Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખબારી અહેવાલોનો પડઘોઃ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા પાલિકામાં ભાડાપટ્ટાની કરોડોની જમીનોને મામુલી માસિક પાંચ રૂપિયા ભાડાથી આપવાનો ઠરાવ કર્યા પછી રહસ્યમય રીતે આ ઠરાવની પુનઃ વિચારણા કરવાના નામે બે સદસ્યો દ્વારા દરખાસ્ત અને ટેકો કરીને પાંચ રૂપિયાના બદલે મામુલી ભાડા ર૦રપ-ર૬ ના વર્ષમાં લેવાનું ચાલુ રાખવાનું નક્કી થતા પાલિકાને લાખોનું આર્થિક નુક્સાનના અખબારી અહેવાલોના પગલે તંત્રને પેટમાં દુઃખવાનું ચાલુ થવા સાથે કેટલાક જાગૃત નાગરિકો આગેવાનો દ્વારા આ મુદ્દો છેક મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરતા ભારે ચર્ચા જાગી છે, તો આગામી સમયમાં પાલિકાની ચૂંટણી આવનાર છે, ત્યારે હાલ ભાજપનું શાસન હોય, વિપક્ષ કોંગ્રેસ તથા આમ પાર્ટી પણ આ મુદ્દામાં ઝુંકાવીને રાજકીય નેતા, વિપક્ષો દ્વારા આર.ટી.આઈ. કરીને ભાડાપટ્ટાની વિગતો માગતા સત્તાધારી જુથ મુશ્કેલીમાં મૂકાયું છે, તો ભજપના નેતાઓ દ્વારા સામાન્યસભા પહેલા સંકલનની મિટિંગ કરી તમામ મુદ્દામાં બધા સહમત હોય તો જ ઠરાવ લેવાય છે. જેથી પાંચ જ મિનિટમાં ૪૦-પ૦ ઠરાવની સામાન્ય સભા વગર ચર્ચાએ પૂરી થઈ જાય. આ બેઠકમાં પાંચ રૂપિયા નક્કી થયા તો પછી કોના પેટમાં દુઃખતા પાંચ રૂપિયા રદ્ થયા તે મુદ્દો ચર્ચાપાત્ર થવા સાથે આગામી ચુંટણીમાં વિપક્ષને મોટો મુદ્દો મળી ગયો છે.
જે તે આસામી વર્ષોથી કંઈ ભાડું ભર્યા વગર જ વાપરે છે અને દર વર્ષે ભાડાપટ્ટો પણ રીન્યુ થઈ જાય છે. વગર પૈસા ભર્યે. આખા રાજ્યમાં આવું ઉદાહરણ ખંભાળિયા નગરપાલિકા સિવાય ક્યાંય નહીં હોય.
ખંભાળિયા પાલિકાના નોંધાયેલ દસ્તાવેજો મુજબ ભાવગર અમૃતગર દુકાન નં. ૭૬, રણછોડ પોપટલાલ દુકાન નં. ૭૭, રણછોડ પોપટલાલ દુકાન નં. ૭૮, ફકીર રજાક અલી દુકાન નં. ૭ર, શમા ઈસ્માઈલ દુકાન નં. ૯ર, શાહ રવજી રતનશી ઠાકરશી કાકુભાઈ દુકાન નં. ૧૧ર, વીરજી વાલજી, કાનજી પોપટ, નાનજી માધવજી સહિત ૮૦ ઉપરાંતના આસામીઓ એવા છે કે જે પાલિકાના ભાડાપટ્ટા ધારકો છે. પાલિકાએ તેમને હક્ક આપેલો છે, પણ પૈસા કંઈ ભરવાના નથી. છે ને અજબ વાત.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial