Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા ડેવલપમેન્ટ ઓથોરિટી (ડુડા) માં નજીકના ૭ ગામનો સમાવેશઃ સાર્વત્રિક આવકાર

મંત્રીમંડળની પુનઃરચના સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકારે વૈશ્વિક યાત્રાધામને આપી દિવાળીની સોનેરી ભેટઃ ક્ષેત્રિય વિકાસ બનશે વેગીલો...

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૮: નવા મંત્રીમંડળની રચના સાથે જ મુખ્યમંત્રીએ સોનેરી ભેટ આપતા દ્વારકાના વસઈ, ભીમરાણા, મેવાસા ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુરનો ડુડામાં સમાવેશ કરવાની જોગવાઈ છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારે શ્રી કૃષ્ણભૂમિના આધુનિક-પૌરાણિક અને પ્રાચીનતાને ધ્યાનમાં રાખીને પાયાની સુવિધાઓ સહવિકાસની યોજનાનું અમલીકરણ ચાલી રહ્યું છે, ત્યારે નવા વર્ષની દિવાળીને ભેટ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવા રાજ્યમંડળની પુનઃરચના સાથે જ ગઈકાલે દ્વારકા ક્ષેત્રના ૭ ગામોને દ્વારકા ડેવલપમેન્ટ ઓથોરિટી (ડુડા) માં સમાવેશ કરવાની જાહેરાત કરતું જાહેરનામું ગઈકાલે રાજ્ય સરકારના જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તની સહીથી બહાર પાડ્યું છે, જે દ્વારકા ક્ષેત્રના વિકાસ માટે ખાસ કરીને પ્રવાસન અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે ખૂબ જ આનંદના સમાચાર છે.

દ્વારકાના પ્રવાસન ક્ષેત્રના વિકાસને કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે દોઢથી બે વર્ષ અગાઉ દ્વારકા સર્વાંગી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરીને ઓખા તથા દ્વારકાની બન્ને નગરપાલિકાઓનો વિસ્તાર તથા શિવરાજપુર, વરવાળાનો સમાવેશ કરીને વિકાસ કાર્યની કામગીરી નવા ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની શરૂ કરી દીધી છે, જેમાં બેટદ્વારકાનો પણ સમાવેશ થાય છે, પરંતુ છેલ્લી ભૌગોલિક વર્તમાન પરિસ્થિતિને જોઈને રાજ્ય સરકારે દ્વારકાને હવાઈ માર્ગો જોડવાની સર્વ કામગીરી પૂર્ણ કરીને વસઈ તથા ટોબર, મેવાસાના ગામોમાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેને લઈને ઉપરોક્ત ત્રણ ગામોને સાંકળીને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે, જ્યારે નવા અન્ય ત્રણ ગામો મકનપુર, મોજપ અને ભીમરાણા ગામોનો પણ સમાવેશ કર્યો છે, જે શિવરાજપુર બીચની સીમા પર આવે છે, જ્યારે ભીમરાણામાં ઓઈલ કંપની ઓન.એન. જી.સી. કાું.નો ઓઈલ પ્લાન પણ ચાલી રહ્યો છે. આમ દ્વારકા ક્ષેત્રના વિકાસ માટે ગઈકાલની રાજ્ય સરકારની જાહેરાતથી ઓખામંડળના ઈતિહાસની વિકાસ તરફની દિશાને વધુ વેગ મળશે. ટૂંકમાં કહીએ તો ઓખામંડળનો મોટાભાગનો જમીન વિસ્તારને હવે દ્વારકા ડેવલપમેન્ટ ઓથોરિટીનું સુરક્ષા કવચ મળશે જેનાથી સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયા વિકાસના ઠલવાશે અને તેથી હવે રોડ-રસ્તા તથા લાઈટ, પાણી, ડ્રેનેજથી લઈને માળખાકીય સેવાઓના કાર્યો એક જ છત્ર હેઠળ થશે, અને વિકાસની ગતિ તેજ બનશે, જ્યારે મીઠાપુર ગામના સમાવેશથી વર્ષોથી કાર્યકરત ટાટા કેમિકલ્સના સ્થાનને પણ વિકાસશીલ ઉપયોગીતા સાથે સમાવેશ થયો છે.

અત્રે એ પણ નોંધનિય છે કે નવા ઉમેરાયેલા ગ્રામ્ય પૈકીના વસઈ ગામમાં તો હજારો વર્ષ પૂરાણા જૈન મંદિરોની પ્રાચીન શિલ્પ કલાઓ સાથેના શિખરબંધ મંદિરો આવેલા છે અને આ સ્થળ હાલમાં પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગ હસ્તકની છે અને તેની વ્યવસ્થા અને જાળવણી ઉપરોક્ત વિભાગ કરી રહ્યું છે, જ્યારે દ્વારકા-મીઠાપુર હાઈવે માર્ગ ઉપર આવેલ ભીમરાણા ગામે પણ ગઠવી સમાજના દેવી મોગલ માતાજીનું અતિ પુરાતન સ્થાન આવેલ છે જે માતાજીનું જન્મ સ્થળ પણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh