Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કસુવાવડ થઈ હોવાથી ગળાફાંસાનું પતિનું નિવેદનઃ
જામનગર તા. ૧૧: ધ્રોલના નાના વાગુદળ ગામમાં બે સપ્તાહ પૂર્વે એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીના પતિએ સંતાન થતાં ન હોવાથી અને બે વખત કસુવાવડ થઈ ગઈ હોવાથી પત્નીએ આત્મહત્યા કરી હોવાનું જાહેર કર્યું હતું. ત્યારપછી મૃતકના પિતાએ પોતાની પુત્રીને પતિ, સાસુ, સસરાએ ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના નાના વાગુદળ ગામમાં આવેલા વિજયસિંહ પ્રભાસંગ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા અશોકભાઈ કાનાભાઈ વાઘેલા નામના ભીલ યુવાનના પત્ની મધુબેન (ઉ.વ.ર૩)એ ગઈ તા.૨૨ની બપોરે તે ખેતરમાં આવેલી રહેણાંકની ઓરડીમાં પતરાના એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની પતિ અશોકભાઈએ પોલીસને જાણ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાને બે વખત કસુવાવડ થઈ ગઈ હતી. તેથી લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું છે. ત્યારપછી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાણી ગામમાં વસવાટ કરતા મગનભાઈ બચુભાઈ ડાભીએ ગઈકાલે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓની પુત્રી મધુબેનના લગ્ન અશોકભાઈ વાઘેલા સાથે થયા પછી પતિ તેમજ સસરા કાનાભાઈ હીરાભાઈ વાઘેલા, સાસુ મંજુબેન કાનાભાઈ વાઘેલા અવારનવાર ઝઘડા કરી ઘરકામ સહિતની બાબતે મેણાટોણા મારી મધુબેનને હેરાન કરતા હતા તેથી તેઓની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બીએનએસની કલમ ૧૦૮, ૮૫, ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial