Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપઃ
ખંભાળિયા તા. ૧૦: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ૧૧-૭-ર૦રપ ના સવારે ૧૦-૩૦ કલાકે આઈ.ટી.આઈ. ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ મટો એસ.એસ.સી., એચ.એસ.સી, આઈ.ટી.આઈ.-ફીટર, ડિપ્લોમા, મિકેનિકલ તથા મરીન જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કોમ્પ્યુટર હાર્ડવેર, રેડિયો જેટી ઓફિસર, સ્કાપ ફોલ્ડર અને સુપરવાઈઝર જેવી જગ્યાઓ માટે જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઈચ્છુક ઉમેદવારે સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial