Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગર્ભા મહિલા હત્યાનો બનાવ નિહાળી સ્થળ પર બની ગયા બેભાનઃ
જામનગર તા. ૧૧: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે બપોરે એક યુવાનની તેના પત્નીની નજર સામે એક શખ્સે ગળાના ભાગે છરીના ત્રણેક ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતકે પોતાના ફઈના દીકરા સાથે પરણીને આવેલી યુવતી સાથે ઘર માંડતા વિવાદ થયા પછી ગઈકાલે હત્યાનો આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં ખૂલ્યું છે. મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે વસવાટ કરતા જગદીશભાઈ નાનજીભાઈ ચાવડાના પુત્ર જીતેન્દ્રભાઈ જગદીશભાઈ ચાવડા ઉર્ફે જયલા ટકા તથા તેમના પત્ની સોનલબેન ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માંથી એક્ટિવા સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે અન્ય વાહન પર ધસી આવેલા દિલીપ રમેશ ચૌહાણ નામના શખ્સે જીતેન્દ્રભાઈને આંતરી લીધા હતા.
આ શખ્સે પોતાના વાહનમાંથી ઉતરીને છરીથી જીતેન્દ્રભાઈ પર હુમલો કરી દીધો હતો. સોનલબેનની નજર સામે આ શખ્સે મ્હોં, ગર્દન તેમજ દાઢી નજીક છરી હુલાવી દેતા લોહીલુહાણ બની જીતેન્દ્રભાઈ ઢળી પડ્યા હતા અને તેઓનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. હત્યાને અંજામ આપી દિલીપ રમેશભાઈ ચૌહાણ નાસી ગયો હતો. સગર્ભા સોનલબેન ઉપરોક્ત દૃશ્ય નીહાળી બેભાન બની ગયા હતા.
બનાવની પોલીસને જાણ કરાતા સિટી સી ડિવિઝનના પીઆઈ એમ.બી. ડાભી, પીએસઆઈ એન.એમ. ઝાલા સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. પોલીસે જગદીશભાઈ ચાવડાની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૦૩ (૧), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી દિલીપ ચૌહાણના સગડ દબાવ્યા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જીતેન્દ્ર ઉર્ફે જયલા ટકાએ પોતાના ફઈના દીકરા દિલીપ રમેશભાઈ ચૌહાણ સાથે અગાઉ લગ્ન કરનાર સોનલ સાથે આંખ મળી જતા થોડા મહિનાઓ પહેલાં જ સોનલને ઘરમાં બેસાડી હતી, પતિને મૂકીને આ મહિલા મામાજીના દીકરા સાથે રહેતી હતી અને હાલમાં તેણીને આઠમો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉપરોક્ત બનાવ બનતા આ મહિલા હેબતાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial