બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

મેઘધનુ

'મેઘધનુ'ના મુશાયરામાં કાવ્યના તમામ રંગો ખીલ્યા

કવિતા આખીર ક્યા હૈ ? મોતી મેં દરીયા હૈ

'નોબત'ના ૬૦ મા જન્મદિન નિમિત્તે આયોજીત ત્રિદિવસીય આર્ટ ફેસ્ટીવલ 'મેઘધનુ' સીઝન-ટુ ની દ્વિતીય રાત્રિએ 'ક' કવિતાનો 'ક' કાર્યક્રમ અંતર્ગત ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું. જેમાં કવયિત્રી એશા દાદાવાલા, કવિ હરદ્વાર ગોસ્વામી, કૃષ્ણ દવે, ડો. હરિશ ઠક્કર, ભાગ્યેશ જ્હા, જલન માતરી અને સ્થાનિક કવિ ડો. મનોજ જોષી 'મન'એ પોતપોતાની આગવી રચના શૈલીમાં રચિત કાવ્યો પ્રસ્તુત કરતા લાગણીઓના માનમાં સર્જકો અને શ્રોતાઓના દરમિયાનમાં શબ્દોનું મેઘધનુ રચાયું હતું.

'મને તો સ્વર્ગથી અદકું

આ મારૃં ગામ લાગે છે

અહીંની એક અડધી ચા

છલકતો જામ લાગે છે'

ડો. મનોજ જોષી 'મન'ના ઉપરોક્ત શેરથી વિરલ રાચ્છએ કાર્યક્રમના આરંભની ઉદ્ઘોષણા કરી હતી. ત્યારપછી કવિ સંમેલનના સંચાલક હરદ્વાર ગોસ્વામીએ શબ્દરથના સારથીની ભૂમિકા સંભાળી હતી. હરદ્વાર ગોસ્વામીએ 'નોબત'ના આયોજનને બિરદાવી શ્રોતાઓને આવકારી વિવિધ કાવ્યપંક્તિઓથી કવિ સંમેલનના શુકન કર્યા હતાં.

કવિ સંમેલનમાં 'નોબત'ની સંગત પૂર્તિના 'કલા, કલમ અને કલદાર' વિભાગના સંપાદક અને નગરને દેશભરમાં ગૌરવ અપાવનાર સ્થાનિક કવિ ડો. મનોજ જોષી 'મન'એ સૌ પ્રથમ કાવ્યપાઠ કર્યો હતો.

'નગરની સાંજની સોબત

અને શણગાર નોબત છે

ધબકતું હોય જો હાલાર

તો ધબકાર નોબત છે'

ઉપરોક્ત પંક્તિઓ દ્વારા ડો. મોજન જોષી 'મન'એ 'નોબત'ની દીર્ઘયાત્રા, નિષ્ઠા અને પ્રભાવને સુંદર રીતે બિરદાવ્યા હતાં.

'બોલે છે બોલા બોલ કરે છે

જીયોમાંથી કોલ કરે છે'

'સાચું કહેજો ગંભીર છો કે

ગેમ કરો છો?

બારી છોડી પડદાને કાં

પ્રેમ કરો છો?'

વગેરે રચનાઓ સીધી શ્રોતાઓના હૃદય સુધી પહોંચતા શ્રોતાઓએ 'મન'ના પ્રભાવમાં તાળીઓનો ગવડગડાટ કર્યો હતો.

ત્યારપછી સુરતના કવિ ડો. હરિશ ઠક્કરએ પોતાની ઉત્તમ કૃતિઓ રજૂ કરી હતી.

'એભલે નાનો કે મોટો હોય છે

હર કોઈને એક ઈગો હોય છે

ચાલશે તો ચાલશે

એ ક્યાં સુધી

મ અહમ્નો દોસ્ત

ખોળો હોય છે'

વગેરે શેરો ઉપર ડો. હરિશ ઠક્કરએ હકપૂર્વક દાદ મેળવી હતી. ખાસ કરીને શ્રોતાઓ તેમની જીવંત અને રમૂજી રજૂઆતના ચાહક બની ગયા હતાં.

ત્યારપછી સુરતના રહેવાસી અને વર્તમાન ગુજરાતી સાહિત્ય જગતના અગ્રણી કવયિત્રી એશા દાદાવાળાએ અછાંદસ કવિતાઓ રજૂ કરી હતી.

'એણે કહ્યું હતું

તને પ્રેમ કરૃ છું

મેં કહ્યું હું પણ

એણે કહ્યું હું તારી

સાથે જિંદગી જીવવા માગુ છું

મેં કહ્યું હું પણ

એણે કહ્યું હતું

તારા વગર જીવી

શકું એમ નથી

મેં કહ્યું હું પણ

એણે કહ્યું હતું હથેળીમાં ચાંદ

તારા ઉગાડીશ

મેં કહ્યું હું પણ

એણે કહ્યું કે હું તારા કદમોમાં

દુનિયા લાવી દઈશ

મેં કહ્યું હું પણ

એક દિવસ એણે કહ્યું

હું હવે હવે

તારી સાથે જીવી શકું એમ થી

ત્યારે હું ન્હોતી બોલી

શકી 'હું પણ'

'ડાયલોગ' નામની આ કવિતાએ બ્રેકઅપ અથવા ડીવોર્સની પીડા સહન કરેલ નારી હૃદયનો અવાજ શ્રોતાઓના દિલ સુધી પહોંચાડ્યો હતો. આ ઉપરાંત 'કૂકર', 'જૂટ્ઠી સ્ત્રી', 'એક હતા પપ્પા' અને 'પગફેરો' ગંભીર અને સ્ત્રી સંવેદનોની કવિતાઓને શ્રોતાઓએ તાળીઓથી વધાવી પોતાની કાવ્યસૂઝ તેમજ સર્જકની પ્રતિભા બન્નેને બિરદાવી હતી.

ત્યારપછી કવિ સંમેલનના સંચાલક હરદ્વાર ગોસ્વામીએ મોહક અંદાજમાં કાવ્યપાઠ કર્યો હતો.

'ભીની આંખો કોરા ખેતર

શું કરવાનું?

વરસાદ પડ્યો દરિયા ઉપર

શું કરવાનું?

પાપ કર્યું ના એકે ય મેં,

એમ કહીને

ઈસુજ ફેંકે પહેલો પથ્થર

શું કરવાનું?'

વગેરે ગઝલો રજૂ કરી તેમણે મુશાયરાને મોભાદાર બનાવી દીધો હતો. વૃદ્ધત્ત્વમાં એકલતાની પીડાને અભિવ્યક્ત કરતી કવિતા 'સાંજે પડે ને જીવતર જીવવા જેવું લાગે' તેમજ હાસ્ય કવિતા 'હું ફેસબુકનો શાયર' ઉપરાંત અછાંદસ કવિતા 'તારાથી છૂટ્ટા પડવું એટલે'ને પણ શ્રોતાઓએ તાળીઓથી વધાવી હતી.

ત્યારપછી ગુજરાતીના પ્રસિદ્ધ ગીત કવિ કૃષ્ણ દવેએ પોતાના આગવા અંદાજમાં ગીતો રજૂ કરી હંમેશ માફક રંગ જમાવી દીધો હતો.

'ઝળકના ટીપાંએ

ડોરબોલ મારી

કળીઓએ બારણાં

ઉઘાડ્યારે લોલ'

પ્રસન્નતાનું ગીત રજૂ કરી તેમણે 'નોબત'ના પ્રયાસને બિરદાવી જામનગરના સારસ્વતોનું સ્મરણ કર્યું હતું.

'એની કરીએ સોબત

કે દુઃખ બીજાનું દેખી જેના

દિલમાં વાગે નોબત'

ગીત વડે તેમણે અખબાર તરીકે 'નોબત'ની દીર્ઘ અને પ્રામાણિક યાત્રાને બિરદાવી હતી. આ ઉપરાંત 'વાત શું કરે?', 'અમને શું ફેર પડે બોલો' તેમજ 'ચૂંટણી' વગેરે કાવ્યો રજૂ કર્યા ત્યારે શ્રોતાઓ સહજતાથી તાળીઓ પાડી ઊઠ્યા હતી.

ત્યારપછી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ કાવ્યપાઠ કર્યો હતો.

'સમજણની ધાર કાઢતો હું

વારતા કહું

મનનો નું ખોલ માઢ તો હું

વારતા કહું'

વગેરે ગઝલોમાં સૂક્ષ્મ સંવેદનો ઉજાગર થયા હતાં. તેમણે વતન મહેસાણાની બોલીમાં રજૂ કરેલ ગીત 'સમજ્યા મારા દયોર'ને પુષ્કળ દાદ મળી હતી.

'હું જમાનાની ગઝલ લખતો

નથી એવું નથી

આંસને હું શબ્દથી અડતો

નથી એવું નથી'

ઉપરોક્ત ગઝલ દ્વારા ગઝલમાં અલ્પ ખેડાણ કરતા આ કવિએ ગઝલ ઉપર પોતાની હથોટીનો પુરાવો આપ્યો હતો. તેમણે રજૂ કરેલ યુગલ ગીત તેમજ 'બકા તકલીફ તો રહેવાની ને' પણ શ્રોતાઓએ વધાવી લીધું હતું.

કાર્યક્રમના અંતિમ ચરણમાં પરંપરાગત ગુજરાતી ગઝલના ઉત્તમ અને વરિષ્ઠ ગઝલકાર જલન માતરીએ પોતાની આગવી શૈલીમાં ગઝલો રજૂ કરી દાદનો વરસાદ મેળવ્યો હતો.

'હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ

માંગી લઉ

અર્થ એનો એ નથી

તારે કબૂલી લેવી'

ઈશ્વરને સંબોધી તેમણે રચેલા ચોટદાર શેર એક કવિના વિદ્રોહના ઘોષ સમાન હતાં જેમાં ઈશ્વર પ્રત્યે નારાજગી હતી અને નારાજગી તેના પ્રત્યે જ હોય જે ખૂબ અંગત હોય.

'આમ પજવે છે શાને ખુદા

સખણો રે'ને

તારે જોઈએ છે શું? હાજર

થઈને કે'ને'

કાવ્યપાઠ દરમિયાન જલન સાહેબે હૃદયરોગના હુમલાનો અનુભવ તેમજ ત્યારે સર્જાયેલ ગઝલો પણ રજૂ કરી હતી. તેમની અમર રચના 'તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી.

પણ તેમણે રજૂ કરી હતી.

'હું જો અનુકરણ ન કરૃં

તો કરૃં એ શું?

અહિંયા મરી જવાનો

 પ્રથમથી રિવાજ છે'

જલન માતરીએ કાવ્યપાઠ પર્ણ કરતા તેમને સ્ટેન્ડીંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. ત્યારે ખરા અર્થમાં મુશાયરો સંપન્ન થયો હતો.

Nobat Meghdhanu Season II Day 3

Nobat Meghdhanu Season II Day 2

Nobat Meghdhanu Season II Day 1


મેઘધનુ Part-1

Nobat Meghdhanu Day 1

Nobat Meghdanu Day 2

Nobat Meghdhanu Day 3

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સાંસારિક પ્રશ્નમાં સંભાળવું પડે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. ધર્મકાર્યથી આનંદ રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬

Capricorn (મકર: ખ-જ)

વિચારોની સ્થિરતા-એકાગ્રતા જાળવવી પડે. આવક થાય. પરંતુ બચત થાય નહીં. નાણાભીડ અનુભવાય. શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

સાંસારિક પ્રશ્નમાં ચિંતા રહ્યાં કરે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ રહે. મિત્રવર્ગનો સાથ મળવા પામે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૨-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. સમય-શ્રમ-નાણાનો વ્યય થતો જણાય. સ્વાસ્થ્ય સાચવવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯

Aries (મેષ: અ-લ-ઈ)

ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સ્વજનોનો સાથ-સહકાર મળવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૭

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી-ધંધા-વ્યવસાય બાબતે સાનુકૂળતા રહેતી જણાય. ધાર્મિક કાર્ય આનંદથી કરી શકશો. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬

Gemini (મિથુન: ક-છ-ધ)

આનંદ-ઉત્સાહ રહેવા પામે. સાનુકૂળતા રહે. આપ આપના રોજિંદા કામ સારી રીતે કરી શકશો. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૩

Cancer (કર્ક: ડ-હ)

વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળતાવાળો બની રહે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૪

Leo (સિંહ: મ-ટ)

પુત્ર-પૌત્રાદિકના અભ્યાસમાં ધ્યાન આપવું પડે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૬

Virgo (કન્યા: પ-ઠ-ણ)

શાંતિ અને ધીરજ રાખી કાર્ય કરવું. નાણાકીય રોકાણ બાબતે સંભાળીને નિર્ણય લેવા. દિવસ સાનુકૂળ બની રહે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. નાણાકીય લેવડ-દેવડના કાર્યોમાં સાવધાની રાખવી. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સ્વાસ્થ્ય બાબતે સમય નરમ-ગરમ બની રહે. ખર્ચ-ખરીદી થાય. નોકરી-ધંધાના કામ ઉકેલાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૫

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપ વધુ સક્રિય બનતા જણાવ. જવાબદારીઓ વધવાથી વ્યસ્તતામાં પણ વધારો થતો જોવા મળે. શારીરિક-માનસિક થાકનો અનુભવ થાય. જો કે મહેનતના ફળ મીઠા સમજવા. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. વિદ્યાર્થી વર્ગને અપેક્ષા અનુસાર પરિણામ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુજનક બીમારીઓથી પરેશાન રહેવું પડે. તા. ૧૫ થી ૧૮ કાર્યબોજ વધે, તા. ૧૯ થી ૨૧ મધ્યમ.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે તડકા-છાયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સારી અને નરસી બંને પરિસ્થિતિનો અનુભવ થતો જોવા મળે. વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. નાણાની તંગી સ્પષ્ટ વર્તાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલત્વી રાખી શકાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ જળવાઈ રહે, જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ સહકાર મળી રહે. શત્રુ-વિરોધીઓને પરાસ્ત કરી શકો. વડીલવર્ગથી લાભ થાય. તા. ૧૫ થી ૧૮ શુભ, તા. ૧૯ થી ૨૧ મધ્યમ

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નવી કાર્યરચનાનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે નવા સાહસો, નવી કાર્યરચનાઓ પાર પાડવાનો અવસર પ્રાપ્ત થાય. કોઈ નવી અને મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી સાબિત થાય. સફળતા અને પ્રગતિના માર્ગો ખુલતા જણાય. જો કે કાર્યબોજને કારણે માનસિક થાકનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકોને યશ-કીર્તિમાં વધારો થાય. તા. ૧૫ થી ૧૮ મિશ્ર, તા. ૧૯ થી ૨૧ નવી કાર્યરચના થાય.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમ્યાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે લાભદાયી તકો મળે તે ઝડપી લેજો. ભવિષ્યના આયોજન અંગે આપ સજાગ બનતા જણાવ. નાણાપ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા આપ સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. શત્રુ-વિરોધીઓથી નુકસાન થવાની સંભાવના જણાય છે. સાવચેત રહેવું સલાહભર્યું છે. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીઓથી સાવચેત રહેવું. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવું પડે. તા. ૧૫ થી ૧૮ લાભદાયી, તા. ૧૯ થી ૨૧ વ્યસ્તતા રહે.

Aries (મેષ: અ-લ-ઈ)

આપને માટે શાંતિપૂર્વકનો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ દિવસો દરમિયાન ચિંતા-પરેશાનીઓના વાદળ વિખેરાતા જણાય. લાંબા સમયથી ચાલી આવતી તકલીફો ક્રમશઃ ઘટતા રાહત અનુભવશો. ઘર-પરિવારમાં સ્નેહ-સહકારની ભાવના બની રહે. વડીલ વર્ગ, માતા-પિતાના આશીર્વાદ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ મધ્યમ રહેવા પામે. નહિં નફો નહિં નુક્સાન જેવી અનુભૂતિ થાય. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીમાંથી નાની-મોટી પરેશાની થઈ શકે. જમીન-મકાન, રહેઠાણને લગતી કોઈ સમસ્યા હોય તો નિકાલ લાવી શકશો. નોકરિયાત વર્ગને કાર્યબોજ ઓછો થાય. તા. ૧પ થી ૧૮ સુખદાયી. તા. ૧૯ થી ર૧ મધ્યમ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે મહેનતનું મીઠું ફળ આપતું સપ્તાહ શરૃ થઈ રહ્યું છે. આ દિવસોમાં આપે કરેલ પરિશ્રમ ફળતો જણાય. ભાગ્યના દ્વાર ખૂલતા સોનામાં સુગંધ ભળે એવી અનુભૂતિ થાય. વ્યાપાર-વ્યવસાય-રોજગાર ક્ષેત્રે પરિસ્થિતિ સુખદ આશ્ચર્યવાળી બને. નવા કરાર-કોલ થઈ શકે. નવી દિશામાં આગળ વધી શકો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બની શકશો, જો કે જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી નુક્સાન વેઠવું પડે. કોઈના વિવાદમાં મધ્યસ્થિ બનવું નહીં. ઘર-પરિવાર બાબતે કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવે. તા. ૧પ થી ૧૮ વ્યવસાયિક લાભ. તા.૧૯ થી ર૧ સામાન્ય કાર્ય થાય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્વમૂલ્યાંકન કરશો. કાર્યશૈલીમાં બદલાવ આવે. નવી પદ્ધતિઓને અનુસરશો. ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં લઈ ભવિષ્યને તૈયાર કરવા માટે આ સમય અગત્યનો છે યાદ રાખશો. વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સુખદ અને પડકારજનક બન્ને જોવા મળે. નાણાકીય બાબતે આવકની સામે ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. એકંદરે સપ્તાહ સારૃ રહે. તા. ૧પ થી ૧૭ નવિન કાર્ય થાય. તા. ૧૮ થી ર૧ ખર્ચ-ખરીદી

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે મુસાફરીદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન આપ આપના ઘર-પરિવારના સભ્યો કે મિત્રો-સ્વજનો સાથે યાત્રા-પ્રવાસની મજા માણી શકશો. પ્રવાસ મજાની સાથે-સાથે ખર્ચાળ પણ સાબિત થાય. કોઈ નવી અને મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાતથી આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. નોકરી-ધંધામાં બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબીક સંબંધોમાં લાગણીઓ ઉપર કાબુ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા. ૧૫ થી ૧૮ સારી, તા. ૧૯ થી ૨૧ યાત્રા-પ્રવાસ.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે આપની લાગણીઓ ઉપર કાબુ રાખવો પડે. ઘર-પરિવારના સભ્યો સાથે માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. અન્યના લડાઈ-ઝઘડામાં મધ્યસ્થી બનવું નહીં. ચિંતાઓ-જવાબદારીઓનો ભાર હળવો થતો જોવા મળે. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ બાબતે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સંતાન અંગે ચિંતા રહ્યા કરે. તા. ૧૫ થી ૧૮ સાનુકૂળ, તા. ૧૯ થી ૨૧ મધ્યમ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે આરોગ્ય સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમ્યાન આપને ઋતુગત બીમારીઓના કારણે પરેશાનીમાંથી મુક્તિ મળે, છતા શારીરિક તથા માનસિક અસ્વસ્થ્તા રહેતી જણાય. વ્યાપાર-ધંધાક્ષેત્રે ધારેલા લાભ મેળવવા માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે, વ્યાપારી વર્ગ માટે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ નવી દિશા મળે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૫ થી ૧૮ આરોગ્ય સુધરે, તા. ૧૯ થી ૨૧ મિશ્ર.

Libra (તુલા: ર-ત)

આપના માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નિકટના સ્વજનો-પરિવારજનો-સ્નેહીજનો સાથે સમય સુખમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસની મજા પણ આપ માણી શકો છો. આપ માનસિક રીતે પ્રસન્ન રહેતા જણાવ. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. ઘર પરિવાર બાબતે જમીન, મકાન, મિલકત અંગેના વિવાદનો અંત આવતો જણાય. નાણાકીય, સ્થિતિ નબળી રહેવા પામે. આરોગ્ય નરમ-ગરમ રહેતું જણાય. તા. ૧૫ થી ૧૮ સુખમય, તા. ૧૯ થી ૨૧ ખર્ચ-વ્યય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય બાબતે સ્થિતિ ખર્ચાળ પૂરવાર થાય. આવકની સામે જાવક વધુ રહેવાથી બચત શક્ય ન બનતા નાણાભીડનો અનુભવ થાય. આ સમયમાં વાણી ઉપર સંયમ રાખવો. દાંમ્પત્ય જીવનમાં વાકયુદ્ધ સર્જાય. કૌટુંબિક સમસ્યાઓ વધુ ઘેરી બને. સંયમ તથા શાંતિથી કામ લેવું હિતાવહ રહેશે. જમીન-મકાન બાબતે પ્રતિકૂળતા રહે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક નાણાકીય સહાયથી કાર્યમાં પુનઃગતિ જોવા મળે. મિત્રોનો સાથ-સહકાર મળે. તા. ૧૫ થી ૧૮ નાણાભીડ, તા. ૧૯ થી ૨૧ સાનુકૂળતા રહે.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી