Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સરોવર હતું, જેના કિનારે એક મોટું ઝાડ હતું. આ ઝાડ પર બે હંસ રહેતા હતા, અને સરોવરમાં કંબુગ્રિવ નામનો એક કાચબો રહેતો હતો.
હંસ અને કાચબો ત્રણેય સારા મિત્રો હતા.
એક વર્ષે, તે વિસ્તારમાં ઓછો વરસાદ થયો. ધીમે ધીમે સરોવરનું પાણી સૂકાવવા લાગ્યું. આ જોઈને હંસો ચિંતિત થયા અને કાચબાને કહૃાું: *મિત્ર, હવે આ સરોવર સૂકાઈ જશે. આપણે બીજા કોઈ મોટા સરોવર કે તળાવમાં જવું પડશે.*
કાચબાને પણ ચિંતા થઈ. તેણે હંસોને વિનંતી કરીઃ *તમે મારા જીવતા રહેવાનો કોઈ ઉપાય શોધો. હું તમારા વગર જીવી નહીં શકું.*
બંને હંસોએ ઘણીવાર વિચાર્યું. અંતે એક હંસે ઉપાય બતાવ્યોઃ *જો તું વચન આપે કે રસ્તામાં તું એક શબ્દ પણ નહીં બોલે, તો અમે તને અમારી સાથે લઈ જઈ શકીએ.*
કાચબાએ તરત જ વચન આપ્યું: *હું ચૂપ રહીશ, તમે જેમ કહેશો તેમ કરીશ.*
હંસોએ એક લાકડી લાવી, અને કાચબાને કહૃાું કે તે લાકડીને પોતાના મોઢામાં બરાબર વચ્ચેથી પકડી લે. પછી હંસોએ લાકડીના બંને છેડા પોતાની ચાંચમાં પકડી લીધા.
આ રીતે, ત્રણેય મિત્રોએ નવા સરોવર તરફ ઉડવાનું શરૂ કર્યું.
તેઓ ઉડી રહૃાા હતા ત્યારે નીચે એક ગામ આવ્યું. ગામના લોકોએ જ્યારે બે હંસોને ચાંચમાં લાકડી પકડીને, વચ્ચે લટકતા કાચબાને લઈ જતા જોયો, ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને મોટેથી બૂમો પાડવા લાગ્યાઃ
*જુઓ, જુઓ! આ કેવો વિચિત્ર નજારો છે! હંસો કાચબાને લઈને જઈ રહૃાા છે!*
લોકોનો ઘોંઘાટ સાંભળીને કાચબાને ખૂબ ગુસ્સો આવ્યો. ભલે તેણે વચન આપ્યું હતું, પણ તે સ્વભાવે ખૂબ જ લપલપિયો હતો, તેનાથી ચૂપ ન રહેવાયું.
તેને લાગ્યું કે લોકો તેની મજાક ઉડાવી રહૃાા છે. તેણે તરત જ મોઢું ખોલીને લોકોને જવાબ આપવા માટે કહૃાું:
*તમે બધા...!*
જેવો કાચબાએ બોલવા માટે મોઢું ખોલ્યું, કે તરત જ તેના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને તે ધડામ કરતો જમીન પર પડ્યો.
દુર્ભાગ્યે, કાચબાનું મૃત્યુ થયું કારણ કે તે તેના લપલપિયા સ્વભાવને કારણે મિત્રોને આપેલું વચન પાળી શક્યો નહીં.
બોધપાઠઃ વધારે પડતું બોલવું અથવા લપલપું રહેવું મુશ્કેલીમાં મૂકી શકે છે, જ્યારે ચૂપ રહેવાની જરૂર હોય ત્યારે મૌન રહેવું બુદ્ધિમત્તા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial