Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડૂબેલી બસનો કાટમાળ પણ મળ્યો નહીં
દહેરાદુન તા.૨૮: ઉત્તરાખંડમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ કરાયો છે. આગામી ૩-૪ દિવસ સુધી વરસાદની ચેતવણી અપાઈ છે. કાંગડામાં અચાનક પૂર આવતા અનેક લોકો ફસાઈ ગયા છે. ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહૃાો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે, દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે.
નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર હાઇવે ખોલવાનું કામ ચાલુ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર વિક્રમ સિંહે માહિતી આપી હતી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી ૩-૪ દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દહેરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રાળુઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતાં ૨૧ જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારો સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહૃાો છે.
હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે ૧૦ થી ૧૫ ટકા વધુ વરસાદ પડી શકે છે. બુધવારે ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના કાંગડામાં અચાનક પૂર આવ્યું હતું. ઘણા લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. હાલમાં આ લોકો માટે શોધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુ જિલ્લાના રેહાલા બિહાલમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા ત્રણ લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ૧૪ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial