Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ શહેર કોંગ્રેસ અને તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર
ભાણવડ તા. ૧૮: ખેડૂતોની આવક બમણી કરવાનાં નારા વચ્ચે ભાણવડ પંથકનાં કીસાનો અને શહેર કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. તેમજ મુખ્યમંત્રીને ઉદ્ેશીને સ્થાનિક મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે ખેડૂત દીઠ ત્રણસો મણની ખરીદી કરવી તેમજ રાસાયણીક ખાતરની કહેવાતી કૃત્રિમ અછત દૂર કરવાની ભારપૂર્વક માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્તમાન સરકાર દ્વારા કિસાનોને અન્યાય કરાઈ રહ્યો છે. ખાસ કરી ટેકાનાં ભાવમાં જે મગફળી ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે, એ મુદ્ે કિસાનોમાં ભારે અણબહાર રહ્યા કરે છે, આ બાબતમાં સરકારે ફેર વિચારણા કરી ખેડૂત દીઠ ત્રણસો મણ મગફળી ખરીદી કરવી જોઈએ એવી ભારપૂર્વક માંગણી ઉઠાવી છે.
ઉપરાંત હાલમાં રાસાયણીક ખાતરની પણ ભાણવડ પંથકમાં કૃત્રિમ અછત રહે છે, કીસાનો અત્યારે શિયાળુ પાકની મોસમ લઈ રહ્યાં છે, આવા સમયે રાસાયણીક ખાતરની કિસાનોને ખૂબ જ જરૂર પડે છે, પરંતુ બજારમાં ખાતર મળતું નથી, જેથી કીસાનોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આવેદન પત્રમાં કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાંક કિસાનોને ખાતરની સાથે અન્ય સાધન સામગ્રી ધરાર ધાબડવામાં આવે છે.
આ તકે આગેવાનો પાલભાઈ આંબલીયા, મુકેશ વાવણોરિયા, રણધીરસિંહ જાડેજા, મુરાદ કોટડીયા, અસ્માબેન શાહમદાર, એડવોકેટ ગિરધર વાઘેલા, ભરત વાઘેલા, વાહીદ ગીરાચ, અનવર કોટડીયા, કારાભાઈ ચાવડા, સહીત હાજર હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial