Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી અધિકાર હેઠળ માહિતી માગીને કેસ 'ફાઈલ' કરી દેવાયો હતો!: કમિશનરને કરાઈ રજૂઆત
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્બેજ કલેક્શનના કામમાં ચાલતી કરોડોની ગરબડ અંગે માહિતી અધિકાર હેઠળ જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી હતી. તો મહાનગરપાલિકા તંત્રએ 'જાગૃત નાગરિક' ગણી કેસ ફાઈલ કરી નાખ્યો હતો.
વર્ષ ર૦ર૦ માં પાંચ વર્ષ માટે ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ પ્રતિમાસ રૂ. એક કરોડ બાવન લાખમાં આપવામાં આવ્યો હતો, જેની મુદ્ત પૂર્ણ થતા હંગામી ધોરણે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ માટે આ પાર્ટીને જ ફરીથી કોન્ટ્રાક્ટ પ્રતિમાસ એક કરોડ રૂપિયાના ભાવથી આપવામાં આવ્યો છે, તો પ્રશ્ન એ થાય છે કે, પહેલા આશરે દોઢ કરોડમાં અને તાજેતરમાં એક કરોડમાં એક જ સમાન કામનો કોન્ટ્રાક્ટ અપાયો તો આટલો તફાવત શા માટે?
આ અંગે નીતિન ગોકાણી દ્વારા માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવામાં આવી હતી, તો પ્રથમ અપીલ અધિકારીએ વિગતો આપવાના બદલે જાગૃત નાગરિક બિરૂદ આપીને કેસ ફાઈલ કરી દીધો હતો.
આથી અરજદારે કમિશનરને રજૂઆત કરી છે કે, સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીના નામ જાહેર કરવામાં આવે અને ત્રીજા પક્ષે અથવા કેગ પાસે ઓડિટ કરાવવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial