Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃશ્ચિક સહીત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થાય, નાણાકીય જવાબદારીવાળા કાર્યમાં સતર્ક રહેવું
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે બીજુ કોઈ કામના કારણે, કે અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૩
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. સરકારી કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુંની ચિંતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૮
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નાણાકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી-ચિંતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫
Libra (તુલા: ર-ત)
નાણાકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે બિમારી-ચિંતા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૩
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે કૌટુંબિક કામ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં લાભ થવા પામે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં ઉપરી-સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો, કામ કરો પરંતુ આપના મનને શાંતિ-રાહત જણાય નહીં. પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬