Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મુખ્ય વિસ્તારોમાં ફોટોગ્રાફ્સ તથા વીડિયો પ્રદર્શિત કરાયા
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓને નગરજનો સમક્ષ 'હીરો' તરીકે સન્માનિત કર્યા હતા. રણમલ તળાવ પર ફોટોગ્રાફ સાથેની સ્ટેન્ડીઝ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં વીડિયો ડિસ્પ્લે પર બીએલઓને પ્રદર્શિત કરી કામગીરીને અનોખી રીતે બિરદાવાઈ હતી. તમામ બીએલઓએ પણ આ પ્રકારના વિશેષ બહુમાન બદલ કલેકટર તથા જિલ્લા ચૂંટણી તંત્રનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો છે.
જામનગર જિલ્લામાં સઘન મત સુધારણા કાર્યક્રમ અન્વયે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદાર સુધારણાની કામગીરી ઝડપભેર અને સુવ્યવસ્થિત ચાલી રહી છે ત્યારે આ બીએલઓનું કલેકટર કેતન ઠક્કરે એક નવતર અને પ્રેરક અભિગમ અપનાવ્યો છે. કલેકટરે જિલ્લાની તમામ પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિસ્તાર દીઠ બે મળી કુલ ૧૧ બીએલઓ તથા ૫ બીએલઓ સુપરવાઈઝર્સને કલેકટર કચેરીમાં રૂબરૂ બોલાવી તેઓની કર્મનિષ્ઠાને બિરદાવી સન્માનિત કર્યા હતા.
કલેકટરે આ તકે બીએલઓ પાસેથી કામગીરીના અભિપ્રાયો પણ જાણ્યા હતા, સાથે જ કામગીરી દરમ્યાન આવતા પડકારો અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી અને કઈ રીતે તેઓએ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી એ અંગેની વિગતો પણ જાણી હતી. એટલું જ નહીં, આ તમામ બીએલઓની કામગીરી નગરજનો સુધી પહોંચે તે માટે કલેકટરે એક અનોખો માનવીય અભિગમ દાખવી શહેરના વિખ્યાત રણમલ તળાવ પર તમામના ફોટોગ્રાફસ સાથેની પોસ્ટર સ્ટેન્ડીઝ મુકાવી હતી. સાથે જ શહેરના સાતરસ્તા સર્કલ, ડી.કે.વી. સર્કલ તથા બેડી ગેઈટ પર પણ તમામ બીએલઓને વીડિયો ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરીને તેઓને યથાયોગ્ય જાહેર સન્માન પૂરૃં પાડયું હતું.
શ્રેષ્ઠ કામગીરી કરનાર સુપરવાઈઝર તથા બીએલઓમાં ભીખાભાઈ પીઠીયા, રોહિત બાંભવા, ગુલામમદોયુદીન પઠાણ, સંજયકુમાર કામાણી, સુનિલ લોહીયા, જીતેન્દ્ર ચોવટીયા, ભાવિક પટેલ, કેતન ધોળકીયા, રમેશભાઈ બાબરીયા, મયુરભાઈ ખાણધર, સુપરવાઈઝર ભાવિક મેઘાણી, બાદી ગુલામમહ્યુદીન, રામચંદ્ર લાખાણી, સી.જે. સુરેજા, નિર્મળાબેન મહેતા, વારસકિયા અજયભાઈને સન્માનિત કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial