Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા-સલાયાની નિમણૂકો પ્રશ્નોના ઘેરામાં
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકાઓ માટેનું શહેરી વિકાસ તંત્ર જાણે ઊંઘતુ હોય અથવા રેઢીયાળ સ્થિતિમાં હોય તેમ વર્ષોથી ઓખા જેવી એક સમયની સૌથી મોટી ન.પા. માં ચીફ ઓફિસર કાયમી રહ્યા જ નથી !!
સૌથી મોટું રેઢીયાળ વહીવટનું ઉદાહરણ ખંભાળીયામાં છે !!
ખંભાળીયા પાલિકા એ ગ્રેડની છે જયારે પાલિકા ચીફ ઓફિસર સી ગ્રેડના છે, અને નવાઈની વાત એ છે કે ખંભાળીયા જ અગાઉ ફરજ બજાવેલા ચીફ ઓફિસર ચેતન ડુડીયા કે જેઓ દ્વારકા, વેરાવળ જેવી ન.પા.ઓમાં કામનો અનુભવ ધરાવે છે. ડી.એમ.ઓ. તરીકે પણ દ્વારકા જિલ્લામાં કામ કર્યું છે. ચેતન ડુડીયાને સી ગ્રેડની સલાયા ન.પા.માં મુકાયા છે !! છે ને રેઢીયાળ વહીવટનો નમૂનો !!
જો કે આ સંદર્ભમાં ખંભાળીયામાં રમૂજ તથા કટાક્ષમાં કહેવાય છે કે ખંભાળીયામાં ભાજપની પાલિકા છે, જ્યારે સલાયામાં કોંગ્રેસની, એટલે કોંગ્રેસ પ્રત્યે 'સોફટ કોર્નર' વાળા કોઈ અધિકારીની મીઠી નજરથી એ ગ્રેડના અધિકારી સી ગ્રેડમાં કામ કરે છે. આ સી ગ્રેડના એ ગ્રેડમાં !! છે ને આમાંયે રાજકારણ !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial