Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાથમિક રિપોર્ટ પછીની પ્રથમ પ્રતિક્રિયા
અમદાવાદ તા. ૧૨ઃ અમદાવાદ પ્લેન ક્રેશ અંગે એએઆઈબી દ્વારા મોડી રાતે રિપોર્ટ જાહેર કરાયો તે પછી આ મામલે હવે એર ઈન્ડિયા અને બોઈંગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. એર ઈન્ડિયાએ કહૃાું કે અમે નિયામક અને અન્ય હિતધારકો સાથે મળીને કામ કરી રહૃાા છીએ અને એએઆઈબી દ્વારા પ્રાથમિક રિપોર્ટ જારી કરાયા પછી અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચાલી રહેલી તપાસમાં અધિકારીઓને સહયોગ કરવાનું ચાલુ રાખીશું. જયારે બોઈંગે સંવેદના વ્યકત કરી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ પછી થયેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર થયા પછી પ્રથમ પ્રતિક્રિયા આપતા એર ઈન્ડિયા એરલાઇને એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ૧૨ જુલાઈ ૨૦૨૫ના એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો દ્વારા જારી કરાયેલ પ્રારંભિક અહેવાલની અમને જાણકારી મળી છે. વધુમાં, એરલાઇને જણાવ્યું હતું કે અમે નિયામક તમામ હિતધારકો સાથે મળીને કામ કરી રહૃાા છીએ. અમે એએઆઈબી અને અન્ય અધિકારીઓ સાથે આગળ વધતી તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવાનું ચાલુ રાખીશું. ઉલ્લ્ેખનિય છે કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) એ શુક્રવારે મોડી રાત્રે અકસ્માતનો ૧૫ પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો. અહેવાલ મુજબ, બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનને ઈંધણ મળવાનું બંધ થતાં થ્રસ્ટ ઘટવા લાગ્યુ હતું અને વિમાન નીચે તરફ ધકેલાવા લાગ્યું. જોકે હજુ એ સ્વીચ કટઓફની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જણાવવામાં આવ્યું નથી.
અમદાવાદમાં એર ઇન્ડિયા એઆઈ૧૭૧ વિમાન દુર્ઘટનામાં એએઆઈબીના પ્રારંભિક તપાસ અહેવાલ પછી, બોઇંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, *એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ પર સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોના પ્રિયજનો તેમજ અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત દરેક વ્યક્તિ પ્રત્યે અમારી સંવેદના છે. અમે તપાસ ચાલુ રાખીશું અને અમારા ગ્રાહકને ટેકો આપીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial