Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનેદાર તથા તેના પિતાના ખાતામાં નંબર લીંક હતાઃ
જામનગર તા. ૧૪ઃ કાલાવડમાં ફેક્ટરી ચલાવતા એક આસામીને બે સપ્તાહ પૂર્વે મોબાઈલ પર આવેલી એક લીંક ખોલતા જ તેમના ખાતામાંથી રૃા.ર લાખ અને તેમના પિતાના ખાતામાંથી રૃા.૪ લાખ ૪૦ હજારની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. આરટીઓ ચલણ લખેલી આ ફાઈલથી પોતે છેતરપિંડીનો ભોગ બન્યાની કારખાનેદારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી સાયબર ક્રાઈમ ટીમે ચોટીલાથી બે શખ્સને દબોચી લીધા છે. બે શખ્સના સગડ દબાવાયા છે.
છેતરપિંડીની ઉપરોક્ત ફરિયાદની વધુ વિગત મુજબ રાજકોટના કાલાવડ રોડ પર સિલ્વર એવન્યુ સોસાયટીમાં વસવાટ કરતા વિમલભાઈ મનસુખભાઈ વેકરીયા નામના વેપારીને ગઈ તા.ર૯ની બપોરે તેઓ જ્યારે કાલાવડમાં આવેલી ધનવેલ હાઈબ્રીડ સીડ્સ લિમિટેડ નામની પોતાની ફેક્ટરીએ હાજર હતા ત્યારે તેઓના મોબાઈલમાં ૯૮૮૧૫ ૧૮૭૪૮ નંબરમાંથી આરટીઓ ચલણ ૫૦૦ નામની એક ફાઈલ આવી હતી.
તે ફાઈલને કુતૂહલવશ વિમલભાઈએ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારપછી વિમલભાઈના એચડીએફસી બેંકના ખાતામાંથી રૃા.૭,૩૭,૮૬રની લોન કરી લેવામાં આવી હતી અને તેમાંથી રૃા.ર લાખ ઉપાડી લેવાયા હતા.
તે ઉપરાંત વિમલભાઈના પિતા મનસુખભાઈ ખોડાભાઈ વેકરીયાના નામની ખેતી વિકાસ ભંડાર નામની પેઢીનો એચડીએફસી બેંકમાં વિમલભાઈના મોબાઈલ નંબર લીંક કરવામાં આવેલા હોવાથી તે બેંક ખાતામાં પણ ઘાલમેલ કરવામાં આવી હતી. મનસુખભાઈના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી રૃા.૪,૩૯,૯૯૯ ઉપાડી લેવામાં આવ્યા હતા.
આરટીઓની પહોંચના નામે આવેલી અજાણી લીંક ખોલતા જ વિમલભાઈને રૃા.૬,૩૯,૯૯૯નો ધૂમ્બો લાગી ગયો હતો. તે પછી વિમલભાઈએ હાંફળાફાંફળા બની પોતાના પિતાને તેની જાણ કર્યા પછી જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિગતો આપી હતી. પીઆઈ આઈ.એ. ધાસુરા તથા ટીમ હરકતમાં આવી હતી.
સાયબર પોલીસે શરૃ કરેલી તપાસમાં આ આસામી સાથે થયેલી છેતરપિંડીની અમૂક રકમ ચોટીલાના મનસુર સુભાનભાઈ આગરીયાના બંધન બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું અને તે રકમ સમીર મનસુર સીદાતર ઉર્ફે ચૂચુ તથા સીરાજ મનુભાઈ કાપડીયા ઉર્ફે ચીંટુ નામના શખ્સોએ ટ્રાન્સફર કરાવ્યાનું ખૂલતા આ શખ્સોના સગડ દબાવાયા હતા. જેમાં ચીંટુ તથા ચૂચુએ કમિશન મેળવી તે રકમ સગેવગે કરી આપી હોવાનું જણાઈ આવતા ચીંટુ તથા ચૂચુની ધરપકડ કરી લેવામાં આવી છે.
મોબાઈલ પર આવતી અજાણી લીંક ન ખોલવા વખતોવખત સાયબર ક્રાઈમ દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી રહી છે. તેમ છતાં અજાણી લીંક ખોલતા રાજકોટના આસામીના રૃા.૬ લાખ ઉપરાંતની રકમ છીનવાઈ ગઈ હતી. હાલમાં સાયબર ક્રાઈમ પોલીસે મનસુખ સુભાનભાઈ તથા લીંક મોકલનાર શખ્સના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial