Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તાલુકાના બેની અટકાયતઃ સપ્લાયર-રિસિવરના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૧૨ઃ ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી ગઈકાલે એલસીબીએ બે મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૃની ૨૯ર બોટલ તથા બીયરના ર૪ ટીન સાથે ભાણવડના શેઢાખાઈ તથા મોટા કાલાવડ ગામના બે શખ્સની અટકાયત કરી છે. જથ્થો મોકલનાર જોધપુરના વાઈનશોપવાળા શખ્સ તથા જથ્થો મંગાવનાર મોરઝરના શખ્સના નામ આપ્યા છે. કુલ રૃા.૧૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે સોયલ ટોલનાકા નજીક બે મોટરમાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ગઈકાલે સોયલ ટોલનાકા પાસે વોચ રાખવામાં આવી હતી.
તે દરમિયાન જીજે-૩૭-જે ૯૫૧૦ નંબરની બલેનો મોટર તથા જીજે-૭-બીએન ૧૪૨૦ નંબરની મહિન્દ્રા કંપનીની ક્વાન્ટો મોટર પસાર થતાં બંનેને રોકી લેવામાં આવી હતી. આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૃની ૨૯૨ બોટલ ભરેલી ર૪ પેટી તથા ચાર બોટલ તેમજ બીયરના ર૪ ટીન મળી આવ્યા હતા. આ જથ્થા સાથે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામના કમલેશ મેરામણભાઈ નંદાણીયા તથા મોટા કાલાવડ ગામના નિલેશ વેજશીભાઈ કનારા નામના બે શખ્સની અટકાયત કરાઈ છે.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત જથ્થો રાજસ્થાનના જોધપુરના એક વાઈનશોપવાળાએ આપ્યાની અને ભાણવડના મોરઝર ગામના વિજય બગડા નામના શખ્સે તે જથ્થો મંગાવ્યાની કબૂલાત આપી છે. એલસીબીએ રૃા.૨,૫૩,૩૨૪નો દારૃનો જથ્થો, રૃા.ર૪૦૦નો બીયર, રૃા.રપ હજારના ત્રણ મોબાઈલ, રૃા.૧૦ લાખની બે મોટલ મળી કુલ રૃા.૧૨,૮૦,૭ર૪નો મુદ્દામાલ કબજે કરી લીધો છે. ચારેય સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial