Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદ તા. ૨૭: ગુજરાત હાઈકોર્ટ એક ચુકાદામાં જણાવ્યુ છે કે મકાન માલિકને પૂછયા વગર જો ભાડૂતે બાંધકામ કર્યુ હોય તો તે શરતભંગ કહેવાય અને મકાન માલિક માંગે તો ભાડુતે શાંતિપૂર્વક ખાલી કબ્જો સોંપવો પડે.
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદો આપ્યો છે, જે મુજબ જો કોઇ ભાડુઆતે ટીપી એકટની કલમ-૧૦૮ની અનુચ્છેદ (ઓ)ની જોગવાઇ વિરૂઘ્ધ કૃત્ય કર્યું હોય તો મકાનમાલિક વિવાદીત મિલકતના સ્થળની સ્થિતિ પાછી મેળવવા માટે હકદાર રહે છે.
જસ્ટિસ જે.સી.દોશીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, ભાડા કાયદા(રેન્ટ એકટ) ની કલમ-૨૩ એ મુજબ, ભાડુઆત તેના ખર્ચે વીજળી મેળવવા હકદાર છે, એ સિવાય જો ભાડુઆત મકાનમાલિકની લેખિત સંમતિ વિના કોઇ કાયમી માળખુ કે બાંધકામ કરે છે તો તે ભાડાની જગ્યાનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો સોંપવા માટે જવાબદાર છે અને તેને ભાડુઆતની શરતોનો ભંગ કહેવાય. આ સાથે વર્ષોથી ગોડાઉનની મિલકત ભાડે ધરાવતા ભાડુઆતને ચાર સપ્તાહમાં મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.
પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓના આધારે સ્પષ્ટ કર્યું હતું કે, ભાડુઆત દ્વારા ગોડાઉનની મિલકતમાં દિવાલના પાકા બાંધકામ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાડુઆતે આ માળખાનો ઉપયોગ લાંબા સમયના ભાડાપટ્ટાને ઘ્યાનમાં રાખીને મકાન માલિકની સંમતિ વિના કર્યો છે. હાઇકોર્ટે વર્ષોથી મિલકતમાં ભાડાપટ્ટે રહેતા ભાડુઆતની રિવીઝન (અપીલ) અરજી ધરાર ફગાવી દીધી હતી અને મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે ભાડુઆતને અગાઉ અપાયેલી વચગાળાની રાહત પણ પાછી ખેંચી લીધી હતી.
ભાડુઆતના ઈરાદાને ધ્યાને લેતા હાઇકોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, જો ભાડુઆતનો ઇરાદો ચોખ્ખો હોત તો તેણે અન્ય કોઇપણ સામગ્રીનો ઉપયોગ કરીને પાર્ટીશન દિવાલ(કાચી દિવાલ) બનાવી હોત. પરંતુ ભાડુઆત દ્વારા મકાનમાલિકની સંમંતિ વિના બાંધી દેવાયેલી સિમેન્ટના પાયા પર ઉભી કરાયેલી દિવાલ દૂર કરવાથી પરિસરને પણ ગંભીર નુકસાન થાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial