Advertisement
Author: નોબત સમાચાર

મેસી દસ મિનીટમાં નીકળી જતા ફેન્સ નારાજઃ સ્ટેડિયમમાં તોડફોડ

યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર વિખ્યાત ફૂટબોલર ત્રિદિવસીય ગોટ ઈન્ડિયા ટૂર અંતર્ગત કોલકત્તા પહોંચ્યા હતા

                                                                                                                                                                                                      

કોલકાત્તા તા. ૧૩: આજે કોલકાત્તાની મુલાકાતે પહોંચેલા વિખ્યાત ફુટબોલર સ્ટેડિયમમાં થોડી મીનીટો રોકાઈને જ નીકળી જતા ફેન્સ વિફર્યા હતા અને તેઓની સાથે દગો થયો હોવાના આક્ષેપ સાથે સુરક્ષાઘેરો તોડીને મેદાનમાં ઘુસ્યા હતા, તે ઉપરાંત તોડફોડ અને આગજની ફરી ટિકિટના પૈસા પાછા માંગતા સુત્રોચ્ચાર કર્યા હતાં.

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત ગોટ ઈન્ડિયા ટૂર- ૨૦૨૫' માટે ભારત પહોંચી ગયા છે. તેમના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાહકોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

મેસી સાથે તેમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન મેસી કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી એમ ચાર મોટા શહેરોની મુલાકાત લેશે.

જોકે કોલકાતા સ્ટેડિયમમાં ત્યારે ફેન્સ ગુસ્સે ભરાયા જ્યારે તેમને લિયોનલ મેસી રમતો જોવા ન મળ્યો. ગુસ્સે ભરાયેલા ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો.

કોલકાતામાં લિયોનેલ મેસીની મુલાકાત દરમિયાન અનેક હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેસીએ તેમના નામ પરથી બનેલી ૭૦ ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યુ હતું. સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળ્યા હતાં. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પછી પ્રવાસના અંતે તેઓ પી.એમ. મોદીને પણ મળશે.

આજે સવારે ૧૧ વાગ્યે કોલકાતામાં ૭૦ ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યા પછી કોલકાતાના જ સોલ્ટ લેક સ્ટેડિયમ ૫હોંચ્યા પછી તેઓ ત્યાંથી તે વહેલા નીકળી જતા નારાજ ફેન્સે બોટલો ફેંકવાનું શરૂ કર્યું. સાથે જે સ્ટેડિયમમાં તોડફોડ કરી સુરક્ષા ઘેરો તોળીને ટેન્ટ સળગાવ્યુ હતું.

એક ચાહકે કહૃાું, *એકદમ ખરાબ કાર્યક્રમ. તે માત્ર ૧૦ મિનિટ માટે આવ્યો. બધા નેતાઓ અને મંત્રીઓએ તેને ઘેરી લીધો હતો. અમે કંઈ જોઈ શક્યા નહીં. તેણે એક પણ કિક કે એક પણ પેનલ્ટી ન લીધી. તેમણે કહૃાું હતું કે શાહરુખ ખાનને પણ લાવશે. તેઓ કોઈને ન લાવ્યા. તે ફક્ત ૧૦ મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. આટલા બધા પૈસા, ઇમોશન્સ અને સમયનો બગાડ થયો. અમે કંઈ જોઈ શક્યા નહીં.*

મેસ્સી આજે બપોરે ૪ વાગ્યે હૈદરાબાદ પહોંચશે. તેની સુરક્ષા આઈ૫ીએલ કે ઇન્ટરનેશનલ મેચ કરતાં પણ વધારે મજબૂત હશે. હૈદરાબાદમાં તે ઝેડ કેટેગરીના સુરક્ષા ઘેરામાં રહેશે. તે સીધો તાજ ફલકનુમા જશે. આ પછી ઉપ્પલ સ્ટેડિયમ પહોંચશે. અહીં ૩૮ હજાર પ્રશંસકોના આવવાની અપેક્ષા છે.

રાહુલ ગાંધી આજે સાંજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેસ્સીના ગોટ ઇન્ડિયા ટૂર ઇવેન્ટમાં સામેલ થશે. રાહુલ ગાંધી મેસ્સીની નેતૃત્વવાળી ટીમ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી વચ્ચે રમાનારી એક ફ્રેન્ડલી મેચ જોશે. તેલંગાણા કોંગ્રેસના સૂત્રોએ આની પુષ્ટિ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh