Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદ તા. ૧૪ઃ હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આગામી ૨ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ ૩ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહેસાણાના સતલાસણામાં ૪ ઈંચ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ઉત્તરથી દક્ષિણ ગુજરાતના ૮ જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈકાલે ૧૩મી જુલાઈએ બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દાંતીવાડામાં સવા ૬ ઈંચ તેમજ પાલનપુરમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. આબુ-અમદાવાદ હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાયા હતાં, જેથી વાહનચાલકો અટકાવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial