Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુઃ અનેક દબાણો હટાવાયાઃ કેટલાક સ્થળે સંઘર્ષ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ છે, અને અનેક દબાણો દૂર કરાયા છે. એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં શહેરમાંથી ૧૦ રેકડી, પ કેબીન, ૪૦ પથારા સહિત ચાર મોટા ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરાયો છે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરીને અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦ રેકડી, પાંચ કેબિન, ૪૦ પથારા સહિતના લગભગ ૪ જેટલા મોટા ટ્રેકટર ભરીને માલ સામાન જપ્ત કરી લેવાયો છે,
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર ભાવેશ જાનીના સીધા માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાની ટુકડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત દોડતી રહી છે, અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા અનેક દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન ટ્રાફિક જામની દૃષ્ટિએ જામનગર શહેરના શિરદર્દ સમાન એવા દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટ્રલબેન્ક સહિતના વિસ્તારો, ઉપરાંત રણજિત રોડ, જી.જી. હોસ્પિટલ રોડ, નવા ફલાયઓવર નીચેનો માર્ગ, દિગ્વિજય પ્લોટ, ઓશવાળ હોસ્પિટલ નો વિસ્તાર સહિતના અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી.
શહેરમાંથી છેલ્લા પાંચ દિવસના સમય ગાળા દરમિયાન ટ્રાફિકને અડચણ રૂપ હોય તે પ્રકારે દસ રેકડી, પાંચ કેબીનો, ૪૦ થી વધુ નાના-મોટા પથારા સહિતનો માલ સામાન જપ્ત કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવ્યો છે.
આ ઉપરાંત કેટલીક ચાની લારી- હોટલો સહિતના ધંધાર્થીઓ દ્વારા માર્ગ પર રખાયેલા સ્ટુલ, ટેબલ વગેરે કબજે કરી લેવાયા છે, જ્યારે કેટલાક કાપડના વિક્રેતાઓ કે જેઓ રોડ પર પૂતળા રાખીને દબાણ સર્જે છે, તેવા કેટલાક પૂતળા પણ કબજે કરી લેવાયા છે. મહાનગર પાલિકાની ટીમને આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કેટલાક સ્થળે ધંધાર્થીઓ સાથે સંઘર્ષ પણ કરવો પડે છે, પરંતુ કોઈ પણ પ્રકારની મચક આપ્યા વિના દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial