Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-ભાણવડના ૩૪ ગામના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪ઃ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાના માર્ગદર્શન હેઠળ હરદાસભાઈ ખવાની અધ્યક્ષતામાં નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.

જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની અધ્યક્ષતામાં તા. ૭-૭-૨૫ના બ્રહ્મ સમાજની વાડી જામજોધપુરમાં આયોજીત આ સમારોહ જામજોધપુરના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને નવનિયુક્ત સરપંચોના યોગદાનને પ્રોત્સાહન આપવાના ઉદ્ેશ્યથી યોજાયો હતો. જેમાં ધારાસભ્ય હેમંત ખવાએ નવનિયુક્ત સરપંચોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગામડાંઓમાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને માળખાગત સુવિધમાં વિકાસ ઉપર ભાર મુક્યો હતો. અને પોતાના ગામના વિકાસ માટે રૃપિયા અઢી લાખની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી હતી. અને તેમના ગામોના વિકાસ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે સરપંચોે ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ છે, અને તેમની નિષ્ઠા અને મહેનતથી જામજોધપુરના ગામોમાં નવી ઉંચાઈઓ સર કરશે.

આ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકાના ૨૮ ગ્રામ પંચાયતોના સરપંચો જેમાં જામ આંબરડી, બમથીયા, બગધરા, માંડાસણ, વડવાળા, ગઢકડા, આંબરડી મેવાસા, ચીરોડા, મુળુજી, કરશનપર, મોટી ગોપ, મોટી ભરડ, કલ્યાણપુર, જીણાવારી, આંબરડી ભુપત, પાટણ, ઉદેપુર, લલોઈ, લુવાસર, ભરડકી, અમરાપર, આંબરડી ડેરી, જામ સખપુર, બાલવા, હોથીજી ખડબા, માલવડા, વસંતપુર, રબારીકા અને સોગઠી તથા ભાણવડ તાલુકાના ૬ ગ્રામ પંચાયતના સરપંચો ફોટડી, બોડકી, કબરકા, ધારાગઢ, જોગરા અને જસાપરના નવનિયુક્ત સરપંચોનું શાલ, પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટરો ડો. જય અભંગી, જોકરભાઈ કારેણા, મુકેશભાઈ સરધારા, જામજોધપુર આપ પ્રમુખ રમણીકભાઈ અભંગી, જિલ્લા માલધારી સેલના પ્રમુખ દેવરાજભાઈ છેલાણા, જામજોધપુરના કોર્પોરેટર લાલજીભાઈ વિંઝુડા, જામજોધપુર ગઢવી સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સભ્યો ભરતભાઈ ગોધમ, હેમંતભાઈ કરંગીયા, જામજોધપુર તાલુકા આહીર અગ્રણી ખીમભાઈ વસરા તથા નાગાભાઈ પોપણીયા ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ ગ્રામીણ નેતૃત્ત્વને પ્રોત્સાહન આપવા અને ગામડાઓના વિકાસને નવી દિશા આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh