Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬
જામનગર તા. ૨૭: ભારતના ચૂંટણીપંચ આયોગ દ્વારા તા. ૧-૧-૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬' જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના તા. ૧૧-૧૨-૨૫ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ, હવે મતદારો પોતાના હક્ક દાવા અને વાંધા અરજીઓ આગામી તા. ૧૮-૧-૨૬ સુધી રજૂ કરી શકશે.
આ સમયગાળા દરમ્યાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નં. ૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નં. ૭ તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નં. ૮ ભરી શકશે. આ ઉપરાંત જે મતદારોએ પોતાના આધાર પૂરાવા રજૂ કરવાના બાકી હોય, તેઓ પણ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે. નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી તા. ૨૭-૧૨-૨૫ અને તા. ૨૮-૧૨-૨૫ના રોજ તમામ મતદાનમથકો પર 'ખાસ ઝુંબેશ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે ૧૦ થી સાંજના ૫ સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પૂરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial