બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

પ્રાસંગિક લેખ

તાજેતરમાં મૂકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી વિશે મીડિયા અને સોશ્યલ મીડિયામાં પ્રસંગની તમામ ભવ્યતા અને ઝાકમઝોળ વચ્ચે પણ જે વાતને લોકોએ સૌજન્યપૂર્વક બિરદાવી તે હતી દુનિયાના ધનાઢ્યોમાં એક શ્રી મૂકેશ અંબાણીની એક દીકરીના બાપ તરીકેની વિનમ્રતા અને વર્તાવ! અંબાણી પરિવારના આ ભારતીય સંસ્કાર, આ ગરિમા અને દીકરીવાળાઓ તરીકેનાં વ્યવહાર, વાણી અને વર્તન સમગ્ર ભારતીય અને વૈશ્વિક સમાજે નિહાળ્યાં તે સાચા અર્થમાં ધીરૂભાઈનો વારસો છે. ધીરૂભાઈ નખશીખ ભારતીય હતા. પોતાની તમામ વૈશ્વિક સિદ્ધિઓ અને સફળતાઓ વચ્ચે પણ તેમના પગ દેશની માટી સાથે જકડાયેલ રહ્યા.

જે સમયે ધીરૂભાઈ તત્કાલીન એડન (વર્તમાનમાં યમન)થી ભારત પરત આવ્યા તે સમયે બ્રિટીશ કોલોનીના આફ્રિકી પ્રદેશમાં સ્થાયી થવું સરળ હતું અને ઘણા ભારતીયો ત્યાં સ્થાયી થયા અને કાળાંતરે બ્રિટીશ નાગરિકત્વ પણ પામ્યા અને બ્રિટનમાં પણ જઇને વસી શક્યા. ધીરૂભાઈ માટે પણ તે સહેલું હતું. પરંતુ તેઓ સ્વદેશ પાછા આવ્યા અને દેશમાં જ નવેસરથી શરૂઆત કરી. આ દેશ, આ ધરતી, આ માટીનું કદાચ તેમને જબરૂં ખેંચાણ હતું.

ધીરૂભાઈ પ્રત્યેક વ્યાવસાયિક કે ઔદ્યોગિક કદમ દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને લેતા. તેઓ દેશના જ નહિ પણ વિદેશના અર્થ-પ્રવાહોથી પોતાને માહિતગાર રાખતા અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાય અને ઉદ્યોગને કેવી રીતે મજબૂતી પ્રદાન કરે અને તે દ્વારા દેશના અર્થતંત્રને શો ફાયદો થાય તે પ્રકારનાં પગલાં લેતા. દેશના વધુને વધુ લોકોને પોતાના ઉદ્યોગ-વ્યવસાય સાથે સાંકળીને તેઓ જાતે તો સમૃદ્ધ થતા, બીજા હજારો લોકોને પણ સમૃદ્ધ કરતા જતા અને તે રીતે દેશના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વ્યવસ્થામાં માતબર પ્રદાન કરતા રહેતા.

આજે જે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટીનો વિચાર સી.એસ.આર. તરીકે સરકાર અને સમાજમાં સ્વીકૃત બન્યો છે તે ધીરૂભાઈએ જે રીતે નાવિન્યસભર બનાવ્યો હતો તે જોઇને તો દંગ રહી જવાય તેવું છે. તેઓ માનતા કે રાજા-મહારાજાઓ, પૂર્વજો અને શેઠ-મહાજનો તો પોત પોતાની રીતે દાન-પુણ્ય કરી સામાજિક જવાબદારીનું વહન કરતા જ. આ પરંપરાગત ભારતીયતા છે. દરેકે પોત પોતાની હેસિયત અને શક્તિ પ્રમાણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઇએ. એક ઉદ્યોગપતિ તરીકે કદાય દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસમાં એ પહેલીવાર બન્યું હશે કે કોઇપણ ઉદ્યોગપતિએ પોતાના કારખાનામાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં સામાજિક જવાબદારી નિભાવવવાનું શરૂ કર્યું હોય !

જામનગરમાં દુનિયાની મોટામાં મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરીના જંગી મૂડી રોકાણનું વળતર (ઇર્ંૈં) મળવાનું શરૂ થાય તે પહેલાંથી જ ધીરૂભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં વિશિષ્ટ સમાજલક્ષી કાર્યોનો પ્રારંભ કર્યો હતો. રિફાઇનરીની આજુબાજુનાં ગામોની ગાયોને નિયમિત ધોરણે ઘાસચારો પૂરો પાડવાનું અને ગામેગામ ગૌશાળાઓ બાંધવાનું કાર્ય કોઇ ઉદ્યોગગૃહ કરે, કોઇ ઉદ્યોગપતિ કાયમી ધોરણે તે કામને પોતાનું ગણી માથે લે તે ધીરૂભાઈ અંબાણી જ કરી શકે! તેમણે પોતાના સંકુલમાં પ્રોસેસ વોટરની જરૂરિયાત માટે સ્થાપેલ દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી નાગરિક વપરાશ માટે પુષ્કળ પાણી સપ્લાય કર્યું! ગામડાંઓમાં ધુમાડાબંધ જમણ અને લોકસાહિત્યના  કવિઓ-કલાકારો-વાર્તાકારોના ડાયરાઓનું આયોજન અને આ પ્રકારનાં કામોમાં સક્રિય ભાગીદારી અને વ્યક્તિગત ઉપસ્થિતિ ધીરૂભાઈની ખાસિયત પણ હતી ને ખૂબી પણ. કારણ કે તેમની નસોમાં ભારતીય સંસ્કારો વહેતા હતા.

ધીરૂભાઈ ટેકનોલોજી અને પ્રોસેસ પ્લાન્ટો આયાત તો કરતા જ, પરંતુ તેમાંથી ઉત્પાદન તો દેશમાં જ કરતા. કારણ કે તેઓ માનતા કે જેમાં દેશનું શ્રેય છે તેમાં જ રિલાયન્સનું શ્રેય છે. (ઉરટ્ઠા ૈજ ર્ર્ખ્તઙ્ઘ ર્કિ ૈંહઙ્ઘૈટ્ઠ ૈજ ર્ર્ખ્તઙ્ઘ ર્કિ ઇીઙ્મૈટ્ઠહષ્ઠી). તેથી જ જ્યારે આજકાલ દેશના તવંગરોમાં ઇટાલી જેવા દેશોમાં લગ્ન પ્રસંગ ઉજવવાનો ઉન્માદ છે ત્યારે મૂકેશભાઈ દીકરીનાં લગ્ન દેશમાં જ અંબાણી પરિવારને છાજે તેવી ભવ્યતા અને ગરિમાથી કરે તે ધીરૂભાઈ અંબાણીના સંસ્કાર નહિ તો બીજું શું? ભારતીયતા નહિ તો બીજું શું? કારણ કે ગમે તેટલા ધન વૈભવ છતાંય 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...!'

સંસ્કારિતા એવી કે દેશનાં તીર્થોના દેવી દેવતાઓને કંકોતરી અર્પણ થાય છે. સેવા પરાયણતા એવી કે લગ્ન સમારંભનું પ્રથમ ભોજન નારાયણ સેવા સંસ્થાન જેવી સેવાભાવી સંસ્થાના પાંચ હજાર વૃદ્ધો-બાળકો-વિદ્યાર્થીઓથી શરૂ થાય છે, જેમાં યજમાન પરિવાર શ્રી મૂકેશ અંબાણી  શ્રીમતી નીતા અંબાણી સહિત સૌ પ્રેમથી ભોજન પીરસે છે અને આગ્રહ કરીને જમાડે છે.  ભોજન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલે છે. ઇશ્વર-પ્રીતિ એવી કે વિદેશી મહેમાનો સહિત સૌ કોઇ ભેગા મળી જય જગદીશ હરે આરતી ભાવપૂર્વક ગાય છે. અને વિનમ્રતા, કૃતજ્ઞતા એવી કે શ્રી મૂકેશ અંબાણી સ્વયં એમ કહે કે દીકરીવાળા છીએ, કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. ભારતીય સંસ્કારિતાની આ પરાકાષ્ઠા  છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આ સંસ્કારો છે. આ છે ભારતીય પરંપરા. આ છે દેશની ધરતીની સુગંધ.

આલેખનઃ પરિમલ નથવાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.માં કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ

 

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક ચિંતા દૂર થવા પામે. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. સંપત્તિના કામમાં સાનુકૂળતા રહેવા પામે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

Capricorn (મકર: ખ-જ)

અગત્યના કામમાં સફળતા મળે. મિત્રોનો સહકાર ઉપયોગી થવા પામે. સંતાનથ લાભ મળતો જણાય. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૪-૧

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસ સાનુકૂળતાભર્યો અને સફળદાયક બની રહે. ધીરજ ફળે. સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

લાભની તક સરી ન પડે તે અંગે સતર્ક રહેવું. તબિયત સાચવવી. યાત્રા-પ્રવાસ બાબતે મુશ્કેલી ઉભી થતી જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૪

Aries (મેષ: અ-લ-ઈ)

આરોગ્યની કાળજી લેવી. આર્થિક બાબતને બગડતી અટકાવી શકશો. સ્નેહીથી મુલાકાત થવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૩

Taurus (વૃષભ: બ-વ-ઉ)

વ્યવસાયિક ક્ષેત્રે કોઈ સારી તક સર્જાતી જોવા મળે. કામકાજને આગળ ધપાવી શકશો. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

સંજોગો કઠીન હશે તો નરમ બનાવી શકશો. હકારાત્મક બનવાથી સુખદ અનુભવ થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યના પ્રશ્નોને હલ કરી શકશો. મિત્ર કે સંબંધી સહયોગી બને. પ્રવાસમાં વિલંબ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૫

Leo (સિંહ: મ-ટ)

અંગત ચિંતાનું નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થવા પામે. ગૃહજીવનના કામકાજમાં સાનુકૂળતા રહેવા પામે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪

Virgo (કન્યા: પ-ઠ-ણ)

કુટુંબી કે સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા રાખ્યા વિના કેવળ હિત જોવાથી લાભદાયક તકો સર્જાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

નવી આશા ઉભી થવા પામે. તમારા પ્રયત્નો ફળદાયી બનવા પામે. ઘર-પરિવાર બાબતે ગૃહવિવાદ ટાળજો. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળી રહે. કાર્યસિદ્ધિ મળવા પામે. આપનો દિવસ સફળતાસભર બની રહેવા પામે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના વ્યાપાર-ધંધા ક્ષેત્રે પ્રગતિકારક માર્ગ મોકળો થતો જણાય. સફળતાની સીડી સરળતાપૂર્વક ચઢી શકશો. ધંધાકીય ખરીદી કે આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે, જો કે કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા રહ્યા કરે. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૦ વ્યાવસાયિક લાભ થાય.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં ઉથલ-પાથલ આવતી જણાય. બિનજરૃરી આકસ્મિક ખર્ચાઓના કારણે ખર્ચનું પ્રમાણ સતત વધતું જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થાય. આપના કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે તેમ જણાય છે. તા. ૧૪ થી ૧૭ નાણાભીડ. તા. ૧૮ થી ર૦ સારી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય અને પરિસ્થિતિ આપના પક્ષમાં રહેતા જણાય. વિષાદના વાદળો વિખેરાતા જોવા મળે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ સુધારો જોવા મળે, જો કે ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. જીવનસાથી સાથેની નાની-નાની બાબતમાં બોલાચાલી, વિવાદ થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. તા. ૧૪ થી ૧૭ તણાવ રહે. તા. ૧૮ થી ર૦ સારી.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસનું આયોજન આનંદદાયી અને ખર્ચાળ પૂરવાર થાય. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. કાર્યો-પ્રયાસો સફળ થતા ઉત્સાહમાં વધારો થાય. આર્થિક સ્થિતિ લથડતી જણાય. માર્યદિત આવકના સાધનોની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું જોવા મળે. મિત્રોનો સાથ-સહકાર મળે. તા. ૧૪ થી ૧૭ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૮ થી ર૦ ખર્ચાળ.

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન મહત્ત્વના નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી આવશ્યક બની રહે. વધારે પડતી જવાબદારીને કારણે માનસિક થાકનો અનુભવ થાય. નાણાકીય બાબતે ધીમી ગતિએ પણ મક્કમ પ્રગતિ જોઈ શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ થઈ શકે. મહત્ત્વની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાચવવું. કોર્ટ-કચેરીની બાબતોમાં વચગાળાનો રસ્તો અપનાવવો હિતવાહ રહેશે. તા. ૧૪ થી ૧૭ સંયમ રાખવો. તા. ૧૮ થી ર૦ કાર્યબોજ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે યશ-કીર્તિ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના માન-મરતબામાં વધારો થતો જોવા મળે. આપ આપના કાર્ય ક્ષેત્રે વધારે ખંત તથા મહેનતથી કાર્ય કરતા જણાવ. આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ફળીભૂત થતી જણાય. ઘર-પરિવારના સગા-સ્નેહીજનો તરફથી પ્રેમ તથા સહકાર પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય બાબતે પડવા-વાગવથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગ માટે સમય કસોટીરૃપ બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૧૪ થી ૧૭ લાભ. તા. ૧૮ થી ર૦ માન-સન્માન મળે.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને નાણાકીય આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીની અસરમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા માનસિક રાહતનો અનુભવ થતો જણાય. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગ સાથે અણબનાવ થઈ શકે છે. પરસ્પર અહ્મનો ટકરાવ થતો જોવા મળે. સંબંધોની ગરિમા જાળવશો તો માન-સન્માનમાં વધારો થાય. નોકરિયાતને કાર્ય પ્રશંસા સાંભળવા મળે. તા. ૧૩ થી ૧૭ લાભદાયી. તા. ૧૮ થી ર૦ મિશ્ર.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યોમાં સક્રિય બનતા જણાવ. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર સરાહનિય બની રહે. આપ આપના કાર્ય ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધતા જણાવ. પરિશ્રમનું મીઠું ફળ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સજાગ બનશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે નબળું રહેવા પામે. ગૃહસ્થ જીવનમાં નાની-મોટી તકરાર-મતભેદ સંભવ છે. સંતાન બાબતે ચિંતા રહે. તા. ૧૪ થી ૧૭ બોલાચાલી ટાળવી. તા. ૧૮ થી ર૦ કૌટુંબિક કાર્ય થાય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પ્રગતિકારક અને સફળતાદાયક નવી નવી તકો પ્રાપ્ત થાય તે ઝડપી લેજો. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેજો, તબિયત સુખાકારી સારી રહેવા પામે. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે ઘર્ષણ ટાળવું. તા. ૧૪ થી ૧૭ સામાન્ય. તા. ૧૮ થી ર૦ સફળતાદાયક.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આકસ્મિક ખર્ચ-વ્યયના યોગ બનતા જણાય, પરંતુ વ્યર્થ ખરીદી ઉપર નિયંત્રણ રાખવું, અન્યથા નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી દાખવવી. ગૃહસ્થ જીવનમાં બગડેલા સંબંધો રહે. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. વડીલોપાર્જિત મિલકતો અંગવેના વિવાદનો ઉકેલ લાવી શકશો. નોકરિયાત વર્ગને સફળતા પ્રાપ્ત થતી જણાય. તા. ૧૪ થી ૧૭ સંભાળવું. તા. ૧૮ થી ર૦ ખર્ચ-ખરીદી.

Libra (તુલા: ર-ત)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારૃં સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના-નવા મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાત થાય. મન-હૃદય પ્રસન્ન રહેતા જણાય. માન-સન્માનમાં વધારો થતો જણાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે એકંદરે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવા જેવું ખરૃ. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૦ મિલન-મુલાકાત.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જણાય. જુની બીમારીમાંથી મુક્તિ મળતી જણાય. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલો લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. એક-બીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળે. તા. ૧૪ થી ૧૭ આરોગ્ય સુધરે. તા. ૧૮ થી ર૦ મિશ્ર.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી