Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જામનગર ઝાલા-રાણા પરિવાર દ્વારા નવનિર્મિત શકિત માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

જામનગરમાં શ્રી હરશકિત ચેરી. ટ્રસ્ટ તથા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧:  જામનગરમાં શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા જામનગરના રામેશ્વર નગર પાછળ નંદન પાર્ક -૨ માં શક્તિ માતાજી ના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે.

શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવાર તા. ૧-૧૧-૨૦૨૫ના યોજાયો છે. જે અંતર્ગત સવારે ૮.૦૦ કલાકે ગોકુલધામ સોસાયટી શ્રી નરેન્દ્ર સિંહ મનુભા ઝાલા ના નિવાસ્થાનેથી પ્રસ્થાન કરી નંદન પાર્ક -૨ રામેશ્વર નગર પાછળ શક્તિ માતાજીના મંદિર સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત તા. ૩-૧૧-૨૦૨૫ના યજ્ઞની પૂર્ણાહુતિ થશે, ત્યારે સાંજે ૫.૩૦ કલાકે મહાપ્રસાદ તથા પધારેલા સર્વે સાધુ સંતો અને મહાનુભાવોના આશીર્વાદનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

 હાલારની પવિત્ર ભૂમિ ઉપર સમસ્ત ઝાલા-રાણા પરિવાર જામનગર દ્વારા શક્તિ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરી ને હાલારની ભૂમિની પવિત્રતામાં વધારો કરવાનું આ ધાર્મિક કાર્ય કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh