Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીનો ભાવ ભાવ ઓલ ટાઈમ હાઈ... રૂા. ર૭૦૦ ના ઉછાળા સાથે પ્રતિકિલો રૂપિયા બે લાખ ભણી

ચાંદીએ ૧.૯૦ લાખ રૂપિયાની સપાટી વટાવી તો સોનામાં ઉતાર-ચઢાવ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦ઃ ચાંદીના ભાવોએ ઈતિહાસ સર્જ્યો છે, અને રૂા. ર૭૦૦ ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર છે, અને પ્રતિકિલો રૂા. ર લાખ ભણી કૂચ કરી રહ્યો છે.

વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં સોના-ચાંદીના ભાવો (ગોલ્ડ-સિલ્વરના ભાવો) માં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર કારોબાર શરૂ થતાની સાથે જ ચાંદીનો ભાવ નવો શિખર સર કરીને લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. બુધવારે એમસીએક્સ પર કારોબારની શરૂઆતમાં ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ રૂા. ૧,૮૮,૦૬૪ પ્રતિ કિલોગ્રામની તુલનામાં વધીને રૂા. ૧.૮૮.૯પ૯ પર ખૂલ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તે રૂા. ર,૭૩પ ના વધારા સાથે રૂા. ૧,૯૦,૭૯૯ ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો.

આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે રૂા. ર લાખના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે. માત્ર આ સપ્તાહના બે કારોબારી દિવસોમાં જ ચાંદીના ભાવમાં લગભગ રૂા. ૧૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.

સોનાના ભાવમાં ૫ણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, અને સોનું સપાટીથી ઘણું સસ્તુ મળી રહ્યું છે. બુધવારે પ-ફેબ્રુઆરીની એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ રૂા. ૧,૩૦,પ૦ર પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો હતો. જો કે, તેની ઊંચી સપાટી રૂા. ૧,૩૪,૦ર૪ હતી. જેનાથી સોનું હજી પણ ૩,પરર પ્રતિ ૧૦ ગ્રામ સસ્તું છે.

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) ની વેબસાઈટ પર ધરેલું બજારમાં ચાંદીનો ભાવ મંગળવારની સાંજે રૂા. ૧,૭૮,૮૯૩ પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે ર૪ કેરેટ સોનાનો ભાવ આ સપ્તાહે નરમ પડ્યો છે અને મંગળવારની સાંજે તે ઘટીને રૂા. ૧,ર૭,૯૭૪  પ્રતિ ૧૦ ગ્રામ પર આવ્યો છે. જે શુક્રવારના બંધ ભાવ કરતા રૂા. ૬૧૮ ઓછો છે.

એક અહેવાલ મુજબ ચાંદીનો ભાવ જલદી જ રૂા. ર લાખ પ્રતિ કિલોગ્રામનો આંકડો પાર કરી શકે છે. કન્સલ્ટન્ટસી ફર્મે આ ઝડપી વૃદ્ધિ પાછળ નબળા અમેરિકી મેક્રો ઈકોનોમિક ડેટા, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ અને વૈશ્વિક ભંડારમાં ઘટાડાને મુખ્ય કારણો ગણાવ્યા છે.

નિષ્ણાતોના મતે ચાંદીના ભાવ વધવા પાછળ વૈશ્વિક બજારમાં ચાંદીની વધતી માંગ, ડોલરની નબળાઈ અને વ્યાજ દરોમાં કાપની અપેક્ષા મુખ્ય છે. સૌથી મોટું કારણ એ છે કે, ર૦ર૦ થી ચાંદીની વૈશ્વિક માંગ તેના પુરવઠા કરતા સતત વધારે છે. વોશિંગ્ટન સ્થિત સિલ્વર ઈન્સ્ટિટયુટ અનુસાર મોટાભાગનું ચાંદીનું ઉત્પાદન સોના, સીસું અથવા ઝીંકના ખનન દરમિયાન બાયપ્રોડક્ટ તરીકે થાય છે, તેથી જ્યાં સુધી આ ધાતુઓનું ઉત્પાદન નહીં વધે ત્યાં સુધી ચાંદીનો પુરવઠો મર્યાદિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh