Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્રણ ટી.પી. સ્કીમને આજની સામાન્ય સભમાં મંજુરી આપવામાં આવી હતી, જો કે વિપક્ષ દ્વારા આ ટી.પી. સ્કીમના એજન્ડામાં વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા અજો મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, કોર્પોરેટરો, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સૌ પ્રથમ પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજાનું નિધન થયું હોવાથી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી તેમજ મેયરે નગરજનો, અધિકારીઓ, કોર્પોરેટરોને દિવાળી-નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ ૧ થી ૯ પ્લોટમાં ટ્રી પલાન્ટેશન કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી, જેમાં વિપક્ષી કોર્પોરેટર જેનબબેન ખફીએ આ કામમાં હેતુફેર થાય નહીં તેની તકેદારી રાખવા સૂચન કર્યું હતું.
અધિકારી-કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. તેમાં વિપક્ષના આનંદ રાઠોડ, જેનબબેન ખફીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, ૧૦ કર્મચારીઅ કોર્ટમાં ગયા હતાં તેમાં સમાધાન થયું હતું તે કર્મચારીને પણ આ યોજનાનો લાભ આપવો જોઈએ.
સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્ત પણ મંજુર રાખવામાં આવી હતી. આ મુદ્દે વિપક્ષના અસ્લમ ખીલજીએ જણાવ્યું હતું કે, એક જ અધિકારી પાસે ૩ થી ૪ હોદનો ચાર્જ છે. જેની કામ ઉપર વિપરીત અસર થાય છે. આથી એક અધિકારીનેએક હોદ્દાનો ચાર્જ આપવો જોઈએ.
ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ડેઝીગ્નેટેડ ઓફિસરની જગ્યા ઊભી કરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી, જેમાં વિપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે, પ થી ૬ વર્ષ સુધી યોજના મોડી થાય છે. ચાર વર્ષ સુધી માત્ર પત્રવ્યવહાર કરવામાં આવે છે. શા માટે? બિલ્ડરના લાભાર્થે? લોકોને ફાયદો મળે તે મુખ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
તો અલ્તાફ ખફીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતુંકે, સાત નંબરની ટીપી ચાર વખત સામાનયસભામાં રજૂ થઈ હતી. ૧૦ નંબરની ટીમી સ્કિમ જે વોર્ડ નંબર ૧ર મા છે જેને સરકારમાંથી મંજુરી મળતી નથી. આથી વોર્ડ નંબર ૧ર નો વિકાસ અટકી પડ્યો છે. અમારા વિસ્તારમાં બાંધકામની પણ મંજુરી મળતી નથી. સાત નંબરની ટીપી રદ્ થઈ છે. ૧૦ નંબરની ટીપી પેન્ડીંગ પડી છે.
બાંધકામવાળી જમીનમાંથી રોડ કાઢવામાં આવે છે. કોઈના ઈશારે કપાત બંધ રાખી છે. જેનો અમલ કરો તો ટ્રાફિક સમસ્યા હલ થશે. તેમ અલ્તાફ ખફીએ ઉમેર્યું હતું. તેમણે નિર્માણાધિન ફ્લાયઓવર બ્રિજનો પ્રશ્ન પણ ઊઠાવ્યો હતો. તો અસ્લમ ખીલજીએ પ્રશ્ન ઊઠાવ્યો હતો કે ૩૮ માંથી આપણે હકીકતે કેટલી ટીપીનો લાભ મળ્યો છે? તેના જવાબમાં જણાવ્યું હતુંકે, આઠ મંજુર થઈ ચૂકી છે, અને ૧ર ને ટૂંક સમયમાં મંજુરી મળી જશે. જરૂર નથી ત્યાં કામ થાય છે, અને જ્યાં ખરેખર જરૂરી છે ત્યાં કામ થતું નથી. જેનબબેન ખફીએ પણ જણાવ્યું હતું કે, ટીપી વિકાસ માટે જરૂરી છે, પરંતુ ક્યાંક બિલ્ડરને ફાયદા માટે કામ થાય છે. ટીપી/ડીપી આવકાર્ય, પરંતુ નિયમ મુજબ થાય તે જરૂરી છે.
આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી દરખાસ્તો રજૂ થઈ હતી. પી.એમઈ. બસ માટે ડેમો, સંચાલન વિગેરે માટે પોલિસી નક્કી કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, જેને મંજુરી અપાઈ હતી. તેના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૯ બસની ફાળવણી થશે તેના સંચાલન માટે પોલિસી/કમિટી બનાવવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial