Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન અને સાયક્લોથોન ઈવેન્ટનું આયોજન

'ફીટ ઈન્ડિયા અને સ્વદેશી અપનાવો'ના સંદેશ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્વદેશી અપનાવોના સંદેશ સાથે તા. ૧૩/૧ર અને તા. ૧૪/૧ર ના બે દિવસ મેરેથોન તથા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બન્ને હેતુલક્ષી ઈવેન્ટ અંગે વિસ્તૃત વિગતો આપવા યોજાયલી પત્રકાર પરિષદમાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડીએમસી ઝાલા, એએમસી વરણવાએ જણાવ્યું હતું કે આ બન્ને ઈવેન્ટમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી જામનગરની જનતાએ ખૂબ જ ઉત્સાહભર્યો પ્રતિભાવ આપ્યો છે.

તા. ૧૩-૧ર-ર૦રપ મેરેથોન

તા. ૧૩/૧ર ના ૧પ વર્ષથી વધુ વયના લોકો માટે ૬ કિ.મી.ની મેરેથોન સ્પર્ધા યોજાશેે. જે ફીનીશ કરવા માટેનો સમય દોઢ કલાક રાખેલ છે. આ મેરેથોનમાં નોંધણી કરાવનારે સવારે પ-૩૦ વાગ્યે ઓશવાળ ઈંગ્લીશ એકેડેમી, ઈન્દિરા માર્ગ, ફાયર સ્ટેશન પાસે રિપોર્ટીંગ કરાવી લેવાનું રહેશે.

સવારે ૬-૩૦ વાગ્યે વ્યવસ્થા મુજબ અલગ અલગ જગ્યમાં સ્પર્ધકોને પ્રસ્થાન કરાવવામાં આવશે, જેનો રૂટ નવો ફ્લાય ઓવર બ્રિજ, ગુરુદ્વારા જંક્શન, નાગનાથ જંકશન થઈને યુ-ટર્ન લઈ પછી ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીના સ્થળે પૂર્ણ થશે.

તા. ૧૪-૧ર-રપ સાયક્લોથોન

તા. ૧૪-૧ર-ર૦રપ ના ૧૦ કિ.મી. અને ૧પ કિ.મી. એમ બે કેટેગરીમાં સાયક્લોથોન યોજાશે. ૧પ વર્ષથી વધુ વયના લોકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે સાયકલ સાથે લાવવાની રહેશે. તેમાં પણ સવારે પ-૩૦ વાગ્યે રિપોર્ટીંગ અને સવારે ૬-૩૦ વાગ્યે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ જથ્થાને પ્રસ્થાન કરાવવામાં આવશે. ૧૦ કિ.મી. માટે ફીનીશીંગ ટાઈમ એક કલાક, જ્યારે રપ કિ.મી. માટે દોઢ કલાકનો ટાઈમ નિર્ધારીત કરાયો છે.

સ્પર્ધાનો આરંભ પોલીસ હેડક્વાર્ટરથી થશે, જેનો રૂટ ૧૦ કિ.મી. માટે શરૂસેક્શન રોડ, ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, હાલાર સોલ્ટ વર્કસથી યુ-ટર્ન લઈને પરત આવશે, જ્યારે રપ કિ.મી. માટે ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજથી આગળ જઈ રોઝી પોર્ટથી યુ-ટર્ન લેવાનો અને પોલીસ હેડક્વાર્ટરમાં પૂર્ણ થશે.

બન્ને ઈવેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારને યુનિક નંબર આપવામાં આવ્યો છે તે મુજબ ચેસ્ટ નંબર મળશે. બન્ને ઈવેન્ટમાં પ્રથમ ૭૦૦ નોંધણી કરાવનારને ટી-શર્ટ આપવામાં આવશે. મેરેથોન માટે તા. ૧ર/૧ર ના સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી અને સાયક્લોથોનના પ્રથમ ૭૦૦ નોંધણી કરાવનારને તા. ૧૩/૧ર ના સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી તળાવની પાળે ગેઈટ નં. ૧ પાસે ઊભા કરાયેલા કાઉન્ટરમાંથી મેળવી લેવાના રહેશે.

આ બન્ને ઈવેન્ટમાં મેરેથોનમાં ફીનીશ કરનારા તમામના ટોકનનો ડ્રો કરી ૧૦ વ્યક્તિને સાયકલ તથા સાયક્લોથોનમાં બન્ને કેટેગરીમાં તે જ રીતે ડ્રો કરીને ૧૦-૧૦ સાયકલ ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ ઈનામ વિતરણ જે તે ઈવેન્ટ પૂર્ણ થયા પછી આપવામાં આવશે. તા. ૧૩/૧ર ના ઈવેન્ટ પ્રસંગે તથા ઈનામ વિતરણ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે.

આ બન્ને ઈવેન્ટ દરમિયાન મેડિકલ ટીમ, બ્રેકડાઉન થાય તો તે માટેની સહાય ટીમ, સફાઈ વિભાગ, ફાયર વિભાગ વિગેરે ખડેપગે રહેશે. સ્પર્ધકો માટે પાણી, એનર્જી ડ્રીંક સહિતની સુવિધા રાખવામાં આવી છે.

આ ઈવેન્ટ માટે વિવિધ સંસ્થાઓના સૂચનો સહિતનો સહકાર મળ્યો છે. તેમજ ખાનગી ક્ષેત્રો સહિતની પાર્ટીઓ દ્વારા ટી-શર્ટ, સાયકલ માટે સહયોગ મળ્યો છે.

બન્ને ઈવેન્ટમાં ભાગ લેવા માટે હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. અત્યાર સુધીમાં મેરેથોન માટે ૧૭૦૦ જેટલા, ૧૦ કિ.મી. સાયકલોથોન માટે ૧૪૦૦ અને રપ કિ.મી. સાયકલોથોન માટે ૬૦૦ જેટલા સ્પર્ધકોના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh