Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પણ કેટલાક સ્થળે ભારે વરસાદઃ યલો એલર્ટ
સિમલા તા. ૧૬: ચોમાસાના પ્રારંભે જ હિમાચલમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. આ કારણે રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન થયુ છે અને મૃત્યુઆંક વધીને ૧૦૬ પર પહોંચ્યો છે.
હિમાચલ પ્રદેશમાં મંગળવારે સિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવમાન વિભાગે ૧૬ જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ૨૧ જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી.
રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલાકુઆંમાં ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય ૨૦ જૂનથી ૧૫ જુલાઈ સુધીમાં ૧૦૬ લોકોના મોત નિપજ્યા છે. કુલ મોતમાંથી ૬૨ લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળીનો પડવાના કારણે મોતને ભેટ્યા છે.
જોકે, આ સમયગાળા દરમિયાન ૪૪ લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયો હતો. વાદળ ફાટવાની ઘટનામાં ૧૫, ઊંચાઈ (ઝાડ/ચટ્ટાન) પડવાના કારણે ૧૨, ડૂબવાથી ૧૧, અચાનક પૂરમાં ૮, વીજળીનો ઝટકો લાગવો અને સાપ કરડવાથી ૫-૫ અને ભૂસ્ખલન તેમજ આગ લાગવાના કારણે ૧-૧ મોત થયા છે. તમામ જિલ્લામાં માર્ગ દુર્ઘટનાઓમાં ૪૪ મોત નિપજ્યા છે, જેમાં મંડી (૪), કુલ્લૂ (૭) અને કિન્નોર (૫) સૌથી વધુ પ્રભાવિત થયા છે. વળી, ૩૮૪ ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને ૬૬૬ ઘરો, ૨૪૪ દુકાનો અને ૮૫૦ પશુશાળાઓેને નુકસાન થયું છે.
વરસાદને કારણે રાજ્યમાં ૧૭૧ પીવાના પાણીની યોજનાઓ બંધ છે, જેમાંથી મંડી જિલ્લામાં ૧૪૨, કાંગડામાં ૧૮ અને સિરમૌરમાં ૧૧ યોજનાઓ પ્રભાવિત થઈ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ૧૯૯ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહૃાા છે.
મંડી જિલ્લામાં ૧૪૧, કુલ્લુમાં ૩૫, કાંગડામાં ૧૦, સિરમૌરમાં આઠ, ઉનામાં ત્રણ અને ચંબામાં બે રસ્તાઓ બંધ છે. હિમાચલ સરકાર તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial