Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવતા
જામનગર તા. ૧૧: જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવતા અનુ.જાતિના સફાઈ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમાર અને પ્રમુખ મહેશ બાબરિયાએ મ્યુનિ. કમિશનર અને મદદનિશ શ્રમ આયુક્તને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માગણી કરતા જણાવ્યું છે કે, શહેરનો હદ વિસ્તાર સતત વધી રહ્યો છે. સફાઈ કામદારોના ઈ.પી.એફ. સેફ્ટીના સાધનો વિગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. સફાઈ કામદારોને નિયમિત પગાર આપવામાં આવતો નથી, તે નિયમિત રીતે ચૂકવવામાં આવે તે જરૂરી છે.
મહાનગરપાલિકામાં બીટ માપણી કરી સફાઈ કર્મચારીના સેટઅપમાં સુધારો કરી સિનિયોરીટી મુજબ કાયમી કરવા અને બઢતી આપવી, અવેજી કામદારનું સિનિયોરીટી લીસ્ટ તૈયાર કરવું, વર્ષ ર૦૧૭ ના અવેજી કામદારની ઈ.પી.એફ.ની ર૦૧૭ થી ર૦રર સુધી કપાયેલ રકમ પૂરેપૂરી વ્યાજ સહિત જમા કરાવવી, સરકારની નીતિ મુજબના બદલે ઓછું વેતન આપવામાં આવે છે, તે ધારાધોરણ મુજબ આપવામાં આવે અને સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી તે સત્વરે આપવામાં આવે. જરૂર પડ્યે સફાઈ કામગીરી બંધ કરી દેવાની ચિમકી પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial