Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં બે સ્કૂલને ખાલી કરાવી તપાસ શરૂ
નવી દિલ્હી તા. ૧૬: દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બંને સ્કૂલ ખાલી કરાવીને તપાસ શરૂ કરાઈ છે. જો કે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંતવેલી સ્કૂલને ઈ-મેઈલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલ પર પહોંચી હતી. સ્કૂલ ખાલી કરાવીને તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.
આ બંને સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ધમકીને ગંભીરતાથી લેતા પોલીસે બોંબ સ્કવોડ, ડોગ સ્ક્વોડ અને સાયબર એકસપર્ટ ટીમ પણ બોલાવી લીધી છે. જ્યારે બંને સ્કૂલને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવવામાં આવી છે.
દિલ્હીમાં મંગળવારે ડીયુ સેન્ટ સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને પણ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં ઈમેઈલ દ્વારા સ્કૂલમાં આર.ડી.એક્સ અને આઈ.ઈ.ડી. મુકવાની જાણકારી આપવામાં આવી હતી. આ પૂર્વે નેવી ચિલ્ડ્રન સ્કૂલ અને સી.આર.પી.એફ. સ્કૂલને બોંબથી ઉડાવવાની ધમકી મળી હતી. જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જો કે, પોલીસે આ તમામ કેસમાં સમગ્ર પરિસર તપાસ કરી હતી. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ આ તમામ કેસમાં ઈમેઈલ આઈડી ને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાયબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪માં દિલ્હી એન.સી.આર.માં અનેક સ્કૂલો અને હોસ્પિટલમાં ઈમેઈલથી જ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસની તપાસમા જાણવા મળ્યું હતું કે આ તમામ ઈમેઈલ પ્રોકસી સર્વરની મદદથી મોકલવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial