બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ખાસ મુલાકાત

જ્યારે જીવનમાં કોઈ અંગત ન રહે ત્યારે માણસ જીવનના આનંદ સાથે સંમત નથી રહેતો. ખાસ કરીને ઉત્તર અવસ્થા એટલે કે, વૃદ્ધાશ્રમમાં પરિવારનો વિયોગ સહન કરવાનો આવે ત્યારે વડીલોની હિંમત તેમની કમર કરતા પણ વધારે ઝૂકી જાય છે. આવી સ્થિતિમાં તેમના માટે આખી સુષ્ટિ અળખામણી બની જાય છે. તેમને ફરી હુંફ અને લાગણીની સંજીવની દ્વારા જીવન પ્રત્યે અભિમુખ કરવા એક મોટો પડકાર હોય છે. આ માટે તેમને એક પ્રેરક દિનચર્યા અને સંભાળ નિયમિત ધોરણે પૂરી પાડવી ખૂબ જ જરૃરી હોય છે. એક વૃદ્ધાશ્રમનું કાર્ય આ જ હોય છે. ઘણી વખત વૃદ્ધાશ્રમ જર્જરીત હોય તો પણ તેમાં આશ્રિત વડીલોની પોતે ઉપેક્ષિત હોવાનો સતત ડંખીલો અહેસાસ થયા કરતો હોય છે. એટલે જ જામનગરમાં મેહુલનગર રોડ પર એસ.બી. શર્મા સ્કૂલ પાસે આવેલ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમનો ભવ્યતાપૂર્ણ જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 'નોબત' ના પત્રકાર આદિત્યએ વૃદ્ધાશ્રમના નવા બિલ્ડીંગની મુલાકાત લઈ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ પૈકીના અશોકભાઈ રાયચંદ શાહ, કેતનભાઈ બદીયાણી, ડો. રૃપેનભાઈ દોઢિયા, ભૂપેન્દ્રભાઈ વેકરીયા, ચંદ્રકાન્તભાઈ કુંડલીયા તથા શરદભાઈ શેઠ સાથે વાર્તાલાપ કરી વૃદ્ધાશ્રમની કાયાપલટ તથા નવનિર્મિત ઈમારતમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.

એમ.પી. શાહ વૃદ્ધાશ્રમનો વર્ષ-૧૯૬૮ માં આરંભ થયો હતો. જામનગર પંથકના ભામાશા મેઘજી પેથરાજ શાહ પરિવારના બહુમૂલ્ય યોગદાનથી વૃદ્ધાશ્રમ સાકાર થયો હતો. લગભગ છેલ્લાં પાંચ દાયકાથી આ વૃદ્ધાશ્રમ જીવનના અંતિમ કિનારે એકલા ઊભેલા વડીલો માટે સુખદ આશ્રયસ્થાન બની રહ્યો છે.

વર્ષ-ર૦૧પ માં સંસ્થાના નવા હોદ્દેદારોએ વૃદ્ધાશ્રમની જર્જરીત થયેલી ઈમારતનું પ્રાથમિક સમારકામ કરી. વહીવટી ક્ષેત્રે સમયની માંગ મુજબ સુધારાઓ કરી વૃદ્ધાશ્રમની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો.

આ પુણ્યકાર્ય માટે ફરી એક વખત એમ.પી. શાહ પરિવાર તરફથી લક્ષ્મી સેવા પ્રાપ્ત થઈ. અશોકભાઈ રાયચંદ શાહે સમગ્ર પ્રોજેક્ટના મેન્ટોરની ભૂમિકા નિભાવવાની જવાબદારી પોતાના શીરે લીધી. એમ.પી. શાહ પરિવાર તરફથી રૃા. ૧.૬ કરોડનું પાયાનું અનુદાન મળ્યા પછી કુલ રૃા. ૮ કરોડનો પ્રોજેક્ટ સાકાર કરવાનું કાર્ય આરંભ થયું.

કુલ પ૪ હજાર ચોરસ ફૂટ જગ્યામાં પ૦ હજાર ચોરસ ફૂટ બાંધકામ કરી ષટકોણીય આકારમાં વૃદ્ધાશ્રમની બે માળની અદ્યતન ઈમારત તૈયાર કરવામાં આવી છે.

કુલ ૪૦ રૃમ ધરાવતી નવનિર્મિત ઈમારતમાં મહત્તમ ૧૦ર થી ૧૩૦ વડીલોને આશ્રય આપવાની સુવિધા છે. ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર અને સેકન્ડ ફલોર પર દરેક લોબીમાં ટી.વી. સાથેની લોન્જ રાખવામાં આવી છે.

લાયબ્રેરી, કોમ્પ્યુટર રૃમ, બાર્બર શોપ એટલે કે વાણંદની દુકાન, ફિઝિયોથેરાપી સેન્ટર કમ જીમ ઉપરાંત મેડિકલ સેન્ટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર તેમણે ગુજરાત તેમજ રાજ્ય બહારના વિવિધ વૃદ્ધાશ્રમોનો અભ્યાસ કર્યા પછી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમની નવી ઈમારતનું શ્રેષ્ઠ મોડલ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ઈમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક રૃમમાં પૂરતા હવા-ઉજાસ અને સૂર્યપ્રકાશ મળી રહે છે. દરેક રૃમમાં એટેચ્ડ ટોઈલેટ-બાથરૃમની પણ સગવડ આપવામાં આવી છે. ઈમારતમાં અગાસી સુધી જતી એક રેમ્પ (ઢાળ) પણ બનાવવામાં આવી છે.

જેના પર સ્ટ્રેચર વડે બીમાર વડીલોનું સરળતાથી સ્થળાંતર કરી શકાય. વૃદ્ધાશ્રમમાં સફાઈ વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દિવસમાં ત્રણ વખત સફાઈ થાય છે.

ઈમારતમાં ત્રણ બેડની સુવિધાવાળું મેડિકલ સેન્ટર પણ રાખવામાં આવ્યું છે. જ્યાં વડીલોને નાની-મોટી બીમારીઓની સારવાર આપી શકાશે. બહારથી નામાંકીત નિષ્ણાત ડોક્ટરો મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ વડીલોના રોગનું નિદાન કરી જાય એ પછી સંસ્થાનો સ્પેશ્યલ મેડિકલ સ્ટાફ ડોક્ટરોની સૂચના અનુસાર વડીલોની સારવાર અને સુશ્રુષા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઈમારતમાં એક પ્રાર્થનાખંડ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં સર્વધર્મ પ્રાર્થનાઓ વડે પરમ તત્ત્વની આરાધના કરવામાં આવે છે. વડીલોને ભોજન પીરસવા વિશાળ કિચન તથા ડાઈનીંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે.

ઈમારતમાં એક અન્ડરગ્રાઉન્ડ વોટરપ્રૂફ સેલર પણ છે, જેનો જરૃરિયાત અનુસાર વિશાળ સ્ટોરરૃમ તરીકે ઉપયોગ થશે . અન્ડરગ્રાઉન્ડ સેલરમાં એક ગુડઝ લીફટ પણ મૂકવામાં આવી છે. જેના વડે સંગ્રહિત માલસામાન સીધો કિચનમાં સ્થળાંતર કરી શકાય છે.

એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં પ્રત્યેક વડીલને દર મહિને રૃા. ૩૦૦ પોકેટ મની ફાળવવામાં આવે છે. જેનાં વડે તેઓ પોતાની નાની-નાની જરૃરિયાતો તેમજ શોખને આત્મનિર્ભરતાપૂર્વક સંતોષી શકે છે. વૃદ્ધાશ્રમમાં આશ્રિતો, વડીલોને એકબીજા પ્રત્યે સ્નેહભાવ વધે એ માટે સંસ્થાના સંચાલકો અનોખો પ્રયોગ કરે છે. જ્યારે કોઈપણ વડીલને કોઈ બીમારી થાય ત્યારે સારવાર માટે બહાર કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે સંસ્થાના એક કેર ટેકર ઉપરાંત એક વડીલને પણ બીમારની સ્વેચ્છાએ સુશ્રુષા કરવાની તક આપવામાં આવે છે. એટલે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીની સાથે રહેનાર વડીલને વધારાનું પોકેટ મની આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પોકેટ મનીનો કોન્સેપ્ટ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ સિવાય અન્ય વૃદ્ધાશ્રમોમાં જોવા મળતો નથી.

નવ નિર્મિત ઈમારતમાં વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ તથા સોલાર એનર્જીના ઉપયોગની સુવિધા છે જે ભવિષ્યમાં ઈમારતમાં લો કોસ્ટ મેઈન્ટેનન્સમાં ખૂબ જ ઉપયોગી થશે. ઈમારતમાં ફાયર સેફટીની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રસ્ટીઓના જણાવ્યાનુસાર તેમણે આગામી ૧૦૦ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ઈમારત નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે. જામનગરમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં ઝોન-પાંચ અંતર્ગત આવતું હોવાથી સંપૂર્ણ ઈમારત આરસીસી વડે બનાવવામાં આવી છે.

ઈમારતના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં કુલ ૭.પ૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. દેશ-વિદેશના અનેક દાતાઓના સહયોગથી આ વિરાટ ખર્ચને પહોંચી વળાયું છે. હજુ ઈમારતમાં વડીલો માટે વોકીંગ ટ્રેક તથા ગાર્ડનનું નિર્માણ કરવાનું બાકી છે. આ કાર્ય માટે વધુ પ૦ લાખની જરૃરિયાત છે. ટ્રસ્ટીઓ 'નોબત' ના માધ્યમથી વૃદ્ધાશ્રમના જિર્ણોદ્ધારમાં દાન આપવા માટે ભામાશા ધનવાનો તથા સેવાભાવી સંસ્થાઓને જાહેર અનુરોધ કરે છે. ૧૦-જાન્યુઆરી-ર૦ર૦ ના દિને એમ.પી. શાહ વૃદ્ધાશ્રમની નવનિર્મિત ઈમારતનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાશે. જેમાં સંસ્થામાં દાન આપનાર વિશ્વભરના દાતાઓ ઉપસ્થિત રહેશે તેમજ સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.

નવી ઈમારતમાં વરિષ્ઠ મહિલાઓ અને વરિષ્ઠ યુગલોને પણ આશ્રય

એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ પુરૃષ વૃદ્ધાશ્રમ છે. જેમાં હાલ ૪૬ વરિષ્ઠ પુરૃષો આશ્રય પામ્યા છે. પરંતુ નવનિર્મિત ઈમારત બનતા માળખાગત સુવિધા વધવાથી હવે સંસ્થામાં વરિષ્ઠ મહિલાઓ તેમજ વરિષ્ઠ યુગલોને પણ આશ્રય આપવામાં આવશે. વરિષ્ઠ યુગલો માટે અલગ ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામમાં, પુત્ર-પોત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. આનંદ-ઉત્સાહ જણાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામઉકેલવામાં સાનુકૂળતા રહે. સિઝનલ ધંધામાં આવક થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૪

Aquarius (કુંભ: ગ-શ-સ)

વ્યવહારિક-સામાજિક-પારિવારિક કામની વ્યસ્તતા રહેવા પામે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક-સામાજિક, પારિવારિક કામથાય. યાત્રા-પ્રવાસ થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

Aries (મેષ: અ-લ-ઈ)

આપ સંતાનના તેમજ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ-ખરીદીના યોગ બનવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા નોકરી-ધંધાના રોજિંદા કામમાં સાનુકૂળતા અને પ્રગતિથી આનંદ રહે. શારીરિક સ્વસ્થતા રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪

Gemini (મિથુન: ક-છ-ધ)

પુત્ર-પૌત્રાદિકના કાર્યો આગળ વધતા જણાય. વ્યવસાયિક-સામાજિક ધાર્મિક કામથવા પામે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૩

Cancer (કર્ક: ડ-હ)

આજે આપે આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું. શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૫

Leo (સિંહ: મ-ટ)

નોકરી-ધંધા-વ્યવસાય બાબતે નવિનીકરણ માટે વિચારી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આજના દિવસે આપને કાર્ય સફળતા-પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાનું કામથવા પામે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૭

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામમાં નવા-જુના સંબંધ તાજા થાય. ધંધામાં આકસ્મિક કોઈ લાભ થાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-તેમજ સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલા કામ ઉકેલાય. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૪

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે રૃકાવટો અને વિઘ્નોને કારણે માનસિક રીતે અસમંજસમાં રહી શકશો. દાંપત્યજીવનમાં વસંત ખિલતી જણાય. ઘર-પરિવારના સભ્યો સાથે સમય સુખરૃપ પસાર થાય. સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થાય. નાણાકીય બાબતે કોઈ આકસ્મિક ધનલાભ દ્વારા પરિસ્થિતિ સંભાળવા સક્ષમ બની શકશો. યાત્રા-પ્રવાસ શક્ય બને. તા. ર થી પ સુખદ. તા. ૬ થી ૮ નાણાભીડ.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પ્રવાસ-મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. તા. ર થી પ માન-સન્માન મળે. તા. ૬ થી ૮ પ્રવાસ-પર્યટન

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નવી રાહ-નવી દિશાઓ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણના આયોજનમાં વ્યસત બનતા જણાવ. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મેળવી શકશો. તા. ર થી પ સફળતા મળે. તા. ૬ થી ૮ નવિન કાર્ય થાય.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. પરિસ્થિતિ વધુ વિકટ બનતી જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. તા. ર થી પ વાદ-વિવાદ ટાળવા. તા. ૬ થી ૮ મધ્યમ.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને, ઉપરાંત કોઈ મહત્ત્વના કાર્યમાં સહભાગી પણ થઈ શકો. આપના કાર્યો/પ્રયાસોને વખાણવામાં આવે. ગુમાવેલી નામના/પ્રતિષ્ઠા પૂનઃ મેળવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવું સાહસ લાભદાયી પૂરવાર થાય. આર્થિક સ્થિતિમાં તબક્કાવાર વધારો થતો જોવા મળે, જો કે ઘર-પરિવારનું વાતાવરણ ડહોળાઈ શકે છે. અકારણ વાદ-વિવાદ થઈ શકે છે. વાણી-વર્તન ઉપર નિયંત્રણ રાખવું લાભદાયક પૂરવાર થાય. તા. ર થી પ સામાજિક કાર્ય થાય. તા. ૬ થી ૮ વાદ-વિવાદ ટાળવો

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન નાણાકીય સ્થિતિ કથળતી જણાય. અણધાર્યા-ઓચિંતા ખર્ચાઓને કારણે માસિક બજેટને નુક્સાન થતું જણાય. હાલ, બિનજરૃરી ખર્ચ ટાળવા હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઈ ખાસ સમસ્યા જણાતી નથી. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નવી કામગીરી થાય. રચનાત્મક કામગીરી થકી નવી દિશામાં આગળ વધી શકો. યાત્રા-પ્રવાસ આનંદદાયક પૂરવાર થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મન ઈચ્છિત પરિણામ મેળવવા કઠોર પરિશ્રમ કરવો પડે. તા. ર થી પ ખર્ચાળ. તા. ૧ થી ૮ મધ્યમ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે આરોગ્યની તકેદારી માંગતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે સંભાળ લેવી અનિવાર્ય બને અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. વ્યવસાય ક્ષેત્રે સમય લાભદાયી પૂરવાર થાય. નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. આપે કરેલ પરિશ્રમનું મીઠું ફળ ચાખી શકશો. કૌટુંબિક ક્ષેત્રે કોઈ શુભ/માંગલિક પ્રસંગોમાં સહભાગી થઈ શકો.ધાર્મિક/આધ્યાત્મિક બાબતોમાં રૃચિ વધે. કોર્ટ-કચેરી, સરકારી કાર્યોમાં ઉતાવળે નિર્ણય ન લેવો સલાહભર્યું રહેશે. તા. ર થી ૪ લાભ. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ચિંતા-પરેશાની હળવી કરતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ગ્રહ-ગોચર આપના પક્ષમાં હોય, માનસિક વિટંબણાઓ દૂર થતી જણાય. વણઉકેલ્યા પ્રશ્નોનો નિકાલ આવતા રાહત અનુભવશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામ મળે. આર્થિક સ્થિતિ ધીમે-ધીમે મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો, જો કે આરોગ્ય અંગે થોડી ચિંતા જેવું જણાય છે. પડવા-વાગવાથી સાચવવું, વાહન ચલાવવામાં તકેદારી રાખવી સલાહભરી રહેશે. ઘર-પરિવાર બાબતે સમય સુખરૃપ રહે. મિત્ર સાથે વાદ-વિવાદ થઈ શકે. તા. ર થી પ સુખદ. તા. ૬ થી ૮ મિશ્ર.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળે. તમે કરેલ મહેનતનું મીઠું ફળ ચાખવા મળે, ઉપરાંત નવા કોલ-કરાર, કોન્ટ્રાક્ટ થઈ શકે. નાનુ-મોટું સાહસ ફળદાયી પૂરવાર થાય. નાણાકીય સ્થિતિમાં સુખદ બદલાવ આવતા રાહત અનુભવશો. આરોગ્ય બાબતે ઋતુજનક બીમારીઓથી તકલીફ રહે. સામાજિક જીવનમાં વ્યસ્તતા રહે. નવી વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી પૂરવાર થઈ શકે, જો કે ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. માતા-પિતા, વડીલ વર્ગ સાથે વિવાદ ટાળવો. તા. ર થી ૪ લાભદાયી. તા. પ થી ૮ બોલાચાલી ટાળવી.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે પરિવર્તનશીલ સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન નવી કામગીરી, નવી જવાબદારી આપના શિરે આવવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. રચનાત્મક વિચારોની આપ-લે થતી જોવા મળે. કોઈ નવી દિશામાં આગળ વધી શકો. કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળે. ધંધા-રોજગાર ક્ષેત્રે મહત્ત્વના ફેરફાર થઈ શકે. ઘર-પરિવાર બાબતે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય, જો કે જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધાન રહેવું અન્યથા તેઓ આપના પદ-પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડી શકે છે. આરોગ્ય બાબતે કફ સંબંધિત રોગોથી પરેશાની રહે. તા. ર થી પ નવી કાર્યરચના. તા. ૬ થી ૮ સામાજિક કાર્ય થાય.

Libra (તુલા: ર-ત)

આપના માટે તડકા-છાંયા જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનો મોજ-શોખ, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ વધતા આર્થિક ક્ષેત્રે સમય થોડો નબળો પૂરવાર થાય, જેથી નાણાભીડ અનુભવાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીઓથી થોડી-ઘણી પરેશાની રહેતી જણાય. ઘર-પરિવાર બાબતે ધાર્મિક-માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બનતું જણાય. આધ્યાત્મિક્તામાં રૃચિ થશે. તા. ર થી પ નાણાભીડ. તા. ૩ થી ૮ શુભ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો પડે. ઘર-પરિવારના સભ્યો સાથે આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. સંતાન અંગે ચિંતા રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. વ્યાપાર-ધંધા-વ્યવસાય બાબતે તેજીના દર્શન થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ર થી ૬ સાનુકૂળ. તા. ૩ થી ૮ મધ્યમ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી