Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૯પ,૭૦૦ના દાગીના, રોકડ ઉઠાવી પોબારા ભણ્યાઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક મકાનમાં ભાડુત તરીકે આવેલા દંપતી તથા તેના મિત્રએ હાથફેરો કરી લીધો છે. આ વ્યક્તિઓએ મકાન માલિકના કબાટનું લોક તોડી નાખી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રૃા.૩૫ હજાર રોકડા મળી રૃા.૯૫,૭૦૦ની મત્તા તફડાવી છે. એક આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરાની શેરી નં.૧માં રહેતા અને ત્યાં જ દરજીકામની દુકાન ચલાવતા રાહુલભાઈ વસંતભાઈ પીઠડીયા નામના પ્રૌઢને તેમનું મકાન ભાડે આપવાનું હોવાથી તેઓએ કેટલાક વ્યક્તિઓને વાત કરી રાખી હતી.
તે દરમિયાન એક પાડોશીએ હિમાંશુ જયંતિભાઈ સોલંકી નામના યુવાનને મકાન ભાડે જોઈએ છે તેમ કહેતા રાહુલભાઈએ હિમાંશુ સાથે મુલાકાત કરી હતી. જેમાં આ વ્યક્તિએ પોતાના પત્ની કાજલબેન અને મિત્ર અશોક સહિતના વ્યક્તિઓ તેમાં રહેવા આવશે તેમ કહેતા રાહુલભાઈએ પોતાના મકાનમાં ઉપરનો ભાગ ભાડે આપ્યો હતો.
ત્યારપછી ગયા એપ્રિલ મહિનાની તા.રની સાંજથી રાત્રિના દોઢેક વાગ્યા સુધીમાં હિમાંશુ સોલંકી, તેના મિત્ર અશોક અને પત્ની કાજલ દ્વારા રાહુલભાઈના મકાનમાં રાખવામાં આવેલા કબાટનું લોક તોડી અંદરથી સોનાના દાગીના તથા રૃા.૩પ હજાર રોકડા મળી કુલ રૃા.૯પ,૭૦૦ની મત્તાની ચોરી કરી ચાલ્યા ગયા હતા.
તે મકાનમાં ભાડે રહેવા આવેલા હિમાંશુએ ત્યાં આવ્યા પછી ગણતરીની કલાકોમાં જ અમને ફાવતું નથી તેમ કહી પોબારા ભણી લીધા હતા. આ વ્યક્તિઓને આપવામાં આવેલા મકાનના ભાગમાં રાહુલભાઈએ પોતાનો કબાટ રહેવા દીધો હતો જેમાંથી તા.ર એપ્રિલની સાંજથી રાત્રિના દોઢ વાગ્યા સુધીમાં આ વ્યક્તિઓએ કબાટનું લોક તોડી નાખ્યું હતું અને તેમાંથી ચાંદીનો જુડો, ત્રણ જોડી સાંકળા, ચાંદીનો પોંચો, સેટ, ચેઈન, ચાર સિક્કા ઉપરાંત સોનાના છ પાટલા, સોનાની બે વીટી, પેંડલ, દાણા, નથની, બુટી અને રૃા.૩૫ હજાર રોકડા ઉઠાવી લઈ તે મકાનમાંથી પોબારા ભણી લીધા હતા.
આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા શરૃ થયેલી તપાસમાં હિમાંશુ સોલંકીને પોલીસે દબોચી લીધો છે. તેની પાસેથી દાગીના તથા રોકડ કબજે લેવાની તજવીજ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial