Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાથી શિવરાજપુર જતાં હતાઃ
જામનગર તા. ૨૮: દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા વરવાળા ગામ નજીક ગોળાઈમાં બુધવારે બપોરે સ્કૂટર સ્લીપ થતાં મુંબઈના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ યુવાનો દ્વારકાથી એક સ્કૂટર લઈને શિવરાજપુર જવા નીકળ્યા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો.
દ્વારકા આવેલા મૂળ મુંબઈના સાન્તાક્રુઝમાં ખાનવાલા કમ્પાઉન્ડમાં રહેતા શ્વેતસિંગ આલોકસિંગ નામના ઓગણીસ વર્ષના વિદ્યાર્થી તથા તેના મિત્ર અને મુંબઈના શિવાજીનગરમાં વસવાટ કરતા શિવમ નરેન્દ્રભાઈ પાંડે બુધવારે દ્વારકાથી જીજે-૩૭-પી ૮૪૬૨ નંબરનું એક્ટિવા સ્કૂટર લઈને શિવરાજપુર જવા માટે નીકળ્યા હતા.
દ્વારકાથી સ્કૂટર મેળવતી વખતે શ્વેતસિંગે તેનું ડ્રાઈવીંગ સંભાળ્યું હતું. જ્યારે માર્ગમાં શિવમે સ્કૂટર ચલાવવા આપવાનું કહેતા આ યુવાનને ડ્રાઈવીંગ સોપાયુ હતું તે પછી બંને વરવાળા ગોળાઈ પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણથી શિવમે સ્કૂટર પરનો કાબૂ ગૂમાવતા સ્કૂટર સ્લીપ થયું હતું અને બંને યુવાનો ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં શિવમને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્વેતસિંગને ફ્રેક્ચર થઈ ગયું હતું. ઘવાયેલા યુવાનો પૈકીના શિવમનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે શ્વેતસિંગનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial