બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ધાર્મિક કાર્યક્રમ

દ્વારકાધીશ પદયાત્રા સંઘ તરફથી

વિશ્વકર્મા જન્મજ્યંતી નિમિત્તે વિશ્વકર્મા મહાપુરાણ-સમૂહ ભોજન

જામનગર તા. ૧૪ઃ દ્વારકાધીશ પદયાત્રા સંઘ દ્વારા વિશ્વકર્મા મહાપુરાણનું આયોજન તા. ૧૭ સુધી રાત્રે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન વિશ્વકર્મા મંદિર, કડિયાવાડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વિશ્વકર્મા દાદા જન્મજ્યંતી મહોત્સવ નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં તા. ૧૭-ર-૧૯, ના સવારે ૯ વાગ્યે દાદાની શોભાયાત્રા, ૧૦ વાગ્યે વિશ્વકર્મા નવયુવક મંડળની ઓફિસનું ઉદ્ઘાટન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે થશે. ૧૧ વાગ્યે અભિષેક, ૧ર વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ, અને સમૂહ ભોજન, સાંજે ૪ વાગ્યે બાઈક રેલી કાઢવામાં આવશે. સમાજના કોઈપણ લોકોને હોસ્પિટલ, બ્લડ કે દવાની લગતી સેવા મેળવવા માટે વિશાલભાઈ લાખાણી (મો. ૯૯૭૪૩ ૧૧૧૧ર) નો સંપર્ક કરવો.

મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ યોજાશે

જામનગર તા. ૧૪ઃ જામનગર મોઢ યુવક ઉત્તેજક મંડળ દ્વારા દર વર્ષની જેમ શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવનું આયોજન તા. ૧૭-૦૨-૨૦૧૯ (રવિવાર) ના રોજ પારેખ વાડી, લાલપુર ચોકડી, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦ વાગ્યે પૂજા, ૧૧ઃ૩૦ વાગ્યે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. પારેખ વાડી જવા માટે વાહનની વ્યવસ્થા રાખવામાં આવી છે. વધુ માહિતી માટે મનશિલ કોયા (મો. ૮૭૮૦૪ ૯૨૨૩૨) નો સંપર્ક કરવા પ્રમુખ હિતેષ દલાલે જણાવ્યું છે.

જામનગરના આંગણે દાદા ભગવાન પરિવાર દ્વારા ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

જામનગર તા. ૧૪ઃ જામનગરના આંગણે દાદા ભગવાન પરિવાર દ્વારા નવનિર્મિત ત્રિમંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિ-દિવસીય ભવ્ય આયોજન આત્મ જ્ઞાની પૂ. દીપકભાઈના સાંનિધ્યમાં કરવામાં આવ્યું છે.

જામનગરમાં માણેકનગર વિસ્તારમાં ચેમ્બર ઓફ કોર્મસના ભવનની પાસે નિર્માણ થયેલા ત્રિમંદિરમાં શ્રી શિવ ભગવાન, વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ ભગવાન,  તેમજ અન્ય ભગવંતો અને દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

તા. ૨૨-૦૨-૨૦૧૯ ના સાંજે ૭ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સત્સંગનો કાર્યક્રમ યોજાશે. તા. ૨૩-૦૨-૧૯ ના સાંજે ૬ઃ૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ્ઞાનવિધિ થશે.

તા. ૨૪-૦૨-૨૦૧૯ ના સવારે ૯ઃ૩૦ થી ૧ સુધી પ્રાણપ્રતિષ્ઠા વિધિ, સાંજે ૪ઃ૩૦ થી ૭ઃ૩૦ સુધી પ્રક્ષાલ, પૂજન, આરતી તથા રાત્રે ૮ઃ૩૦ થી ૧૦ સુધી વિશેષ ભક્તિનો કાર્યક્રમ યોજાશે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે આવેશ-ઉતાવળમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં. કોર્ટ-કચેરીના કામમાં ધાર્યુ કામ થાય નહીં. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૭

Capricorn (મકર: ખ-જ)

દિવસની શરૃઆતમાં બેચેની-વ્યાકૂળતા રહે, પરંતુ ધીરે-ધીરે રાહત થતી જણાય. આપના કાર્યમાં વ્યસ્ત રહી શકો. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાને લીધે લાભ-ફાયદો થતો જણાય. આવક થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસ જેમ-જેમ પસાર થાય તેમતેમ આપને સાનુકૂળતા થતી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન થવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

Aries (મેષ: અ-લ-ઈ)

આપે ધીરજ અને શાંતિથી કામ કરવું. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વિવાદથી સંભાળવું. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૩

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ધીરે-ધીરે આપના કામમાં આવેલી રૃકાવટ-વિલંબ દૂર થતા જાય. સંતાનના પ્રશ્નમાં ચિંતા ઓછી થાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે અન્ય કામકાજ અંગે પણ આપને દોડધામ કરવી પડે. મિત્રથી લાભ થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૩

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યનાં કામમાં સાનુકૂળતા જણાય. જાહેર-સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૫

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં રૃકાવટ-વિલંબ અનુભવાય. ઉતાવળ કરવી નહીં. નાણાકીય લેવડ-દેવડમાં સતર્કતા-સાવધાની રાખવી. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

Virgo (કન્યા: પ-ઠ-ણ)

ચિંતા-ઉચાટમાં દિવસનો પ્રારંભ થાય, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ-તેમ શાંતિ-રાહત થતી જાય. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરવો, પરંતુ સ્વાસ્થ્યના ભોગે આપે કામમાં દોડધામ કરવી નહીં. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૮

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક થાય. બદલી-બઢતીનાં કામમાં સાનુકૂળતા જણાય. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૧

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે તડકા-છાંયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ જણાય છે. વધુ પડતા કાર્યબોજને કારણે આપને વ્યસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા-આબરૃમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત બાબતે કાળજી રાખવી જરૃરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. તા. ૧૮ થી ર૧ મિશ્ર. તા. રર થી ર૪ કાર્યબોજ વધે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદમય બની રહેવા પામે. ક્યાંકથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. આકસ્મિક ખર્ચાઓના કારણે આપની નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથેના સંબંધો સુધારવાનો અવસર મળે. તા. ૧૮ થી ર૧ સ્વાસ્થ્ય સુધરે. તા. રર થી ર૪ આનંદદાયી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે કરેલી ભૂતકાળની મહેનતનું ફળ આ સમયમાં મળતું જણાય. સમય સાનુકૂળ અને સફળતાદાયક બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. સંતાનના સ્વાસ્થ્ય બાબતે ચિંતા થઈ શકે. મિત્ર સાથે અણબનાવ થઈ શકે. તા. ૧૮ થી ર૧ મધ્યમ. તા. રર થી ર૪ સફળતાદાયક.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવી કાર્યરચનાના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના રોજિંદા કામ સિવાય અન્ય કોઈ નવી પ્રવૃત્તિ સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક નવી યોજનાઓનું અમલિકરણ થાય. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૃચિ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદનો સુખદ નિકાલ આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. પ્રારબ્ધનું ફળ મળે. તા. ૧૮ થી ર૧ સામાન્ય. તા. રર થી ર૪ શુભ.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આકસ્મિક અને અણધાર્યા ખર્ચાઓ આવતા જણાય. આપનું આર્થિક બજેટ હાલક ડોલક થતું જણાય. શારીરિક તથા માનસિક બાબતે આપની માનસિક સ્થિતિ તંગ બની રહે. સામાજિક જીવનમાં વિરોધીઓથી સાવધ રહેવું, તેઓ આપને પછાડવા માટે કાવા-દાવાની નીતિ રચી શકે છે. ઘર-પરિવાર બાબતે વાતાવરણ એકંદરે શાંત રહે. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૮ થી ર૧ યાત્રા-પ્રવાસ. તા. રર થી ર૪ નાણાભીડ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે યાત્રા-પ્રવાસના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના ઘર-પરિવારના સભ્યો સાથે પ્રવાસ-પર્યટન પર જવાનો અવસર પ્રાપ્ત થાય, પરંતુ પ્રવાસ-મુસાફરી ખર્ચાળ સાબિત થાય. વ્યાપાર-ધંધામાં મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૃં પરિણામ આવી શકે. જાહેરજીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક બાબતોમાં આપનું મન ખેંચાતું જણાય. તા. ૧૮ થી ર૧ મિલન-મુલાકાત. તા. રર થી ર૪ યાત્રા-પ્રવાસ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મહેનતનું મીઠું ફળ અપાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલી દૂર થતી જણાય. આપે કરેલ પરિશ્રમ ફળીભૂત થતા અટવાયેલા પ્રશ્નો પૂર્ણ થતા જણાવ. એક નવી ઊર્જા-ઉત્સાહનો સંચાર થતો જોવા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. ધંધા-વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ નવું કાર્ય હાથમાં આવી શકે. આરોગ્ય બાબતે નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. પેટ સંબંધિત રોગોથી સાવધાન રહેવું. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક-શુભ પ્રસંગનું આયોજન થઈ શકે. તા. ૧૮ થી ર૧ શુભ ફળદાયી. તા. રર થી ર૪ આરોગ્ય સાચવવું.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યોમાં સહભાગી થતા જણાવ. નોકરી, ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહેવા પામે. પડવા-વાગવાથી સાચવવું. વાહન ચલાવવામાં તકેદારી દખાવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૃપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. મોજશોખ પાછળ ખર્ચ થાય. તા. ૧૮ થી ર૧ ખર્ચ-વ્યય. તા. રર થી ર૪ પારિવારિક કાર્યો થાય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે શુભ ફળ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે સમય મહત્ત્વનો રહે. નવી યોજનાઓ, નવું સાહસ અમલમાં લાવી શકો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. આર્થિક સમસ્યાઓ દૂર થતાં રાહત અનુભવી શકો. સામાજિક જીવનમાં વ્યસ્તતા રહે. મિલન-મુલાકાત થાય, જો કે ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ડહોળાઈ શકે છે. નાની-નાની વાતો મોટું સ્વરૃપ ધારણ ન કરે તે જોવું. વાણી-વર્તન ઉપર નિયંત્રણ રાખવું લાભદાયક રહે. તા. ૧૮ થી ર૧ આર્થિક લાભ. તા. રર થી ર૪ વિવાદ ટાળવા.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જરૃરી જણાય છે. ઋતુગત બીમારીઓના કારણે આપને પરેશાની રહ્યા કરે. સ્નેહીજનો સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય. સામાજિક ક્ષેત્રે ઈર્ષાળુ માણસોથી સાવધાન રહેવું પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પીછેહઠ કરવી પડે. વિદ્યાર્થી વર્ગને શુભ ફળ પ્રાપ્ત થાય અને સફળતા મળે. તા. ૧૮ થી ર૧ મધ્યમ. તા. રર થી ર૪ સ્વાસ્થ્ય સાચવવું.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આકસ્મિક લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે નવિન અને લાભદાયી તકો પ્રાપ્ત થતી જણાય. આકસ્મિક નાણાકીય લાભની શક્યતા નકારી શકાય નહીં. આપની માનસિક સ્થિતિ આનંદમય રહે. કાર્યબોજ હળવો થતો જણાય. સ્નેહીજનો સાથે સુખની પળો માણી શકવાનો અવસર પ્રાપ્ત થાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી. તા. ૧૮ થી ર૧ સુખદ. તા. રર થી ર૪ લાભદાયી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે માન-સન્માન અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપની ચાહનામાં વધારો થાય. વ્યાવસાયિક કાર્યો પાર પડતા જણાય. વેપાર-ધંધામાં વિકાસ સાધવામાં સફળતા મળે. નાણાકીય રીતે સમય બળવાન જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૃરી બને અન્યથા સંબંધોમાં તીરાડ પડી શકે છે. નવી મુલાકાત આવનારા સમયમાં ફળદાયી સાબિત થાય. તા. ૧૮ થી ર૧ વિવાદ ટાળવા. તા. રર થી ર૪ માન-સન્માન.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી