્રિયા અને ફોર્મ્યુલેશન સીંશોધન આધુનિક કૃષિ સોલ્યુશન માટે સંશોધિત રસાયણ તથા મોલીક્યુલર મોડેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયાભરમાં બીએએસએફ દર વર્ષે પાક સંરક્ષણ સંશોધન પર આશરે પ૦૦ મિલિયન યુરોનું રોકાણ કરે છે.

જામનગર તા. ૧૬ઃ કોઈપણ કાર ઓનર પોતાની કારની સંભાળ બાળકની માફક રાખતા હોય છે અને જ્યારે તેની માવજતની વાત આવે ત્યારે તે ઉત્તમ ચીજવસ્તુ અને સુવિધાનો ઉપયોગ કરતા હોય છે. આવી જ રીતે મહિન્દ્રા ગ્રુપ ઓફ કંપની દ્વારા કારની બાળકની જેમ માવજત કરવા માટે 'ફર્સ્ટ ચોઈસ' મલ્ટી બ્રાન્ડ કાર વર્કશોપની દેશભરમાં શરૃઆત કરી છે.

સૌરાષ્ટ્રના કાર મેઈન્ટેનન્સ ઈચ્છુકો માટે મહિન્દ્રા ગ્રુપ ઓફ કંપની સૌરાષ્ટ્રની સૌ પ્રથમ ફ્રેન્ચાઈઝી જામનગરના ઉદ્યોગપતિ અને જાણીતા બ્રહ્મસમાજ અગ્રણી અને આજીવન યુવાનભાઈ કાંતિભાઈ જોષીએ જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં શરૃ કરેલ છે. જેમાં ધર્મેન્દ્ર જોષી (માસ્કોટ મેટલ્સ) અને દિપક નેહલાણી (પ્રાઈમ ઈન્ફો) ના સંયુક્ત સાહસથી પ્લેટીનમ મોટર્સસ રૃપે સી-૧૮, એમ.પી. શાહ ઉદ્યોગનગર, શરૃસેક્શનમાં જામનગરની જનતા માટે કાર્યરત કરેલ છે.

કોઈપણ કંપનીની કોઈપણ કાર સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ કન્સેપ્ટ છે અને દેશમાં ૭પ૦ થી વધુ આ પ્રકારના મલ્ટી બ્રાન્ડ કાર શોપ કાર્યરત છે. આ મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસમાં કોઈપણ કંપનીની કોઈપણ કારનું તમામ પ્રકારનું મેઈન્ટેનન્સ, બોડી રીપેર, એરકંડીશન મેઈન્ટેનન્સ, ઈલેક્ટ્રીકલ વર્ક તેમજ મિકેનિકલ વર્ક સાથે એક્સીડેન્ટ ક્લેઈમ વન ડો સેપ સોલ્યુશન મળી રહે છે. તે ઉપરાંત એક્સીડેન્ટ અથવા ટોઈંગ સેવા પણ ઉપલબ્ધ છે.

આ મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ મલ્ટી બ્રાન્ડ વર્કશોપનો શુભારંભ દ્વારકા શારદા પીઠના મહંત નારાયણ નંદ બ્રહ્મચારી સ્વામીજીના વરદ્ હસ્તે કરવામાં ંઆવેલ. સાંસદ પૂનમબેન માડમ, માજી મંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય હકુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ શુભારંભને જામનગરના નામાંકીત ઉદ્યોગપતિ, વેપારીઓ તેમજ સામાજિક-રાજકીય અગ્રણીઓએ શુભેચ્છા પાઠવેલ છે.

એવેન્યુ સુ૫રમાર્ટસ લિમિટેડનો આઈપીઓ આઠ-માર્ચના ખૂલશે

અમદાવાદઃ વેલ્યુ-રિટેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી અને ડી માર્ટ સ્ટોર્સનું સંચાલન કરતી રાષ્ટ્રીય સ્તરની વિકસતી સુપરમાર્કેટ ચેઇન એવેન્યૂ સુપરમાર્કેટ્સ લિમિટેડ (કંપની)એ તેનો આઇપીઓ (ઓફર) લોંચ કર્યો છે. ઇશ્યૂ ૮ માર્ચ, ૨૦૧૭ના રોજ ખુલશે અને ૧૦ માર્ચ, ૨૦૧૭ના રોજ બંધ થશે, જેની પ્રાઇઝ બેન્ડ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતી ઇક્વિટી શેરદીઠ રૂ. ૨૯૫થી રૂ. ૨૯૯ છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂ પીરિયડ ૭ માર્ચ, ૨૦૧૭ના એટલે કે બિડ/ઇશ્યૂ ઓપનિંગ તારીખના એક કાર્યકારી દિવસ અગાઉ ખુલશે.

કંપનીએ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લાભ લેવામાં આવેલ એસીડીના વહેલાસર રિડેમ્પ્શન કે રિડેમ્પશન અને લોનના હિસ્સાની પૂર્વચુકવણી કે ઇશ્યૂ પછીની ચુકવણી માટે કરવા, નવા સ્ટોર્સના નિર્માણ અને ખરીદી તથા સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટક્સ (રેગ્યુલેશન) રુલ્સ, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી)(ૈૈૈ), જેમાં સમયેસમયે સુધારા મુજબ, (એસસીઆરઆર)ને આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમ ૪૧ સાથે વાંચતા અને આઇસીડીઆર નિયમનના નિયમન ૨૬(૧)નું પાલન કરવાની દૃષ્ટિએ, આ ઇશ્યૂ પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો લઘુતમ ૧૦ ટકા હિસ્સા માટે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૦૯ના નિયમન, જેમાં સમયે સમયે થયેલા સુધારા મુજબ (સેબી નિયમનો) ૨૬(૧) મુજબ આ ઇશ્યૂ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં ઇશ્યૂનો ૫૦ ટકા હિસ્સો સમપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી)ને ઓફર કરવામાં આવશે. જોકે કંપની ક્યુઆઇબી હિસ્સાનો ૬૦ ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે, જેમાંથી એક તૃતિયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફડ પાસેથી એન્કર રોકાણકારને ફાળવણીની કિંમત પર કે તેનાથી વધારે કિંમતે બિડ મળવાને આધિન છે ક્યુઆઇબીનો . ૫ ટકા હિસ્સો (એન્કર રોકાણકારના હિસ્સાને બાદ કરતા) મ્યુચ્યુઅલ ફંડ્સને જ સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો સમપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે , જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે.

ઉપરાંત સેબી નિયમનો મુજબ, ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત રોકાણકારોને બિડર્સને આ ઓફરમાં સહભાગી થવા ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ (એએસબીએ)નો ઉપયોગ કરીને તેમના સંબંધિત બેંક ખાતાઓની વિગત આપવી પડશે, જે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક (એસસીએસબી) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે એન ્કર રોકાણકાર હિસ્સામાં સહભાગી થવાની મંજૂરી નથી.

ઇશ્યૂના ગ્લોબલ કો-ઓર્ડિનેટર અને બીઆરએલએમ કોટક મહિન્દ્ર કેપિટલ કંપની લિમિટેડ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) એક્સિસ કેપિટલ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, આઇએનજીએ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનલ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

મ્યુઝિક બ્રોડકાસ્ટ લિમિટેડની-પબ્લિક ઓફર આઠ-માર્ચ-ર૦૧૭ ના બંધ થશે

મ્યુઝિક બ્રોડકાસ્ટ લિમિટેડ ("કંપની" કે "ઈશ્યુઅર") એ આજે ૬-માર્ચ-ર૦૧૭ ના રોજ રૃા. ૪,૦૦૦ મિલિયન ("નવા ઈશ્યૂ") સુધીના નવા ઈશ્યૂને સમાવતા પ્રિમિયમ ("ઓફર") પર રોકડ માટે રૃા. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર ("ઈક્વિટી શેર") નો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફર) રજૂ કરવાની અને વિક્રેતા શેરધારકો દ્વારા ર,૬પ,પ૧૮ ઈક્વિટી શેરના વેંચાણ માટે ઓફર ("ઓફર ફોર સેલ") રજૂ કરવાની યોજના બનાવી છે. આ ઓફર ૮-માર્ચ, ર૦૧૭ના મંગળવારે બંધ થશે. ઓફરની પ્રાઈઝ બેન્ડ ઈક્વિટી શેરદીઠ રૃા. ૩ર૪ થી રૃા. ૩ર૩ નક્કી કરવામાં આવી છે.

બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચા કરીને કંપની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (મૂડી અને પ્રકટીકરણની જરૃરિયાતો ઈશ્યૂ કરીને) નિયમન, ર૦૦૯ સંશોધન મુજબ ("આઈસીડીઆર નિયમન") એન્કર રોકાણકારોની સહભાગિતાનો વિચાર કરી શકે છે. એન્કર રોકાણકારો ઓફર ખુલતાની તારીખ એટલે કે ૩-માર્ચ, ર૦૧૭, શુક્રવારના એક કાર્યકારી દિવસ અગાઉ બિડ કરી શકશે. બિડ લઘુત્તમ ૪પ ઈક્વિટી શેર અને પછી ૪પ ઈક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર ("બીઆરએલએમ") આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક પરિતાપ છતાં તમારા રોજિંદા કામમાં વ્યસ્ત રહેવું પડે. પરિવારીક પ્રશ્નોનો ઉકેલ આવે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

શારીરિક-માનસિક અસ્વસ્થતા જણાય. ધંધા-વ્યવસાય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. કાર્યક્ષેત્રે તેજી જણાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

મિલન-મુલાકાત લાભદાયી સાબિત થાય. સંતાન બાબતે ચિંતા રહ્યાં કરે. મિત્ર વર્ગનો સાથ-સહયોગ મળે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૬-૯

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જુના-નવા સંબંધો તાજા થતા જણાય. ધંધાકીય કાર્યોમાં સાનુકૂળતા રહે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતાવાળો સમય રહેવા પામે. પુત્ર-પૌત્રાદિકના કાર્યોમાં પ્રશ્ન-ચિંતા જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નુકસાન કે વિવાદ થાય તેવા કાર્યો કરવા નહીં. ધાર્મિક કાર્યો થકી આપત્તિ-મુશ્કેલીમાંથી બહાર આવી શકો. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૪

Gemini (મિથુન: ક-છ-ધ)

માનસિક વ્યગ્રતા-વિચારોની દ્વિધામાં રચ્યા-પચ્યા રહો. કામગીરીમાં જવાબદારીમાં મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૩

Cancer (કર્ક: ડ-હ)

નાણાકીય લેવડ-દેવડના વ્યવહાર આપને ચિંતિત રાખે. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૪

Leo (સિંહ: મ-ટ)

નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે યશ-સફળતા મળવા પામે. સ્વાસ્થ્ય બાબતે સમય નરમ-ગરમ જણાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૬

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મિત્રો-સ્વજનોનો અપેક્ષા મુજબનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. મહત્ત્વના કાર્યોમાં વિલંબ જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૩

Libra (તુલા: ર-ત)

પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ થવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

મહત્ત્વના કાર્યોનો ઉકેલ આવતા સાનુકૂળતા થતી જણાય. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ બની રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે તકરાર ઉદ્ભવી શકે છે. જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાવચેત રહેવું. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. તા. ૧ર થી ૧પ આર્થિક લાભ, તા. ૧૬ થી ૧૮ વાદ-વિવાદ ટાળવા.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે મહત્ત્વની તકો પ્રાપ્ત થતી જણાય. પ્રગતિના માર્ગો ખૂલતા જણાય. ધંધાકીય ખરીદી કે આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે, જો કે, કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સામાજિક તથા જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને યશ-કીર્તિમાં વધારો થાય. તા. ૧ર થી ૧પ વ્યવસાયિક લાભ થાય. તા. ૧૬ થી ૧૮ મિશ્ર.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને માનસિક બેચેનીનો અનુભવ થતો જણાય. પરિસ્થિતિ વિકટ બનતી જણાય. નજીકના સ્નેહીજનો સાથે બોલાચાલી કે ઘર્ષણના બનાવો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતાઓ જણાય છે. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી આ સમયમાં શક્ય બને. સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય. ઋતુગત રોગોથી સાવધાન રહેવું. શત્રુ-વિરોધીઓથી સાચવવું. તા. ૧ર થી ૧પ લાભદાયી. તા. ૧૬ થી ૧૮ વાદ-વિવાદ ટાળવા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની મહેનત ફળતી જણાય. ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી તંગી દૂર થતી જણાય. આર્થિક સ્થિતિમાં સુખદ બદલાવ આવે. જો કે, સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી ઈચ્છનીય રહેશે. અન્યથા બીમાર પડવાની પૂરી શક્યતા જણાય છે. પારિવારિક ક્ષેત્રે નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વિદ્યાર્થીઓ વર્ગને અભ્યાસમાં સાનુકૂળતા જણાય. તા. ૧ર થી ૧પ સફળતા અપાવે. તા. ૧૬ થી ૧૮ મધ્યમ.

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના માટે મધ્યમ, ફળદાયી સપ્તાહ શરૃ થવા જ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. અણધાર્યા - આકસ્મિક - ખર્ચાઓને કારણે નાણાભીડનો અનુભવ થાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. ઘર-પરિવાર બાબતે સ્નેહીજનો સાથે સમય સુખપૂર્વક પસાર કર શકશો. ભાઈ-ભાંડુ સાથે કોઈ મતભેદ/વિવાદ હશે તો તેનો નિકાલ આવે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધાર્યો લાભ મેળવવામાં વિલંબ થાય. ધાર્મિક કે માંગલિક કાર્યમાં સહભાગી થઈ શકો. તા. ૧ર થી ૧પ ખર્ચ-વ્યય, ૧૬ થી ૧૮ સુખદ રહે.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે મુસાફરીસૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થઈ ગયું છે. આ દિવસોમાં નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. વિઘ્નો-રૃકાવટો દૂર થતી જણાય. સામાજિક તથા રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિઓ માટે આ સમય મહત્ત્વનો પુરવાર થાય. આપની પ્રતિભા કૌશલ્યથી નામના-પ્રતિષ્ઠામાં વધારો થાય. શત્રુ-વિરોધીઓ નબળા પડતા જણાય. નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. નહીં નફો - નહીં નુકસાન જેવો અનુભવ થાય. સંતાન બાબતે ચિંતા રહે. જમીન-મકાન અંગે મુશ્કેલી બાદ સાનુકૂળતા રહે. તા. ૧ર થી ૧પ પ્રવાસ, ૧૬ થી ૧૮ યશ-સન્માન મળે.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કામનું ભારણ સતત વધતું જણાય. ત્વરીત સફળતા મેળવવા માટે વ્યાકુળ બનતા જણાવ. જવાબદારીઓના ભારને કારણે માનસિક બેચેનીનો અનુભવ થાય. જો કે, આપના પ્રયાસોનું મીઠું ફળ પણ ચાખવા મળે. નાણાકીય સ્થિતિ મજબુત અને વ્યવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભની શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી સહકાર મળે. તા. ૧ર થી ૧પ વ્યસ્તતા, ૧૬ થી ૧૮ લાભદાયી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આરોગ્યની તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી સલાહભરી રહેશે. જાહેરજીવન તથા રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય લાભદાયી બની રહે. માન-મોભો, પદોન્નતિ થાય. આર્થિક સમસ્યા હશે તો દૂર થવા પામે. વડીલ વર્ગ, માતા-પિતાથી લાભ થાય. સાંસારિક જીવનમાં જીવનસાથી સાથે અણબનાવ-મતભેદ થઈ શકે છે. સંબંધોની ગરિમા જાળવશો તો સ્થિતિ કાબુમાં રાખી શકશો. તા. ૧ર થી ૧પ માન-સન્માન મળે. તા. ૧૬ થી ૧૮ આરોગ્ય સાચવવું.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસોમાં આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. સમય પરિવારજનો સાથે આનંદપૂર્વક પસાર થવા પામે. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જો કે, વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એક-મેકનો સાથ-સંગાથ મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ આ સમયમાં સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧ર થી ૧પ લાભદાયી, તા. ૧૬ થી ૧૮ આનંદદાયી.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ દિવસો દરમિયાન ચિંતા-પરેશાનીઓ મહદ્અંશે હળવી થાય. સ્નેહી-પરિવારજનો સાથે સમય સુખપૂર્વક પસાર કરી શકશો. અધુરા કાર્યો-અટવાયેલા કાર્યો પાર પાડી શકશો. આર્થિક બાબતે સ્થિતિ સામાન્ય રહેતા, નહિં નફો-નહીં નુક્સાન જેવો અનુભવ થાય. વ્યવસાયિક બાબતોમાં ધીમી ગતિએ આગળ વધી શકશો, જો કે સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી નુક્સાન થઈ શકે. તા. પ થી ૭ સામાજિક કાર્ય થાય. તા. ૮ થી ૧૧ મધ્યમ.

Libra (તુલા: ર-ત)

આ૫ના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધૂરા રહી ગયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ થશો. માતા-પિતા, વડીલવર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે-ધીમે દૂર થતી જણાય. જો કે, નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ૧ર થી ૧પ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૬ થી ૧૮ પારિવારિક કાર્ય થાય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય બાબતે સમય ખર્ચાળ સાબિત થાય. આવકની સામે જાવક વધુ રહેવાથી બચત શક્ય ન બનતા નાણાભીડનો અનુભવ થાય. આ સમયમાં વાણી ઉપર સંયમ રાખવો. દાંપત્ય જીવનમાં વાકયુદ્ધ સર્જાય. કૌટુંબિક સમસ્યાઓ વધુ ઘેરી બને સંયમ તથા શાંતિથી કામ લેવું હિતાવહ રહેશે. જમીન-મકાન બાબતે પ્રતિકુળતા રહે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક નાણાકીય સહાયથી કાર્યમાં પુનઃ ગતિ જોવા મળે. તા. ૧ર થી ૧પ સાનુકૂળતા રહે. તા. ૧૬ થી ૧૮ નાણાભીડ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી