Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિગો સંકટ પછી સફાળુ જાગ્યું ડીજીસીએ
નવી દિલ્હી તા. ૧૧: ઈન્ડિગો સંકટ પછી ડીજીસીએ સફાળુ જાગ્યું છે અને સરકારે ફલાઈટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા છે.
તાજેતરમાં ઈન્ડિગોની ફલાઈટ્સ ખોરવાઈ જતા લાખો મુસાફરોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ ઈન્ડિગો કટોકટીથી સમગ્ર એવિએશન સેક્ટર હચમચી ગયું હતું. જેને પગલે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે સરકારે તૈયારી શરૂ કરી દીધી છે.
દેશના એવિએશન સેક્ટરના ઈતિહાસમાં પહેલીવાર ટેકનિકલ ખામીઓની દેખરેખ માટેની સમગ્ર વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ફલાઈટ્સના સતત વિલંબ, ફલાઈટ્સ રદ્દ થવાની ઘટનાઓ અને તાજેતરની સુરક્ષા ઘટનાઓએ ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ને ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમને મૂળભૂત રીતે વધુ કડક બનાવવા માટે મજબૂર કર્યા છે.
નવા ૧ર પાનાના આદેશ મુજબ હવે જો કોઈ નિર્ધારિત ફલાઈટ ટેકનિકલ કારણોસર ૧પ મિનિટ કે તેથી વધુ મોડી પડે. તો તેની તપાસ કરવી ફરજિયાત રહેશે. આ નવા આદેશ હેઠળ એરલાઈન્સ કંપની માટે એ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે, વિલંબનું કારણ શું હતું અને તેને દૂર કરવા માટે શું પગલા લેવામાં આવ્યા હતાં.
એરલાઈને એ પણ સ્પષ્ટ કરવું પડશે કે ભવિષ્યમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ક્યા ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ એવી જોગવાઈઓ છે જે અગાઉના નિયમોમાં સામેલ નહોતા. નિયમો મુજબ હવે કંપનીએ કોઈપણ મોટી ખામીની જાણકારી ડીજીસીએ ફોન દ્વારા તરત જ આપવી પડશે. આ ઉપરાંત તેનો વિગતવાર રિપોર્ટ ૭ર કલાકની સમયમર્યાદામાં સુપરત કરવો ફરજીયાત છે.
નવા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈ ખામી ત્રણ વખત પુનરાવર્તિત થાય, તો તેને 'પુનરાવર્તિત ખામી' (રિપિટિટીવ ડિફેક્ટ) ગણવામાં આવશે. આવી ખામી માટે એક અલગ પ્રકારની વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, ડીજીસીએ દ્વારા આ કડક પગલા લેવાનું કારણ એ છે કે, અગાઉની ડિફેક્ટ રિપોર્ટીંગ સિસ્ટમ પૂરતી મજબૂત નહોતી. વર્તમાન નિયમોમાં ૧પ મિનિટના વિલંબની તપાસ જેવી કોઈ ફરજીયાત જોગવાઈ અગાઉ લાગુ કરવામાં આવી નહોતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial