Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં મેરેથોન સંપન્નઃ કાલે સાયકલોથોન

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન તથા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ નવનિર્મિત ફલાયઓવર બ્રિજ પર

                                                                                                                                                                                                      

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આજે જામનગરમાં પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં મેરેથોન યોજાઈ હતી. નવા બનેલા ફલાયઓવર બ્રિજ પર યોજાયેલ આ મેરેથોનમાં મહાનુભાવો સહિત વિશાળ સંખ્યામાં જામનગરવાસીઓ સહભાગી થયા હતા. આવતીકાલે સાયકલોથોનનું આયોજન છે.  રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી શ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ના મેરેથોન અને તા.૧૪ના સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં ઓશવાળ ઇંગ્લીશ એકેડમીથી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં, જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહૃાા છે, ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે.સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાન શરુ કરાવ્યું છે.

આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરવાસીઓ ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વડીલોની ઉત્સાહભરી ભાગીદારી જોઈને મને ખૂબ ગર્વ થાય છે. જીત મહત્ત્વની છે, પરંતુ ભાગ લેવું અને પ્રયત્ન કરવો વધુ મહત્ત્વનું છે. આજે અહીં હાજર દરેક દોડનાર સાચો વિજેતા છે.

મેરેથોનનો રૂટ ઓશવાળ ઇંગ્લીશ એકેડમી, ઇન્દિરા માર્ગ, સાત રસ્તાથી નવા ફ્લાય ઓવરબ્રિજ, ગુરૂદ્વારા જંકશન, નાગનાથ જંકશને થઇ યુટર્ન લઇ પરત ઓશવાળ ઇંગ્લીશ એકેડમીમાં પૂર્ણ થયો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલ તા.૧૪ ડિસેમ્બરના પણ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરથી સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયકલોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને વિજેતાઓ માટે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતાશ્રી આશિષભાઈ જોશી, એ.એસ.પી. પ્રતિભા, પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) બ્રિજેશ કાલરીયા, કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh