Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડો. વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, જીતુભાઈ લાલે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રવચન કરતા કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવી કરીને આદર્શ નાગરીક તરીકે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય, અન્ય અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતાં.
જામનગર શહેરમાં બોર્ડની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓના સન્માન માટે સતત પંદરમાં વર્ષ ગરિમામય સમારોહનું આયોજન એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત રાજયના કેબીનેટ કક્ષાના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે કહૃાું હતું કે શૈક્ષણિક ક્ષેત્રે ઉજજવળ કારકિર્દી હાંસલ કરવાની સાથે આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવાની નેમ ધારણ કરીને તમે સૌ દેશના ભવિષ્યને પણ વિકાસની ગતિ આપવામાં સહયોગી બનો તેવો અનુરોધ કરુ છું.
જામનગર પંથકમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુરૃપૂર્ણિમાના પાવન પર્વના દિવસે વર્ષ ૨૦૨૪-૨૫ ના જામનગરના ધો. ૧૦ અને ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) તેમજ સીબીએસઈના ધો. ૧૦-૧૨ ના ૭૫ પી.આર.થી વધુ ગુણાંકો પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં યોજાયો હતો. આ સાથે ધો. ૧૦ અને ધો. ૧૨ પછી શું? વિધાર્થીઓને ઉજજવળ કારકિર્દી માટે અને ખાસ કરીને જીપીએસસી તથા યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
શહેરના ઓશવાળ સેન્ટરમાં વિધાર્થીઓ, વાલીઓ અને આમંત્રીતોથી ખીચોખીચ ભરાયેલ બેન્કવેટ હોલમાં મોટીવેશન સ્પીકર પ્રિયંકભાઈ લાહોટી તેમજ સમગ્ર ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ કરી જામનગરમાં ડેપ્યુટી કલેકટર તરીકે નિયુકત થયેલા આદર્શ બસેર સાહેબે આ સ્પર્ધાત્મક પરીક્ષા કઠીન હોય છે તેવો હાઉ દૂર કરી ધીરજ, પડકારો વચ્ચે કામ કરવું અને પરીક્ષા માટે સમર્પિત થઈ જવા સાથે સખત પરીશ્રમ કરવાથી ચોકકસપણે સિદ્ધિ મળે જ છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સમાજ અને રાજયની સેવામાં જવાબદારી સાથે જોડાવાનું ગૌરવ મળે છે.
વિધાર્થી સન્માન સમારોહમાં એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરી તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા છેલ્લાં પંદર વર્ષથી તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આજના દિવસનું સવિશેષ મહત્ત્વ એટલા માટે છે કે ગુરૃજન પાસેથી જ્ઞાન-વિદ્યા મેળવી પરીક્ષામાં ઉચ્ચ ગુણાંકો મેળવ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું સન્માન અર્થાત સરસ્વતી પૂજનનો સંયોગ ગુરૃપૂર્ણિમાના પાવન પર્વના દિવસે ગુરૃવારે જ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગુરૃ તરીકે વેદ વ્યાસજીને આપણે સૌ વંદન કરીએ છીએ જેમણે ચાર વેદ અને અઢાર ઉપનિષદો આપણને વિદ્યાના સ્વરૃપમાં આપ્યા છે. આપણાં જીવનમાં ત્રણ ગુરૃનું અનોખું મહત્ત્વ છે. માતા પ્રથમ ગુરૃ છે, પિતા દ્વિતિય અને શાળામાં શિક્ષણ આપનારા ત્રીજા ગુરૃ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે તેજસ્વી વિધાર્થીઓને અભિનંદન સાથે ઉજજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી જીતુભાઈ લાલે સૌ ગુરૃજનોને વંદન કર્યા હતાં. તેમણે ભાવુક થઈ તેમના પુત્ર કેદાર (માધવ) લાલને યાદ કરી જણાવ્યું હતું કે આજે તેની પુણ્યતિથિ છે આ સાથે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તેમજ અન્ય દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા હાપા પાસે સ્પોટર્સ સંકુલ અને કેદાર લાલ રાઈફલ શુટીંગ એકેડમીનો લાભ લેવા યુવા વર્ગને અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં કબડી જેવી રમતો પણ રાખી શકાશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
સ્વાગત પ્રવચન પછી ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું લાલ પરિવાર તથા ટ્રસ્ટ વતી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલે પૂર્વ રાજયમંત્રી સ્વ.હરિદાસ જીવણદાસ લાલ ઉર્ફે બાબુભાઈ લાલને યાદ કરી જણાવ્યું હતું કે બાબુકાકાની સેવાકિય પ્રવૃત્તિઓનો સેવાયજ્ઞ અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલે અવિરત ચાલુ રાખ્યો છે જે પ્રશંસનીય છે.
તેમણે વધુમાં વિધાર્થીઓને જણાવ્યું કે તમે ભારતનું ભાવિ છો તમે દેશના આદર્શ નાગરિક બનો અને વધુને વધુ સિદ્ધિ મેળવી તમારા પરિવારનું ગૌરવ વધારો અને રાષ્ટ્રની સેવા કરો. તેઓએ પણ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો વાવવા તેમજ પાણી બચાવવા સૌને અપીલ કરી હતી. અભ્યાસ ક્ષેત્રે માટે વિશાળ ક્ષિતિજો છે અને સુવિધાઓ છે તેને ભરપૂર લાભ લેવા જણાવ્યું હતું.
જામનગર શહેરના (૭૯-દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે પ્રધાનમંત્રીએ આપેલા સ્વચ્છતા, પાણી બચાવો, વૃક્ષ વાવો અને સ્વદેશી આપનાવાનો સંદેશને અપનાવી ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા અપીલ કરી હતી.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે તેજસ્વી વિધાર્થીઓના સિદ્ધિનું સન્માન તે ગુરૃજનોના વિદ્યા સંસ્કારનું પણ સન્માન છે તેમણે વિધાર્થીઓને ઉજજવળ કારકિર્દી માટે મકકમ સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. સિદ્ધિ મેળવવા માટે હતાશ થવાની જરૃર નથી. ડો. વિનુભાઈ ભંડેરીએ વર્ષોથી લાલ પરિવાર દ્વારા કરવામાં આવતાં સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ''એક પેડ માં કે નામ'' અભિયાન અને સ્વચ્છતા માટેના અભિયાનમાં જોડાઈને વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારીએ ઉદ્બોધન કરી લાલ પરિવારની સેવાકિય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જીતુભાઈ લાલે કેરીયર ગાઈડન્સ સાથે વિધાર્થીઓની ઉજજવળ કારકિર્દી માટે ચિંતા કરી છે તે ખૂબ જ આવકારદાયક છે. વિધાર્થીઓને તેમની સિદ્ધિ બદલ સન્માનવામાં આવે તે પ્રેરણારૃપ બની રહેશે અને આ સન્માનને સાર્થક કરૃં તેવી ભાવના પ્રબળ બને છે. આ તકે જીતુભાઈ લાલે ગત વરસના સમારોહમાં કરેલી જાહેરાતને યાદ કરી જણાવ્યું હતું કે જીપીએસસી કે યુપીએસસી પરીક્ષા માટે વિધાર્થીને ટ્રસ્ટ જરૃરી સહાય કરશે.
આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગુજરાત બોર્ડના (ધોરણ ૧૦) અને ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ) અને સીબીએસઈના તેજસ્વી વિધાર્થીઓને પ્રમાણપત્ર, મેડલ તથા સ્મૃતિભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે ટ્રસ્ટ સંચાલિત કેદાર લાલ રાઈફલ શુટીંગ એકેડમીના પાંચ શુટરોએ રાષ્ટ્રીય સ્તરે વિજેતા થઈ જામનગરનું અને એકેડમીનું ગૌરવ વધાર્યું છે તે શુટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ૬૩૯ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. આ સન્માન સમારોહમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય (જામનગર દક્ષિણ) દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષ નેતા આશીષભાઈ જોષી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ડિસ્ટ્રીકટ બેંકના ડાયરેકટર પ્રવિણસિંહ ઝાલા, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, સમસ્ત હાલાર લોહાણા સમાજના માનદમંત્રી રમેશભાઈ દતાણી, જામનગર લોહાણા મહાજનના ખજાનચી મનોજભાઈ અમલાણી, સંગઠન મંત્રી રાજુભાઈ મારફતીયા તથા શ્રેષ્ઠીશ્રીઓ ધીરૃભાઈ કારીયા, હરેશભાઈ રાયઠ્ઠઠા, ગોવિંદભાઈ મોરઝરીયા, કુમનભાઈ લાલ, એડવોકેટ ભરતભાઈ ગોંદિયા, મનીષભાઈ ઠાકર, સહદેવસિંહ ચુડાસમા, જયેશભાઈ પાબારી, વ્યોમેશભાઈ લાલ, જયેશભાઈ મારફતીયા, લલીતભાઈ પોપટ, દિનેશભાઈ તન્ના, ભૂરાભાઈ ખફી, જયરાજસિંહ વાઘેલા તથા ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા અને જામનગર શહેરના મહિલા સંસ્થાના પ્રતિનિધિઓ મીતાબેન દોશી, જયોતિબેન માધવાણી, આશાબેન જોષી, રક્ષાબેન દાવડા, નિર્મળાબેન દોંગા, મીનાબા સોઢા, ચેતનાબેન માણેક તેમજ જામનગર શહેરના પ્રિન્ટ મીડિયા તથા ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ રવિભાઈ બુધ્ધદેવ, મુકેશભાઈ જોઈશર, સંજયભાઈ આઈ. જાની, પી.ડી. ત્રિવેદી, નથુભાઈ રામડા, દિવ્યેશભાઈ વાયડા, ઉપેન્દ્ર ગોહિલ, હરદિપસિંઘ ભોગલ, મુસ્તાકભાઈ દલ, કિંજલભાઈ કારસરીયા, મહાવિરસિંહ ચૌહાણ, સૂચીત બારડ, કૃપાબેન લાલ, પરેશભાઈ કનખરા, નરેન્દ્રભાઈ પીઠડીયા, જયેશભાઈ ધોળકીયા, સાગરભાઈ સંધાણી, અનીલભાઈ ગોહિલ, પાર્થ નથવાણી તથા રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના માધવ સુખપરિયા, પાર્થ નથવાણી, જય રાચાણી, સુજલ ખાખરીયા, આયુષ પોપટ, દેવ જોબનપુત્રા, અંકિત મહેતા વિગેરે ઉપસ્થિત રહૃાા હતાં.
આ કાર્યક્રમમાં પૂર્ણાહુતિએ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તથા મિતેશભાઈ લાલે ઉપસ્થિત મહેમાનો તથા વિધાર્થીઓ, વાલીઓ તેમજ પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓનો આભાર વ્યકત કર્યો હતો.
લાલ પરિવારના ટ્રસ્ટો આયોજીત આ ૧૫ મો તેજસ્વી વિધાર્થી સન્માન સમારંભ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમે અને જામનગર શહેર (ઉત્તર) ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા, અલ્કાબેન નથવાણી અને અમિષભાઈ શાહે કર્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના કાર્યકરો પ્રફુલ્લભાઈ મહેતા, અજય કોટેચા, સન્ની ૫૨મા૨, વિરાજ કાનાબાર, જીતુભાઈ નથવાણી, આર.કે.૫રમાર, અખ્તર મિયાવા, અકરમ સુમરાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial