Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે આ ગુન્હામાં ફરમાવ્યો હતો છૂટકારોઃ
જામનગર તા. ૧૦: ધ્રોલ પંથકમાં મજૂરીકામ માટે આવીને રહેતા મધ્યપ્રદેશના ત્રણ શખસ સામે નવ વર્ષ પહેલાં નોંધાયેલા ગુન્હામાં અદાલતે ત્રણેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો હતો પરંતુ કોર્ટની તારીખોમાં આ શખ્સો હાજર રહ્યા ન હોવાથી ત્રણેય સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ધ્રોલ પંથકમાં થોડા વર્ષાે પહેલાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કૈલાસ કનૈયાલાલ વસુનીયા, ગંદવાની તાલુકાના ભવન શોભાભાઈ ચૌહાણ તથા બડકચ્છ ગામના ચમરા નાનભુભાઈ મચ્છાર નામના ત્રણ શખ્સ સામે વર્ષ ૨૦૧૬માં એક ગુન્હો નોંધાયો હતો.
આ શખ્સોની જે તે સમયે પોલીસે ધરપકડ કર્યા પછી ત્રણેયને અદાલતે જામીન પર મુક્ત કર્યા હતા. મુક્ત થયા પછી ઉપરોક્ત ત્રણેય શખ્સ કોર્ટમાં ચાલી રહેલા કેસ દરમિયાન આ શખ્સો અદાલતમાં હાજર રહ્યા ન હતા. કેસના અંતે ત્રણેય આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો હતો તેમ છતાં આ શખ્સો અદાલતમાં હાજર ન રહેતા ધ્રોલ પોલીસ સ્ટેશનના હે.કો. ડી.પી. વઘોરાએ ખુદ ફરિયાદી બની ભારતીય દંડ સંહિતા ૧૯૬૦ની કલમ ૨૨૯ (એ) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial