Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૧ર આસામીએ બેંક એકાઉન્ટ વાપરવા આપતા ફસાઈ ગયાઃ પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી

આ આસામીઓના એકાઉન્ટમાં રૂ.૨૮ લાખ ઉપરાંતના થયા છે ટ્રાન્ઝેક્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના કેટલાક આસામીઓ સાથે જુદી જુદી રીતે ઈન્ટરનેટના માધ્યમથી કરવામાં આવેલા ફ્રોડ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ફરિયાદો કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ ટીમે જે બેંક ખાતાઓમાં ફરિયાદીઓની રકમ જમા થઈ હતી તે બેંક ખાતાઓ વિશે પણ ટાણાવાણા મેળવવાનું શરૂ કર્યું હતું. જેના અંતે ગઈકાલે સિટી એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદી જુદી પાંચ ફરિયાદ નોંધાવાઈ છે. તેમાં ૧૨ શખ્સે રૂ.ર૮ લાખ ઉપરાંતના થયેલા ફ્રોડમાં પોતાના બેંક એકાઉન્ટ જે તે કૌભાંડીઓને વાપરવા માટે આપ્યા હોવાનું જણાવાયું છે.

આ અંગેની વધુ વિગત મુજબ જામનગરના એક આસામીએ પોતાની સાથે લાખો રૂપિયાનું ફ્રોડ થયાની જે તે વખતે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસમાં રણજીતસાગર રોડ પર આવેલી નવી હર્ષદ મીલની ચાલીની શેરી નં.રમાં રહેતા નિરજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તથા તેનું એકાઉન્ટ ખોલાવનાર ધાર્મિક સુનિલભાઈ શાહના નામ ઉપસી આવ્યા હતા. આ બંને શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમાદાર પી.ટી. જાડેજાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં જણાવાયા મુજબ આ શખ્સોએ રૂ.૧૦ લાખ ૪૯ હજારની રકમ બેંક એકાઉન્ટમાં જમા લીધા પછી કમીશન મેળવ્યું હતું.

આ જ રીતે હવાઈચોક નજીક ભાનુશાળી વાડમાં સુધરાઈના ડેલા પાસે રહેતા સરફરાજખાન મહોબતખાન પઠાણ નામના આસામી તથા સાહીદ અસલમ કુરેશી, સુલતાન અલુરા આરબ નામના શખ્સોએ પણ રૂ.૩,૬૭,૩૩૭ની રકમ ટ્રાન્સફર કરાવવા માટે મદદગારી કરી હતી. આ ત્રણેય સામે પણ જમાદાર પી.ટી. જાડેજાએ ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા ધવલ અશ્વિનભાઈ નીરીયા તથા માટેલ ચોકમાં રહેતા હર્ષિલ રમેશભાઈ મંુજપરા નામના બે આસામીએ પણ પોતાના બેંક એકાઉન્ટમાં રૂ.૩ લાખ ૬૦ હજારની રકમ જમા કરાવડાવી તેમાંથી કમીશન મેળવ્યું હતું. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાદાર સોયબ અબ્દુલહબીબે ખુદ ફરિયાદી બની બંને સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. તે જ રીતે નિર્મળનગરની શેરી નં.રમાં રહેતા દિલીપસિંહ દોલુભા વાળા તથા વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા અને કિશાન ચોક પાસે સુમરા ચાલીમાં રહેતા ઈમરાન ખફી નામના ત્રણ આસામીએ પોતાના બેંક એકાઉન્ટ આપી તેમાં રૂ.૩ લાખ ૮૦ હજાર જમા મેળવી કમીશન પ્રાપ્ત કર્યું હતું અને ગુલાબનગરમાં રહેતા પ્રશાંત દીપકભાઈ ચૌહાણ તથા ધુંવાવના ભાવેશ ગોપાલભાઈ પરમાર નામના બે શખ્સે પણ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા માટે આપી તેમાં રૂ.૬૬૦૦૦૦ની રકમ જમા મેળવી કમીશન લીધુ હતું. આ પાંચેય શખ્સ સામે સિટી બી ડિવિઝનના જમાદાર સોયબભાઈએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh