Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા સેવા સંસ્થા દ્વારા વૃદ્ધ માતાઓ માટે તૈયાર કરાયું વિશ્રામગૃહઃ ગુરૂવારે લોકાર્પણ

કોંગો નિવાસી કોટેચા પરિવાર દ્વારા મહંતશ્રીના વિચારને ફળીભૂત કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરની આણદાબાવા સેવા સંસ્થા દ્વારા ૪૮ વૃદ્ધ માતાઓ વસવાટ કરી શકે તેવા હેતુથી વિશ્રામગૃહ (વૃદ્ધાશ્રમ)ની સ્થાપના કરવામાં આવી છે. જો કે, વર્ષ ૧૯૭૭માં નવેમ્બર મહિનામાં આણદાબાવા સેવા સંસ્થા દ્વારા આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૫૫૬ માતાઓની સેવા કરવામાં આવી છે અને હાલમાં પણ ૬૦ વર્ષથી ૯૨ વર્ષ સુધીના ૩૦ માતાઓ વસવાટ કરી રહ્યા છે. તેઓને રહેવા, જમવા, વસ્ત્ર તથા જરૂરિયાત હોય તેઓને ઔષધ (દવા)ની સેવા સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે.

ઉપરોક્ત વૃદ્ધાશ્રમ ઉપરાંત કેટલાક વધુ વૃદ્ધ માતાઓ સંસ્થામાં આશરો મેળવી શકે તે માટે થોડા વખત પહેલાં મહંત દેવપ્રસાદજી મહારાજને વિચાર સ્ફૂર્યા પછી તેઓએ દાતાઓની સખાવતથી અદ્યતન વૃદ્ધાશ્રમ બનાવવાનો નિર્ધાર જાહેર કર્યાે હતો.

તેઓએ કોંગોમાં રહેતા કેતનભાઈ તથા દીતીબેન કોટેચા સમક્ષ પોતાના શુભ વિચારને રજૂ કરતા આ પરિવાર દ્વારા તેમના માતા કુમુદબેન રમણીકલાલ કોટેચાના સ્મરણાર્થે આ સેવા પ્રકલ્પને વધાવી લઈ પૂ. મહંતશ્રીને નવા વૃદ્ધાશ્રમના નિર્માણ માટે લીલીઝંડી બતાવી હતી.

આ પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવેલા નવા બિલ્ડીંગના નિર્માણમાં ચાર માળનું બિલ્ડીંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે બિલ્ડીંગને માતૃશ્રી કુમુદબેન રમણીકલાલ કોટેચા વિશ્રામગૃહ નામાભિકરણ કરવામાં આવ્યું છે.

આ બાબતે ગઈકાલે દેવપ્રસાદજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, વૃદ્ધાશ્રમ નહી પરંતુ આ ઈમારતને વિશ્રામગૃહ નામાભિકરણ નામ આપવામાં આવ્યું છે. ખેદની લાગણી સાથે સ્વીકારવું પડી રહ્યું છે કે, હાલમાં સમાજની વ્યવસથા કથળતી જઈ રહી છે અને કેટલાક પરિવારોના વૃદ્ધ માતા-પિતાઓ વૃદ્ધાશ્રમ તરફ વળી રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા ઉપરોક્ત ઈમારતમાં ર૪ ઓરડા ઉભા કરવામાં આવ્યા છે અને તેમાં ૪૮ વૃદ્ધ માતાઓ સારી રીતે રહી શકશે. નવી ઈમારતમાં લીફ્ટ ઉપરાંત ટીવી તેમજ એસી અને ઈન્ટરકોમની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. વધુમાં આ ઈમારતમાં મેડિકલ રૂમ, સત્સંગ માટે હોલ તેમજ મંદિર અને ભોજન શાળા બનાવવા ઉપરાંત ફાયર સેફ્ટીની પણ ચાંપતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ઈમારતને સીસીટીવી કેમેરાથી સુસજ્જ રાખવામાં આવી રહી છે. અમૂક વૃદ્ધ માતાઓની શારીરિક અક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિશ્રામગૃહનું આગામી તા.૧ના દિને લોકાર્પણ રાખવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવશે ગર્ભ સંસ્કાર કેન્દ્ર

વર્ષાેથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આણદાબાવા સંસ્થા દ્વારા હાલમાં આંખની અને કિડનીની હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન નવજાત શિશુઓને ગર્ભમાંથી જ સારા સંસ્કારોની પ્રાપ્તિ થાય તે માટે ગર્ભ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ બાબતે મહંત શ્રી દેવપ્રસાદજીએ જણાવ્યું છે કે, આ કેન્દ્ર બહુ જલ્દીથી લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. જેમાં મહિલાઓ દ્વારા જ ગર્ભવતી મહિલાઓ કે જે ગર્ભાધાનના ચાર મહિના પછી આ કેન્દ્રમાં આવી આધ્યાત્મિક જ્ઞાનના પુસ્તકોનું પઠન કરી શકશે. તે ઉપરાંત આ સગર્ભાઓને પૌષ્ટિક આહાર જેવો નાસ્તો સહિતની સેવાઓ પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી જન્મ લેનાર બાળક ગર્ભમાંથી જ સંસ્કારો મેળવી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh