Advertisement
Author: નોબત સમાચાર

જોડીયા તથા લાલપુર તાલુકાના લાભાર્થી ખેડૂતોને રૂ. ૨૧ લાખથી વધુની સહાયઃ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન

કૃષિ વિકાસ દિન અને રવિકૃષિ મહોત્સવની ભવ્ય ઉજવણીઃ

 

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના જોડીયા અને લાલપુરમાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા કક્ષાના કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. જોડીયા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનિયારાના અધ્યક્ષસ્થાને જોડીયા એ.પી.એમ.સી.માં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડો.આશાબેન દેત્રોજા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો અજયસિંહ જાડેજા અને સુરેશભાઈ ગાંગાણીએ પોતાના સફળ પ્રાકૃતિક કૃષિના અનુભવો વર્ણવીને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા કહ્યું હતું, તેમજ ખેડૂત આગેવાન જેઠાભાઈ અઘેરાએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્ત્ે ખેતીવાડી અને બાગાયત વિભાગની ટ્રેકટર, પાવર ટિલર, તાર/ફેન્સિંગ, પમ્પ સેટ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧૧,૦૭,૪૩૯/- ના સહાય ચૂકવણા હૂકમો તેમજ બેસ્ટ ફાર્મર્સ 'આત્મા' એવોર્ડસનું વિતરણ કરાયું હતું.

લાલપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા અને ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટી ના કૃષિ વૈજ્ઞાનિક ડો. એન.એસ.ગલાણી દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, પાકોનું મૂલ્યવર્ધન અને ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ રૂપાપરા દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવીને ખેડૂતોને આ દિશામાં વળવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંંગે ખેતીવાડી વિભાગની યોજનાના પેમેન્ટ હુકમો અને એ.જી.આર.૫૦ યોજના અંતર્ગત ટ્રેકટર ઘટક સહિત કુલ રૂ. ૯,૯૭,૯૧૮/- ના ચૂકવણા હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ મેળાના ભાગરૂપે કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રદર્શન સ્ટોલ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં આધુનિક ખેતીની ટેકનોલોજી અને સરકારી યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં આ બંને કાર્યક્રમો થકી કુલ રૂપિયા ૨૧,૦૫,૩૫૭/-ની સહાય ખુડૂતોને ચૂકવવામાં આવી હતી.

જોડીયામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ચંદ્રીકાબેન અઘેરા, જિલ્લા પંચાયતના સદસ્ય ધરમશીભાઈ ચનિયારા, મામલતદાર જે.એન.મહેતા અને તાલુકા વિકાસ અધિકારી બી.આર. સોજીત્રા તથા લાલપુર ના એ.પી.એમ.સી. ચેરમેન કાનાભાઈ આંબલીયા, પ્રાંત અધિકારી અસવાર, મદદનીશ ખેતી નિયામક જે.જી. પટેલ અને બાગાયત અધિકારી વી.એસ.નકુમ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh