Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ ભારતીય રેલવે એન્જિનિયર્સ સેવાના ૧૯૮૮ની બેચના વરિષ્ઠ અધિકારી વિવેકકુમાર ગુપ્તાએ ગત્ તા. ૧૧ અને શુક્રવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે કાર્યભાળ સંભાળ્યો છે. અને નિમણૂક પહેલા તેઓ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જે સંસ્થા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેેક્ટના અમલીકરણ માટે સોંપવામાં આવી હતી. તેઓ રેલવે બોર્ડ, રેલવે મંત્રાલયમાં મુખ્ય કાર્યકારી નિયામક/ગતિ-શક્તિ તરીકે સેવા આપી છે. જ્યાં તેઓ પીએમ ગતિ-શક્તિ પહેલ હેઠળ સ્ટેશન ડેવલોપમેન્ટ સહિત તમામ મુખ્ય રેલવે પ્રોજેકટ્સના આયોજન અને અમલીકરણ માટે સંકલિત એકમ તરીકે કાર્યરત સાત વિભાગોના સંકલિત કામગીરી માટે જવાબદાર હતા.
તેમણે મુખ્ય પ્રશાશતિક અધિકારી નિર્માણ/મુખ્ય ટ્રેક એન્જિનિયર, મુખ્ય ઈનજેર અને મંડલ રેલ પ્રબંધક જેવા હોદ્દા ઉપર સેવા આપી છે. ઉપરાંત નવી લાઈન નિર્માણ, ગેજ રૃપાંતર, ડબલીંગ, જેવા અનેક માળખાગત કાર્યોનું નિરીક્ષણ કર્યું છે. અનેક કરોડો રૃપિયાના પ્રોજેક્ટમાં તેમણે મહત્ત્વની સેવાીઓ આપી છે. તેઓ પાસે રેલવે પરિચાલન, માળખાગત વ્યવસ્થાપન અને પ્રોજેક્ટ અમલીકરણનો સમગ્ર અનુભવ છે. તેમના નેતૃત્વમાં પશ્ચિમ રેલવે નવી ઉંચાઈઓ સર કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial