Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં એક વધુ ઓઈલ રિફાઈનરીના નિર્માણનું ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા સાઉદી અરેબીયાના સહયોગથી આયોજન કરવા સઘન વિચારણા-ગતિવિધિઓ ચાલી રહી છે.
એક અહેવાલ અનુસાર ઓ.એન.સી.જી. દ્વારા સાઉદી અરેબીયા સાથે સતત વાટાઘાટો કરે છે. અને સંયુક્ત સાહસ સ્થાપવા માટે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સાઉદી અરેબીયા આ રિફાઈનરીને ક્રૂડ ઓઈલ સપ્લાય કરશે.
આ રિફાઈનરી અતિ આધુનિક અને ગ્રીનફિલ્ડ રિફાઈનરી દરિયાકાંઠે બનશે. જે માટે જામનગર જિલ્લાના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે, ગુજરાતના અન્ય વિસ્તાર ધારૂકા અંગે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.
ઓ.એન.સી.જી. હાલમાં આ રિફાઈનરીને સ્થાપવા માટે સંપૂર્ણ રીતે વિગતવાર તેના ડિટેઈલ ફોર્માલીટી રિપોર્ટ અંગે કામ કરે છે. ત્યાર પછી રિફાઈનરીન ઉત્પાદન ક્ષમતા તથા તે માટેના મૂળી રોકાણ અંગેની વિગતો સાથેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગત એપ્રિલ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબીયની મુલાકાતે ગયા ત્યારે બંને દેશો વચ્ચે એનર્જી પ્રોજેક્ટ્સના સંયુક્ત સાહસ અંગે નિર્ણય લેવાયો હતો. અને તેમાંય ખાસ કરીને રિફાઈનરી અને પેટ્રો કેમિકલ્સ સેકટરમાં સંયુકત સાહસ અંગે ચર્ચા થઈ હતી. ત્યાર પછી બંને દેશોના સંયુક્ત રીતે કરાયેલા સત્તાવાર નિવેદનમાં ભારતમાં બે રિફાઈનરી સ્થાપવા માટે વિચારણા ચાલુ હોવાનું જાહેર કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial