Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક હિસ્સેદારે પોતાનો હિસ્સો અલગ કરવા માંગી દાદઃ
જામનગર તા. ૧: દ્વારકામાં આવેલી એક જમીન ત્રણ વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યા પછી તેના ચાર ભાગીદારમાંથી એક ભાગીદારે પોતાનો હિસ્સો અલગ કરી આપવામાં આવતો નથી અને તેની સંમતી વગર ખેતીની જમીન બિનખેતી કરાવી બાંધકામ શરૂ કરાયું છે તેમ જણાવી દાવો નોંધાવતા અદાલતે અરજન્ટ સ્વરૂપે કામચલાઉ વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે.
દ્વારકામાં આવેલા રે.સ.નં.૧૧૭૬/૧માં પિયતવાળી ખેતીની જમીન મણીબેન સવજીભાઈ વેગડ વગેરેના નામે હતી તેની પાસેથી ચેતનભાઈ માલદેભાઈ ગોહેલ તથા અન્ય વ્યક્તિઓએ વર્ષ ૨૦૨૨માં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદી હતી.
આ જમીનનો દસ્તાવેજ થયા પછી ચેતનભાઈ અને પ્રતિવાદીઓનો મળી ચારેયનો સરખો હિસ્સો દર્શાવેલો છે તેમાં આ જમીન અવિભાજય રાખવામાં આવી છે. તે દરમિયાન પ્રતિવાદીઓએ ચેતનભાઈની સંમતી વગર જ જમીનને બિનખેતીમાં તબદિલ કરી તેમાં બાંધકામ શરૂ કરી દીધુ હતું તેવી જાણકારી મળતા ચેતનભાઈએ પોતાનો હક્ક ડૂબાડવાનો પ્રયત્ન થતો હોવાની રજૂઆત કરી હતી તે પછી પ્રતિવાદીઓ હક્ક, હિસ્સો અલગ કરી આપતા ન હોવાથી ચેતનભાઈએ દ્વારકાની અદાલતમાં કાયમી મનાઈ હુકમ મેળવવા અને પાર્ટીશનનો દાવો કર્યાે હતો.
આ દાવાની પ્રથમ મુદતમાં જ અદાલતે વાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, સતિષ નકુમ, સન્નીરાજસિંહ જાડેજા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial