ચિરવિદાય

જામનગરના કંસારા જ્ઞાતિના સ્વ. રતનશીભાઈ ભાણજીભાઈ સોલંકી પરિવારના સ્વ. મોહનભાઈ લાલજીભાઈ સોલંકી (અનુપમ સિનેમાવાળા)ના પુત્ર બિપિનભાઈ (ઉ.વ.૭૨) તે ઘનસુખભાઈ, હસમુખભાઈના ભાઈ, નયનભાઈ, કવિતાબેન ના પિતાનું તા. ૧૭ના અવસાન થયું છે.

ખંભાળીયાના સારવત બ્રાહ્મણ સ્વ. પરસોતમભાઈ લક્ષ્મીશંકર મક્કડ (જોશી) ના પુત્ર વિપુલભાઈ (દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ, ખંભાળીયા શહેર ભાજપના ઉપપ્રમુખ)(ઉ.વ.૫૭) તે હીનાબેન (વિપુલ ગારમેન્ટવાળા)ના પતિ, શર્મીશભાઈ (પપુભાઈ)ના ભાઈ, મહર્ષિ, રિદ્ધિના પિતા, દેવર્ષિના અદા,લક્ષ્મીશંકર નરોતભાઈ રત્નેશ્વર (કુતિયાણાવાળા)ના જમાઈ, કૈલાશભાઈ, ચેતનભાઈના બનેવીનું તા. ૧૮ના અવસાન થયું છે.

જામનગર નિવાસી હંસાબેન હંસરાજભાઈ પિત્રોડા (ઉ.વ.૯૦) તે સુજીતભાઈ, પ્રિતેશભાઈ, રાજનભાઈના માતાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૧ને ગુરૃવારના સાંજે ૪ થી ૫ દરમ્યાન ગીતા મંદિર, પંચવટી, મહાવીર સોસાયટી, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ મહેશભાઈ અમૃતલાલ ઉદાણી (ઉ.વ.૭૪) તે સ્વ. અમૃતલાલ નેમચંદ ઉદાણીના પુત્ર, વર્ષાબેનના પતિ, સુરેશચંદ્ર, શશીભાઈ, પરેશભાઈ, સરોજબેન ભૂપેન્દ્રભાઈ મહેતા(મુંબઈ), સ્વ. ઉષાબેન રમેશભાઈ સંઘાણી (રાજકોટ), સુધાબેન કિરીટભાઈ શાહ (જામનગર)ના ભાઈ, ફાલ્ગુનીબેન મેહુલભાઈ મકવાણા (આફ્રિકા), શીતલબેન કપિલકુમાર ગાંઠાણી(રાજકોટ), સી.એ. સુક્રિત ઉદાણીના પિતા, શ્રેયાબેનના સસરા, સ્વ. મનહરલાલ વનેચંદ દોશી(અમદાવાદ)ના બનેવી, શૈલેષભાઈ મનસુખલાલ મહેતા(કે.બી.શીપીંગ)ના વેવાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. લૌકીક વ્યવહાર રાખેલ નથી.

નાના લખિયા નિવાસી જોરૃભા હરભમજી જાડેજા (ઉ.વ.૧૦૫), તે બળવંતસિંહ, ગંભીરસિંહ (જામનગર ડિસ્ટ્રીક્ટ કો.બેંકના નિવૃત્ત કર્મચારી), રામસંગ, પ્રવિણસિંહ (નિવૃત્ત પી.એસ.આઈ.), જયેન્દ્રસિંહ, દિલીપસિંહના પિતા, એએસઆઈ ભરતસિંહ જાડેજાના દાદાનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૩ ને શનિવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા. ૨૭ને બુધવારે નાના લખિયા મુકામે રાખેલ છે.

close
Ank Bandh